________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૩૦ ઘોવરાવો. પરંતુ પરમકૃપાળુદેવે તે વાત લક્ષમાં લીઘી નહોતી. તેમજ તે બાબતનો ભય પણ ગણ્યો નહોતો.
રાગાદિના કારણોથી નિવર્તવું એ જ અમારી ભલામણ ત્યારબાદ પરમકૃપાળુદેવ તરફથી નગીનદાસનો મરણ સંબંધી સમાચારનો પત્ર ભાઈશ્રી મનસુખભાઈ રવજીભાઈના હાથે લખાવેલ મળ્યો હતો. તેમાં પરમકૃપાળુદેવે લખાવરાવેલું કે અનાદિકાળથી આ આત્મા પુત્રરૂપે થયો, પિતારૂપે થયો તો પણ તે રૂપ ખરું છે એમ જણાતું નથી, તેથી આ ભાઈ નગીનદાસના મરણ વિષે અનાદિકાળથી આ આત્મા મારાપણું માને છે તે ખોટું છે એમ માનવું જોઈએ, કારણકે તમને નગીનદાસના મોહને લીધે વિશેષ લાગણી થતી હશે પણ જ્ઞાનીનો માર્ગ આ છે એમ ખાસ સમજી રાગાદિના કારણોથી નિવર્તવું એ જ અમારી ભલામણ છે. એ પરથી કેટલીક રાગાદિની પ્રવૃત્તિનો નગીનદાસ તરફનો નાશ થયેલ તે હજુ સુધી રાગાદિના કારણથી ઉત્પન્ન થતી હતી, પણ સરળભાવે કોઈ કોઈ વખતે વાતના સ્વરૂપે વાત થાય છે તે પરથી આ હકીક્ત લખાવી છે.
કુટુંબ હાજર છતાં રાગદશા જોવામાં આવતી નહોતી પરમકૃપાળુદેવની દશા વિષે નીચે મુજબ મારા જોવામાં આવેલ છે –
સં.૧૯૪૯ની સાલમાં પરમકૃપાળુદેવ પોતાની દુકાનમાં બેસતા હતા, તો પણ પોતાની દશા વહેવારિક પદાર્થ પર નહીં રાખતા જ્ઞાનીના માર્ગ પ્રત્યેની વિશેષ લાગણી જોવામાં આવતી હતી; એવી ખાતરી અમોને થયેલ છે. ત્યારબાદ સંવત્ ૧૯૫૨માં તે જ રૂપે દશા જોવામાં આવેલ. તે વખતે તેમના ઘર્મપત્ની તથા તેમના બે પુત્રો અને એક પુત્રી મુંબઈ મુકામે હોવા છતાં તેમનામાં રાગદશા જોવામાં આવતી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું અગર કોઈ મુમુક્ષુ સાથે જ્ઞાનાદિ સંબંધી વાતના ધ્યાનમાં વિશેષ કાળ નિર્ગમન થતો હતો. એ અમોને ખાત્રીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓશ્રી હરતા ફરતા હોય તો પણ સચિ-આનંદ એવા એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતાં જોવામાં આવતા હતા.
જૈનશાસ્ત્રોમાં આયુષ્યના બે પ્રકાર સંવત્ ૧૯૫૦ની સાલમાં ખંભાતમાં શા. માણેકચંદ ફતેહચંદના મકાન ઉપર પરમકૃપાળુદેવ રહેલા. તે વખતે તેઓશ્રીએ શ્રી ભગવતીસૂત્ર વાંચ્યું હતું. તે માણેકચંદ ફતેહચંદ પોતે સાંભળતા અને હું પણ ત્યાં હતો. રાતના કોઈ કોઈ વખતે શાસ્ત્ર સંબંધી વાતો પણ ચાલતી. ત્યાં એક માણસે એવો પ્રશ્ન કર્યો કે શિથિલ અને નિકાચિત બે આયુષ્યના પ્રકાર જૈનશાસ્ત્રોમાં કહેલ છે તો આયુષ્ય તૂટે એ વાત ખરી કે નહીં? તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે જેમ એક દોરડી વીશ હાથ લાંબી હોય તેને એક છેડેથી સળગાવીએ તો તે ઘણા વખતે બીજા છેડા સુધી બળી રહે, પણ જો તે જ દોરડીનું એક ગૂંચળું વાળી બાળવામાં આવે તો સહજવારમાં પણ તેનો નાશ થઈ શકે છે.
તમારે યોગ્યતા મેળવવાની જરૂર ત્યારબાદ પરમકૃપાળુદેવ રાજ મુકામે પઘાર્યા ત્યારે સમાગમ થયો હતો. ત્યાં મેં પરમકૃપાળુદેવને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે તેમણે જણાવેલ કે તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે, માટે કોઈપણ દર્શનનો ભેદ નહીં રાખતા દરેક દર્શનમાંથી વૈરાગ્ય ઉપશમને પોષક એવા વાક્યો લેવા, પણ બીજી વાતો