________________
૨૩૧
શ્રીમદ્ અને છોટાલાલ કુશળચંદ પર લક્ષ રાખવાની કંઈ જરૂર નથી, અને મોક્ષમાળા, આનંદઘનજીકૃત ચોવીશી વગેરે ને તેવા તેવા પુસ્તકો વાંચવા તથા સત્સમાગમના યોગમાં રહેવું એટલી મને ભલામણ થયેલ છે.
પરમકૃપાળુદેવના સમાગમમાં હાજર મુમુક્ષુઓ સમાગમ વખતે અત્રેવાલા શ્રી અંબાલાલભાઈ તથા શ્રી કિલાભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈ તથા શ્રી સુંદરભાઈ તથા શ્રી છોટાલાલભાઈ તથા શ્રી પોપટભાઈ ગુલાબચંદ વગેરે શ્રી ખંભાતવાળા તથા બહારગામના પૂજ્ય ભાઈશ્રી સોભાગ્યભાઈ તથા પૂજ્ય ભાઈશ્રી ડુંગરશીભાઈ તથા ભાઈશ્રી મનસુખભાઈ દેવશીભાઈ તથા ભાઈશ્રી ઘોરીભાઈ વગેરે આ અવસરમાં હાજર હતા.
ઉતારો કર્યો સંવત્ ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૩ રવિવારના દિને.
શ્રી છોટાલાલ કુશળચંદ
ખંભાત ભાઈશ્રી છોટાલાલ કુશલચંદ પરમકૃપાળુદેવ શ્રીમાન્ રાજચંદ્રદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કાંઈ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે.
મોક્ષમાળાનું પુસ્તક હાથોહાથ મને આપ્યું સંવત ૧૯૪૮ની સાલમાં ભાઈ છોટાલાલ છગનલાલનો કાગળ લઈ હું સાહેબજી પાસે ગયેલ, જેમાં મને મોક્ષમાળા આપવાની વિનંતી કરી હતી. તે કાગળ સાહેબજીને આપતાં તેઓશ્રીએ ઊઠીને મને મોક્ષમાળાનું પુસ્તક હાથોહાથ આપ્યું હતું. તે સમયમાં તેઓશ્રી મૌન રહેતા હતા.
, તેઓશ્રીની વાણી સાંભળવાથી મારું મન શાંત થયું | સંવત ૧૯૫૨ની સાલમાં સાહેબજીના મને શ્રી વડવે દર્શન થયેલા, કાંઈ વાતચીત થયેલ નહીં પણ તેમની વાણી સાંભળવાથી મારું મન શાંત થયું હતું.
કુટુંબીઓના દબાણથી આસામીને ભૂલ કહી શક્યો નહીં અમારો એક આસામી અભણ હતો. તે રકમમાં કંઈક ભુલેલ. તેનો પહેલા મને ચોક્કસ નિર્ણય નહી પણ પછીથી તે ભૂલ મારા મનને ચોક્કસ જણાઈ. તે ભૂલ હું કુટુંબીઓના દબાણથી આસામીને કહી શક્યો નહીં. પછી તે વાત બીજા કેટલાંકને પૂછી કે મારે આ બાબતમાં શું કરવું? ત્યારે તેમણે જણાવ્યું કે તે રકમ સારા માર્ગે વાપરો. તેમના કહેવાથી મેં સારા માર્ગે જાજ વાપર્યું ખરું પણ મારા મનની ખટક બેઠી નહીં.
મનની ખટક દૂર કરવા મુંબઈ ગયો તેથી તે વાતનું સમાઘાન મેળવવા સં.૧૯૫૩ની સાલમાં ભાઈશ્રી છોટાલાલ છગનલાલ પાસે કાગળ લખાવી શ્રી પરમકૃપાળુદેવ પાસે હું મુંબઈ ગયો. જઈને કાગળ, મીઠાઈ, સૂતરફેણી અને નાની ટોપલી ભાઈશ્રી છોટાલાલ છગનલાલના દીકરા નગીનદાસને આપ્યા. તેઓ સાહેબજીને ત્યાં નોકરી કરતા હતા. પછી સાહેબજીએ તે પત્ર વાંચ્યો અને મને ગાદી પર બેસવાનું કહ્યું. હું થોડીવાર બેઠો અને