________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૩૨ વાત કરવાનો વખત જોઉં છું તે વખતે માકુભાઈને સાહેબજીએ કહ્યું કે આપણે ત્યાં મેમાન છે અને ભાઈ છોટાલાલને જમવાનું કહીશું? ત્યારે એમણે હા કહેવાથી સાહેબજીએ
મને કહ્યું કે અહીં જમજો. મારો પણ એ જ વિચાર હતો કે તેમની પાસે જમવું અને તેમની પાસે રહેવું. તે વિચારને મળતી વાત આવી એટલે મેં હા કહી. પછી વખત મળવાથી મારે જે વાતની અગાઉ મનમાં ખટક હતી તે પૂછી ત્યારે તેમણે જવાબ આપ્યો કે–
વ્યાજ સાથે રકમ પાછી આપી પગે લાગો “જે પ્રકારે તમે તે ઘણી સાથે (આસામી સાથે) માયા કરેલી હોય તે જ પ્રકારે તમામ દર્શાવીને, તે ઘણીની જે રકમ રહી હોય તે રકમ તેના વ્યાજ સાથે તે ઘણીને ગણી આપીને પગે લાગો તો તમે નિર્દોષ થઈ શકો.”
એ જ પ્રકારે મારા અધ્યવસાય પૂરેપૂરા થયેલા. એ જ પ્રમાણે વાતચીત કરવી અને તે પ્રમાણે રકમ પૂરેપૂરી ગણી આપવી. તેથી મેં મારા વડીલને વાત કરી પણ વડીલે ઊલટો ભય બતાવ્યો અને મારી આજીવિકામાં વિધ્ર આવે તેવો ભય મારા વડીલે મને બતાવ્યો. તે ભયસંજ્ઞાથી એ ઘણી સાથે કંઈ પણ વાતચીત મારે થઈ નહીં અને તેને કાંઈપણ રકમ હું આપી શક્યો નહીં. એ ભય હોવાથી મારું શરીર ક્ષણ ભંગુર ઘારીને મેં એ રકમ વ્યાજ વગરની મારા મનકલ્પિત સારા માર્ગે વાપરી. ત્યારપછી તે ભૂલવાળો ઘણી દેહમુક્ત થયા પછી જે મને વડીલની ભયસંજ્ઞા કમતી થઈ ત્યારે મેં કૃપાળુદેવ ભગવાનના આશ્રિત ભાઈઓની સલાહ પ્રમાણે થોડી રકમ સારા માર્ગે વાપરી.
આપશ્રી જે આજ્ઞા કરશો તે વાંચીશ. જે વખતે કૃપાળુદેવની સાથે વાતચીત થઈ તે વખતે બીજા મેમાનો ઝાઝા હતા. પછી મેં પૂછ્યું કે મારા જોગ કંઈક સમજવા જેવું આપશ્રી બતાવો. ત્યારે સાહેબજીએ મને પૂછ્યું કે જૈનઘર્મ સિવાય બીજા સંપ્રદાયના પુસ્તકો વાંચવામાં તમોને અડચણ છે? મેં જણાવ્યું કે મને કોઈ વાતની અડચણ નથી. આપશ્રી જે પુસ્તકની આજ્ઞા કરશો તે આપશ્રીના માણસને સાથે લઈ જઈ લઈ આવીશું. પછી પરમકૃપાળુદેવે પાંચ કે છ પુસ્તકો મંગાવવા આજ્ઞા ફરમાવી. તેમાં શ્રી મણિરત્નમાળા તથા યોગવાસિષ્ઠના બે પ્રકરણો તથા મોહમુગર વગેરે પુસ્તકો હતા. જે મને તેઓશ્રીના માણસે લાવી આપ્યા હતા. તે પુસ્તકો લઈ હું બીજે દિવસે મદ્રાસ ગયો અને મારું સરનામું સાહેબજીની પેઢીએ નોંઘાવ્યું હતું.
અનીતિ કદી કરવી નહીં, કોઈ દેવની માનતા રાખવી નહીં ત્યારપછી ચાર-પાંચ મહિના પછી V.p.p.થી મને પુસ્તક નંગ-૧ સાહેબજીએ મોકલ્યું હતું તેની કિંમત રૂા.૨/- આશરે હતી. તે પુસ્તકમાં માર્ગાનુસારીના જે પાંત્રીસ બોલ કહેવાય છે તે હતા. તે પ્રમાણે શેઠ વગેરેની અનીતિ કરવી નહીં, કોઈ દેવની માનતા કરવી નહીં, વગેરે તે પુસ્તકમાં લખેલું હતું. તે જ પુસ્તક હું હર વખતે વાંચતો હતો, અને પાસે રાખતો હતો. હાલમાં તે પુસ્તક ક્યાં મૂક્યું છે તે સ્મૃતિમાં રહેલા નથી. તેમજ તે પુસ્તકના નામની પણ યાદી રહેલ નથી.
અંતે ભગવાન તરીકેની આસ્થા થઈ મારા સંશયન મુંબઈમાં ખુલાસો કર્યો તે વખતથી મને તેઓશ્રી પ્રત્યે આસ્થા થઈસ. પછી પૂશ્રી