________________
૨૩૩
શ્રીમદ્ અને છોટાલાલ વર્ધમાન
હીરાભાઈ પોપટલાલભાઈના સમાગમથી મને સંપૂર્ણ આસ્થા થઈ છે. અને તેઓશ્રી પ્રત્યે ભગવાન તરીકેની આસ્થા થઈ છે. એ જ.
મારી સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. સંવત્ ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૧ ગુરુવારના દિને.
શ્રી છોટાલાલ વર્ધમાન શાહ
ખંભાત
સંવત્ ૧૯૫૨ના આસો માસમાં હું તથા શ્રી શંકરભાઈ દેવચંદ બન્ને જણા રતલામ કામ પ્રસંગે જતા હતા ત્યાં આણંદ મુકામે ખબર મળી કે સાહેબજી પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં છે. તેથી અમે બન્ને જણા ત્યાં દર્શન કરવા ગયા.
વ્યવહારમાં ફૂલ વાપરો છો તો ભક્તિના પ્રેમમાં પ્રભુને ચઢાવવાથી લાભ
તે વખતે જિન પ્રતિમાજી પર પુષ્પ ચડાવવા સંબંઘી મેં પ્રશ્ન કર્યો કે ફૂલમાં ઘણા જીવો છે તો ભગવાનને ચડાવવામાં પાપ લાગે કે કેમ?
ત્યારે ખુલાસામાં સાહેબજીએ જણાવ્યું કે તમે જો કદી સર્વ પ્રકારે ત્યાગી થયા હોય તો ભલે ન ચડાવો; પણ પરમાત્માને ફુલ ચડાવવામાં પાપ ગણો છો અને વ્યવહાર પ્રસંગમાં તે વાપરો છો. માટે એકાંતે ભક્તિના પ્રેમમાં રહી ચડાવવાથી લાભ છે.
પ્રશ્ન કર્યો તે વખતે પરમકૃપાળુદેવ કોચ પર બિરાજ્યા હતા અને હું એકલો જ હતો. આ પ્રશ્નનો ખુલાસો થવાથી મને ઘણો જ સંતોષ થયો હતો.
સં.૧૯૭૪ના ફાગણ વદ ૦))ને ગુરુવારે ઉતારો કરાવ્યો.
શ્રી લલ્લુભાઈ ઝવેરચંદ
ખંભાત
ભાઈ લલ્લુભાઈ ઝવેરચંદ શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે સંબંઘી ટૂંક વૃત્તાંત : હું પ્રથમ વૈષ્ણવકુળમાં જન્મ પામેલ, પણ સ્થાનકવાસી કુળનો મારો એક મિત્ર હતો, તેના સહવાસથી મને સ્થાનકવાસીની શ્રદ્ધા થઈ હતી. અને તેમાં લગભગ વીસ વર્ષ સુધી હું તેમના પ્રસંગમાં રહ્યો તેથી હું સ્થાનકવાસી ક્રિયાનો આગ્રહી થઈ ગયેલો.
પરમકૃપાળુદેવની નિંદાથી જ્ઞાનાવરણીય કર્મનો બંઘ પડ્યો
પરમકૃપાળુદેવ જ્યારે શ્રી ખંભાત નજીક શ્રી વડવા મુકામે પધાર્યા હતા ત્યારે મારા ભાઈબંધ પટેલ દામોદર કેશવલાલ શ્રી વડવે ગયા હતા. ત્યાં જઈને આવ્યા બાદ મને જણાવ્યું કે આપણે તેમની પાસે જવા જેવું નથી. તેવી વાત સાંભળી હું ગયો નહોતો. ત્યાર પછી મુનિશ્રી લલ્લુજીએ મને તથા દામોદર કેશવલાલને ભલામણ કરી કે તમો ભાઈશ્રી ત્રિભુવનભાઈ તથા ભાઈ શ્રી અંબાલાલભાઈના સમાગમમાં જજો; જેથી ત્યાં અમો જતા હતા. ત્યાં બે-ત્રણ દિવસ સુધી ગયા બાદ અમોએ જણાવ્યું કે અમોને કાંઈક