________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
૨૩૪
ધર્મનું સાધન બતાવો. ત્યારે તેઓએ કહ્યું કે જિનાજ્ઞા થશે ત્યારે સમજાશે. ત્યારે અમો બન્નેએ અરસપરસ એવો વિચાર કર્યો કે જિનાજ્ઞા તે શું અને તે ક્યારે થાય? આપણે ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા તે પણ ચૂક્યા, માટે હવે તો આપણે જે કરતા હતા તે જ કરો. તેવા વિચારથી ઉપાશ્રયે જવા લાગ્યા. અને શ્રી પરમકૃપાળુદેવની નિંદા કરવા લાગ્યા. જેથી અમારા કમનસીબે જ્ઞાનાવરણીય કર્મનો બંઘ પડ્યો. ઘણા દિવસે એમ થયું કે આ પ્રવૃત્તિ કરતાં અનાદિના દોષોમાંથી કોઈ પણ દોષ નિવૃત્ત તો થતો નથી.
પરમકૃપાળુદેવ નડિયાદ છે ત્યાં જાઓ
ત્યારબાદ મુનિશ્રી મોહનલાલજી મહારાજની મુખમુદ્રા ત્યાગ વૈરાગ્યમય જોઈ એમ થયું કે આ મુનિશ્રીના વૈરાગ્યમાં વૃદ્ધિ સારી થઈ છે. તેથી તેઓશ્રીને મેં પૂછ્યું કે મારું આજ સુધીનું વર્તન એવું ને એવું રહ્યું છે અને કોઈપણ પ્રકારમાં મોળાપણું આવતું નથી; માટે આપ કંઈ બતાવો. ત્યારે તેમણે કહ્યું કે એ તો સહેજે થઈ જાય. મેં જણાવ્યું કે કેવા પ્રકારે વર્તવાથી થાય ? તે બતાવો. ત્યારે તેમણે જણાવ્યું મુનિશ્રી દેવકરણજી સ્વામી પાસે જાઓ. પછી હું ત્યાં ગયો અને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મુનિશ્રી લલ્લુજી મહારાજને કહો, તેઓ તમને જણાવશે. ત્યારે અમો મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે ગયા અને પૂછ્યું ત્યારે તેઓશ્રીએ મને “મૂળ મારગ સાંભળો જિનનો રે..’’તે પદના વિસ્તારથી અર્થ કહી સંભળાવ્યા અને જણાવ્યું કે તમે સંસારી છો એટલે જઈ શકો એમ છો. પરમકૃપાળુદેવ નડિયાદ પધાર્યા છે ત્યાં જોગ સારો છે; ત્યાં જવાની ત્રિભોવનભાઈ પાસે તમે પત્ર લખાવી આજ્ઞા મંગાવો તેથી મેં તેમ કર્યું.
શ્રી તીર્થંકરદેવની વાણી યોજનગામિની હોય
તેનો જવાબ પરમકૃપાળુદેવ તરફથી ભાઈશ્રી અંબાલાલભાઈના સરનામે આવ્યો. તેમાં જણાવેલ હતું કે આવવા ઇચ્છા હોય તો ભલે આવે. હવે આશા મળવાથી હું વગેરે કેટલાંક ભાઈઓ નડિયાદ ગયા. હું તથા ભાઈશ્રી છોટાલાલ માણેકચંદ બન્ને બેલગાડીમાં બેસી પેટલાદ ગયા અને ત્યાંથી નડિયાદ ગયા. રસ્તામાં જતા ભાઈશ્રી છોટાભાઈએ મને પૂછ્યું કે જઈએ છીએ તો ખરા, પરંતુ કાંઈ પૂછવા વિચાર ધાર્યો છે ? ત્યારે મેં કહ્યું કે શાસ્ત્રકારો એમ જણાવે છે કે શ્રી તીર્થંકરદેવની વાણી યોજનગામિની હોઈ, શ્રોતાવર્ગ યોજન સુધી સાંભળે છે, તો શું તીર્થંકરો એટલા મોટા ઘાંટાથી બોલતા હશે? ત્યારે શ્રી છોટાભાઈએ ખુલાસો કર્યો કે “સાંભળે’” નહીં, પણ “સાંભરે’ અર્થાત્ એ વાણીનું બળ એટલે મહત્ત્વ એવાં છે કે અમુક છેટે સુધી, અમુક કાળ સુધી હૃદય સાથે શ્રોતાવર્ગને ચોટી જાય અને તેની અસર રહે. આ ખુલાસો
મને પ્રિયકર અને રુચિકર લાગ્યો.
અમારામાં ચારિત્ર ઘટે કે નહીં?
તમારા
ત્યારપછી અમો નડિયાદ પહોંચ્યા અને પરમકૃપાળુદેવના દર્શન કર્યાં. મને જોતાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ લલ્લુભાઈ, આવ્યા કે? મેં કીધું—હાજી. ત્યારપછી પરમકૃપાળુદેવે જણાવ્યું સાધુએ તો ચારિત્ર લીધેલું છે અને ઘરબાર છોડી નીકળેલા છે અને અમે તો સાંસારિક વ્યવહારમાં જણાઈએ તેમ છીએ, તો અમારામાં ચારિત્ર ઘટે કે નહીં? અમારા ઉપર તમોને કેવી રીતે આસ્થા આવે? ત્યારે મેં જણાવ્યું કે કોઈ માણસ ચારિત્ર લેવા તૈયાર થાય તે વખતે ચારિત્ર લેતાં પહેલાં તેને સાતમા