________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
સુખલાલભાઈએ કોઈ જાતનો પરિગ્રહ રાખ્યો નહોતો
તેઓ બોલે ત્યારે વાણીમાં એટલી બધી મીઠાશ કે બોલ્યા કરે તો સારું એમ થાય. એમને કોઈ જાતનો પરિગ્રહ રાખ્યો ન હતો. મોટી મીલના મેનેજર હતા. પૈસા ભેગા કરવા હોત તો ઘણા થાત. પણ તેમ કર્યું નહીં, પણ સત્સંગ કરતા.
૩૯૨
નિદ્રા નિવારવાના બોઘવડે સુખલાલભાઈની નિદ્રા ચાલી ગઈ
પૂ.સખલાલભાઈએ વસોમાં શ્રી પરમકૃપાળુદેવ બહાર ફરીને પધાર્યા અને બિરાજ્યા એટલે ત્યાં આવીને ઊભા ઊભા પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ? મને નિદ્રા બહુ હેરાન કરે છે તે કેમ ટળે? ત્યાં પરમકૃપાળુદેવે બોધમા જણાવ્યું કે મૂર્છિત અવસ્થામાં આ જીવ અનાદિકાળથી રખડ્યો છે. ચૌદ પૂર્વઘારી પણ પ્રમાદવશે પાછા પડ્યા છે. ‘નિદ્રાદિ પ્રકૃતિ અનાદિ વૈરી છે તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રુર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાખવી, આમ શૂર ક્ષત્રિય ભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિસુખ થાય. આમ અનેક પ્રકારે પ્રકૃતિઓ ક્ષય ક૨વાનો બોધ સાંજના છ વાગેથી સવારના છ વાગ્યા સુધી ચાલ્યો હતો. બોધની એટલી બથી બધાને અસર થઈ હતી કે સુખલાલભાઈની તો મૂળમાંથી નિદ્રા ચાલી ગઈ.
આખી રાત થયેલા સત્સંગનો મહિમા ગાયો
સાણંદના વનમાળીદાસભાઈએ તુરત જ મુનિશ્રી પાસે ઉપાશ્રયે જઈને કહેવા માંડ્યું કે આજે તો પુષ્કરાવર્તનો મેઘ સારી રાત વર્ષો. અમને હળવા ફુલ કરી દીધા. ભાર માથેથી ગયો હોય તેમ લાગે છે, વિગેરે સત્સંગનો મહિમા ગાયો હતો.
‘હું મારા પરમકૃપાળુ પ્રભુનાં ઘ્યાનમાં લીન થાઉં છું'
પ્લેગના કારણે સુખલાલભાઈએ ભરૂચમાં દેહ છોડ્યો હતો. તેમને દેહ છોડવાની ખબર પડી ગઈ હતી કે આજે બાર વાગે હું જવાનો છું. સવારે ઘરનાને કહી દીધું કે તમે બધા જમી લ્યો, પછી સવારના દસ વાગે કહ્યું કે મને અહીં ખાટલાથી નીચે બેસાડો.’ સામે કૃપાળુદેવનો ચિત્રપટ હતો. હવે મને કોઈ બોલાવશો નહીં, હું મારા પરમકૃપાળુ પ્રભુના ધ્યાનમાં લીન થાઉં છું.'' એમ કહી આસન પર પદ્માસનવાળી સ્થિરતાથી બેઠા. પ્લેગની ગંભીર વેદના છતાં દસથી બાર વાગ્યા સુધી એક જ વૃત્તિએ અને એક જ ધ્યાનમાં શાંતભાવે તેમણે દેહનો ત્યાગ કર્યો હતો. “સત્સંગ સંજીવનીમાંથી
શ્રી ભગવાનભાઈ ૨ણછોડભાઈ
ધરમપુર
‘શ્રી રવજીભાઈ પંચાણભાઈની મૂળ જગ્યા તથા તેની આસપાસની ઘણી જગ્યા વેચાતી લઈ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મસ્થાનમાં પૂ.શ્રી રણછોડભાઈના સુપુત્ર શ્રી ભગવાનભાઈએ શ્રી જવલબહેન (શ્રીમદ્ના પુત્રી)ની પ્રેરણાથી ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-ભુવન” નામનું ભવ્ય મકાન બંધાવ્યું છે. જેમાં જિનાલય, ગુરુમંદિર, વ્યાખ્યાન હૉલ તથા ધર્મશાળાનો સમાવેશ થાય છે. સં.૧૯૯૯ના આસો સુદ ૧૦ને રોજ શિલારોપણ થયેલ અને ઉદ્ઘાટન સં.૨૦૦૦ના કાર્તિક સુદ પૂર્ણિમાને રોજ મોરબીના