________________
૩૪૫
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ
આત્મા હથેળીમાં આપ્યો છે. મેં કહ્યું–બાપજી, તમારો ઉપકાર તો ઘણો છે. ઉપરની ત્રણે ગાથાઓમાં તમોએ તે આત્મા હથેળીમાં આપ્યો છે. જેને લેવો હોય તે લે. ભાગ્ય છે હોય તે લે, નિર્ભાગી નહીં લેશે. તમોએ તો આપવામાં બાકી રાખી નથી.
આગ્રહ દૂર કરાવ્યો મને છાસ તથા દહીં ખાવાનો આગ્રહ હતો. મને તે ખાવાની ના પાડવા જેવા, કારણથી બંઘ થયું હતું અને તુવેરદાળ ખાવાની ઇચ્છા નહીં છતાં ખાવાનું બન્યું. એવો જે આગ્રહ હતો તે આગ્રહ બાપજીએ કઢાવ્યો. પછી બાપજીએ બેનોને કહ્યું કે છગન કાજે દૂઘ મેળવજો અને કહ્યું કે છાશ લાવી આપજો, તેવું નાથીબેનને કહ્યું હતું.
આપેલું વચન ઉત્તમ પુરુષો કદી ફેરવે નહીં એકવાર બાપજીએ પ્રસંગમાં કહ્યું કે દાદા પંચાણભાઈ આંગળી ઝાલીને અમોને દુકાને તેડી જતા. ત્યાં પચાણભાઈએ એક કોળીને એક કલશી બાજરો આપવાની હા કહી. પછી તે લેવા આવ્યો ત્યારે રવજીભાઈએ ઘણું કહેવા માંડ્યું કે આણે આટલા જ રૂપિયા રાખ્યા છે ને વળી આવાને આપો છો? તે કહેતા રહ્યા તો પણ પંચાણભાઈએ તેને બાજરો આપ્યો. પછી બાજરો નીપજ્યો ત્યારે ત્રણ કળશી પાછો આપી ગયો. તે પણ પરમારથ ઉપર વાત કરી કે પોતાના બોલેલા બોલ ઉત્તમ પુરુષ કદી ફેરવતા નથી. તેનો તેને લાભ જ થાય છે.
.. સાહેબજીએ હીરાની ઓળખ કરાવી મુંબઈથી હીરા આવેલા તે અંદર મૂક્યા. તેની કૂંચી મારી પાસે હતી. એક દિવસ બપોરે હું તથા વાણારશીભાઈ હતા, ત્યારે તે હીરા કાઢી અમને બતાવ્યા. મેં જુદા જુદા હીરાની કિંમત પૂછી. ત્યારે રૂા.૨૦-૨૫૦ જેવી કિંમત કહી. ત્યારે મેં કહ્યું કે આની શી રીતે કિંમત વત્તી-ઓછી જણાય. અને સાચા હીરાની કેમ ખબર પડે? પછી કૃપાળુદેવે હાથમાં હીરા આપી સમજાવ્યું કે તેનાં તેજ ઉપરથી અને મોટા હોય તો તેની આ કિંમત થાય. તેમજ ખોટામાં આ રીતે ન હોય. હીરા ઘોળા હોય તે પણ તે દિવસે જાણ્યું.
આત્મામાં સ્થિરતા કરવાથી આત્માનો અનુભવ થાય એ હીરામાં ચક્ષુની સ્થિરતા કરીને જોઈએ તેમ તેમ તેની કિંમતનો અનુભવ થાય. તેવી રીતે સ્વભાવમાં સ્થિરતા કર્યેથી, આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય અને તે ચપળતા મટવાનું કારણ છે એવો પરમાર્થ સમજાવ્યો.
જોખમની હીરાની વાત બહેનોને કહેવાય નહીં એબે બહેનો તથા મનસુખભાઈ, વણારશીભાઈ, હું વગેરે બેઠેલા ત્યાં બેનોને વાત કરી કે કૃપાળુદેવે અમને હીરા દેખાડ્યા. ત્યારે બહેનો કહે કે તમો અમોને દેખાડો, તેની કૂંચી તમારી પાસે છે. ત્યારે મેં કહ્યું કે કૃપાળુદેવની આજ્ઞા લો તો દેખાડવાનું બને. પછી ઉગરીબાએ કહ્યું કે બાપજી, હીરા અમને દેખાડો. તે વેળા તેમણે શું કીધું તે કાંઈ ખબર નથી પણ પછી મને બાપજીએ કહ્યું કે આ હીરાની વાત કોણે કરી? આવી જોખમની હીરાની વાત બહેનોને કહેવાય? તેમના પેટમાં તે વાત રહે નહીં ને નુકસાન થાય, તમો તે ભાન કેમ નથી રાખતા? ઉપયોગ રાખવા કહ્યું અને બૈરાંના મનમાં વાત રહી શકે નહીં તેમ