________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
જાણવાથી અહંકારપદ નીકળી જાય. પણ વિચારવૃષ્ટિ સુધી આવવાવાળા જીવો વિરલા જ હશે. પણ મારા નાથે પાંચમી દૃષ્ટિમાં આત્માનું જે યથાર્થ સ્વરૂપ કાયમ રહેવા બતાવ્યું, જેથી હમેશાં તે આત્માના દર્શન થાય. મારા નાથે પ્રત્યક્ષ કૃપા કરી આવી કૂંચીઓ બતાવી, વળી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને આઠદૃષ્ટિ મુખપાઠથી યાદીમાં તે હમેશાં રહે તેમ ફેરવવા જણાવ્યું. એમ કરી અંતરમાં પ્રદેશે પ્રદેશે આત્મા જાગૃતિ આપવાનું કર્યું છે. આત્મસિદ્ધિમાં પણ પ્રત્યક્ષ આત્માના અનુભવની કૂંચીઓ આપી છે.
૩૪૪
આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો તે સાહેબજીને જણાવ્યું
પછી મને ભાઈ નથુભાઈ તથા વેલશીભાઈએ કહ્યું કે તમો સાહેબજી સાથે ન આવશો. તેથી હું ન ગયો. પછી સાહેબજીએ કહ્યું કે છગન ક્યાં છે? તેને બોલાવો. પણ મને તેમણે ના કહી હતી તેથી હું બીજે ઠેકાણે ગયેલો તેથી ન મળ્યો. પછી સાહેબજી બપોરના જમ્યા પછી કલાક સુધી નથુભાઈની મેડી ઉપર હતા. ત્યાં એકાંતમાં સાહેબજીની તેમના વસોથી નીકળ્યા પછી સર્વે હકીકત કહી કે આપ સાહેબજીના કહેવાથી સ્થિરતા કરવાથી તમારા પસાયથી આત્મસ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયો. અને વળી તે સ્થિરતાથી વનસ્પતિના ઝાડમાં તેના હરખ-શોક કે નરમાશ કે જોરમાં, એવા તે ઝાડના જીવના ભાવ જોઈને તે અનુભવાય છે. સાહેબજીએ મને પછી કહ્યું કે આત્મસિદ્ધિ તથા આઠયોગદૃષ્ટિ હમેશાં બોલવી. તેમાં આત્મસિદ્ધિમાં ‘સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ” એના અર્થ નિશ્ચયે મનન કરજે અને આપનારના ઉપકાર ન ઓળવવો એમ જણાવ્યું હતું.
મોક્ષસુખની અપેક્ષાએ પાપ અને પુણ્ય બન્ને કષાય
પછી વીરમગામમાં મેડી ઉપર ગાંઘી મગનલાલ વગેરે બીજા આવ્યા ત્યારે આ બાલને સાહેબજીએ પૂછ્યું કે અનુત્તર વિમાનમાં તે શાથી ગયો? જો તેને સાત પળનું આયુષ્ય વધારે હોત તો મોક્ષમાં જાત. પણ ત્યાં શા કારણે જવું પડ્યું? ત્યારે આ બાળે કહ્યું કે પાપ કર્મથી અનુત્તર વિમાને જવું પડ્યું. ત્યારે ગાંઘી મગનલાલે કહ્યું કે ત્યાં તો ઘણા સુખમાં ગયા, તો પાપકર્મ કેમ કહેવાય? પછી સાહેબજીએ તેમને સમજાવ્યું કે સાત પળનું ઓછું આયુષ્ય તેટલું પુણ્ય ઓછું. તેટલું પાપ જો ન હોત તો તેને સંપૂર્ણ આયુષ્ય હોત. વળી પુણ્ય તે પણ કષાય છે. કારણ કે મોક્ષસુખ પાસે બન્ને કષાય છે. જ્ઞાનીને તે બન્ને સરખાં છે. તે સિવાય બીજા દાખલાથી પણ વાત કરી હતી.
આ ઠેકાણે ડુંગરશીને આત્મસ્વરૂપ સમજાવ્યું
સાહેબજી એક દિવસ ચોકમાં ખુરશી નાખી બેઠા હતા. ત્યારપછી પોતે ફરવા માંડ્યું. સામે વંડે સુધી જતા હતા. હુંય સાથે સાથે ફરતો હતો. ત્યારે મને કહ્યું કે ફેરા ગણો. હું ફેરા ગણતો સાથે ચાલતો હતો. ચાલતાં વચમાં એક કૂવો હતો. તે કૂવાના પડખે થડમાં એક પત્થર પગથીયા જેવો હતો. તે જગ્યાએ મને સાહેબજીએ કહ્યું કે આ ઠેકાણે ડુંગરશીભાઈને આત્મા આપ્યો. (આત્માનું સ્વરૂપ સમજાવ્યું.) આત્મા હથેલીમાં પણ યોગ્યતા હોય તો મળે
વળી બાપજીએ મને પોતાની પડખે થડમાં બેસાડીને કહ્યું કે ‘જે દૃષ્ટા છે દૃષ્ટિનો’ તે ગાથામાં અને પાંચમી સ્થિરા દૃષ્ટિમાં તથા મૂળ મારગમાં ‘તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે...' એ ત્રણે વાક્યમાં