________________
૩૪૩
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ આત્માનું સ્વરૂપ શાંતિમાંથી પ્રાપ્ત થાય છે. (દર્શનમોહ અને અનંતાનુબંધી કષાયો શચ્ચેથી પ્રાપ્ત થાય છે.) તેવી રીતે આપની કૃપાથી કરું છું.
નાકે રૂપ નિહાળતા'નો જવાબ “શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૦માં છે. તે નીચે પ્રમાણે :
દર્શનમોહ ઘટવાના ઉપાયો નાકે રૂપ નિહાળતા એ ચરણનો અર્થ વિતરાગમુદ્રાસૂચક છે. રૂપાવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદ્રષ્ટિ પરિણમે છે.
મહત્પરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગશ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે.
દશ વર્ષ પહેલા પૂછેલા પ્રશ્નનો વગર પૂછળે જવાબ સંવત્ ૧૯૫૬ની સાલમાં અમદાવાદ સાહેબજીના દર્શન થયા. તેમને વિરમગામ તેડી જવાને ચાર જણ તે જ દિવસે આવ્યા હતા.
તેમાં ભોયણીનો બાબુ પણ આવ્યો હતો. તેણે દશ વર્ષ પહેલાં પ્રશ્ન પૂછ્યો હતો. તેને સાહેબજીએ પ્રથમ જ કહ્યું કે તમારા પ્રશ્નનો જવાબ લખવાથી તમોને સમજણ ન પડે, પણ રૂબરૂમાં પડે. તે પછી તેનું વિવેચન કરીને પોતે બાબુનું સમાઘાન કર્યું. તે વાત ઘણી લાંબી વિવેચનરૂપે હતી પણ તે યાદ નથી.
| બાપજીની આજ્ઞા લઈ વીરમગામ સાથે ગયો બાપજીને મારગમાં મળતાં મેં કહ્યું કે બાપજી, આપ જ્યારે નીકળશો ત્યારે હું સાથે નીકળીશ. ત્યારે બાપજી કહે કે ઠીક. પછી સાહેબજીને વિરમગામ સાથે પઘારવાનું કહ્યું ત્યારે પોતે હા કહી.
. જડ એવું શરીર અને ચેતન એવો આત્મા સાવ જુદા છે પછી વિરમગામમાં તે રાત્રે રહ્યા. ભાઈ સુખલાલ, નથુભાઈ, વેલશીભાઈ તથા હું તેમની પાસે સૂતા હતા. હું પાછલી રાત્રે જાગ્યો ત્યારે ભાઈ સુખલાલ તથા નથુભાઈને પરમાદન પચીસનો અધિકાર સંભળાવતા હતા. એ અધિકાર જડ-ચેતનનો જુદો જુદો વિવેચક અધિકાર હતો. સાહેબજી આત્માનું જ ભાન આપે છે એમ સમજાયું અને પરમાદન પચીસનું મને તો મહાભ્ય બહુ જ સારું લાગ્યું.
આત્મસિદ્ધિમાં સમયસાર નાટક વગેરે સમાઈ ગયા “આત્મસિદ્ધિ' તેમની પાસે મારે માગવાનો વિચાર હતો. પણ તેમણે મને વગર માંગ્યે પ્રભાતમાં ઊઠતાં જ આત્મસિદ્ધિ આપી. તેથી મેં વિચાર કર્યો કે મારા વગર માંગે તેમણે આત્મસિદ્ધિ આપી, તે તેમણે કૃપા કરીને આત્મા જ આપ્યો. જેને પોતે આત્મસિદ્ધિ આપે તેને આત્મા પ્રગટ થાય જ એવો ગુનો મહિમા છે. એ આત્મસિદ્ધિ વાંચતા એમ લાગ્યું કે સમયસાર નાટક તથા સિદ્ધાંત સર્વે એમાં આવી ગયા. એ સાહેબજીનો પૂર્ણ ઉપકાર છે.
આઠ દૃષ્ટિના અર્થ વિચારવાથી પોતાનો અહંકાર નીકળી જાય વળી આઠ યોગદૃષ્ટિ મુખે કરી તેના અર્થ વાંચવા જણાવ્યું. તે વાંચીને, તે યોગદૃષ્ટિનો મહિમા