________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૪૨ વ્યસન હતું. તે જોઈ સાહેબજીએ કહ્યું કે “ત્રણે કાઢી નાખ.”તે મેં તે જ દિવસથી કાઢી નાખ્યો.
તમારે સુંઢિયાના અપાસરે ન જવું પ્રથમ મને આચારાંગસૂત્ર વાંચવા કહેલું ને હું તે સાધુપુરુષો પાસે વંચાવતો તે વિષે કેશવલાલ ભાઈ વગેરેએ સાહેબજીને કહેલ કે, એ આખો દિવસ સાઘુનો પરિચય રાખે છે. પછી મને કહ્યું કે તમારે ઢંઢિયાના અપાસરે ન જવું.
વળી કેશવલાલભાઈએ કહ્યું કે આ સર્વે સાંભળીને બીજાને કહી દે છે. ત્યારે મને સાહેબજીએ કહ્યું કે કેમ તમો સર્વેને કહો છો? ત્યારે મેં કહ્યું કે હા સાહેબ. પછી હું મારી મેળે પાંચ કે સાતના નામ લઈને બોલ્યો કે હું તેમને વાત કરીશ. ત્યારે સાહેબજી કહે–ઠીક.
સાહેબજીએ બીજજ્ઞાન અને સ્થિરતા વઘવા વિષે બોઘ આપ્યો ભાઈ સુખલાલ તથા કેશવલાલ તથા મનસુખભાઈ વગેરેને એક રાત્રે જ્ઞાનનો અપૂર્વ બોઘ આપ્યો. તે સૌ-સૌની હદ પ્રમાણે પરિણમ્યો હતો. તે વેળા હું નહોતો. પછી બીજે દિવસે રજા લેવા ગયા ત્યારે હું સાથે હતો. ત્યારે સાહેબજી કહે કે તું જઈશ? મેં કહ્યું–સાહેબજી, હું પછી એકલો રહું? સાહેબજીએ મને રોકવાનો વિચાર થયો તે સુખલાલ સમજી ગયા અને તેમણે કહ્યું કે કાલે રહીશું. પછી સાહેબજીએ મને બીજજ્ઞાન વિષે અને સ્થિરતા વઘવા આદિ વિષે બોઘ આપ્યો.
વીતરાગદશા વાંદવા પૂજવા યોગ્ય છે વળી એક દિવસ ધ્યાન મુદ્રાનું ચિત્રપટ અમો વગેરેને આપી તે સંબંધી પોતે એમ કહ્યું કે “એ અરિહંતની દશા વંદવા પૂજવા યોગ્ય છે.” પછી હમેશાં પાંચમાળા “શ્રીમદ્ પરમગુરુ” નામની ગણવા કહ્યું. ત્યારે સુખલાલે કહ્યું કે ઝાઝા અક્ષર એમને કેમ સાંભરશે? ત્યારે કહે કે તે જ તેને ઠીક છે.
સ્તવનનો ઊંડો પરમાર્થ સમજાવ્યો બાપજીએ બોઘમાં શ્રી કુંથુનાથજીનું સ્તવન કહ્યું હતું, અને તેનો પરમાર્થ બહુ જ ઊંડો અતિશય ગંભીર જણાવ્યો હતો. તેમાંથી લેશ સાંભરે છે. ઘોરીભાઈ પાસે વારંવાર આનંદઘનજી વગેરેના સ્તવનો ગવડાવતા હતા.
કૃપાળુ દેવના અતિશય તો પ્રત્યક્ષ જોયા બાપજી ચંદ્રપ્રભુનું સ્તવન ઘણીવાર કહેતા. તીર્થકર ભગવાનના અતિશયની વાત તો પરોક્ષ રીતે જાણીએ છીએ પણ કૃપાળુદેવના અતિશય તો તેમની સમીપમાં પ્રત્યક્ષ જોયા.
આપની કૃપાએ સ્થિરતા થતાં આત્માનો અનુભવ થયો સંવત ૧૯૫૫માં મેં સાહેબજીને પત્ર લખ્યો તેમાં “નાકે રૂપ નિહાળતાં” જે કૌતુક દીઠું તેનો અર્થ શું? તે પૂછ્યું. વળી લખ્યું કે તમારા પાસે જે ઉજાસ ભાળું છું, તેને આત્મા જાણી કહેતો નહોતો. પણ તેનો જાણનાર આત્મા છે તેને જુદો જ જોયા કરતો. તે વિષે આપે કહ્યું હતું કે જે સ્થિરતા કરતાં પ્રાપ્ત થશે. તે તમારી કૃપાથી સ્થિરતા કરતાં તે આત્માનો અનુભવ થયો. મન વચન કાયા સ્થિર થયા પછી તે આત્માનો અનુભવ થયો.