________________
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ
પામતા. શ્રી માકુભાઈ તથા ડુંગરશીભાઈ પણ સાહેબજીની સાથે જ હતા. આત્મા અરૂપી છે છતાં તેનો અનુભવ થઈ શકે
એક સમયે અમો તથા માણેકચંદભાઈ બે જણ હતા. મેં સાહેબજીને પૂછ્યું કે બાપજી, આત્મા અરૂપી છે? ત્યારે તેની હા કહી. ફરી મેં પૂછ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ થાય ખરો કે? તો તે વિષે અમોને એવું સમજાવ્યું કે અમો બન્નેને ખાતરી થઈ.
ગામડાંઓમાં પણ ખબર પડી ગઈ કે કોઈ મહાત્મા પધાર્યા છે
૩૪૧
ન
બોટાદના ભાઈઓ શ્રી મોતીભાઈ, મણિલાલ, પ્રેમાભાઈ, વેલાભાઈ વગેરે આવ્યા હતા. સાહેબજી ઢોલીયા પર બિરાજતા હતા. ઘણા માણસોની પર્ષદા મળી હતી. મુસલમાન વગેરે વર્ણ-વર્ણના લોકો આવ્યા હતા. ત્યાં પ્રથમ પ્રેમાભાઈએ પૂછ્યું તેનો જવાબ મેં દેવા માંડ્યો ત્યારે શ્રી કેશવલાલ મને કહે કે તમે ન બોલો. પછી સાહેબજીએ કહ્યું કે છગનને તેનો જવાબ દેવા દો. તેથી મેં પ્રેમાભાઈને જવાબ આપ્યો. પછી સાહેબજીએ તે વાતને વિસ્તારથી સમજાવી. તેથી મુસલમાનના પ્રશ્નોનું પણ સમાધાન થઈ ગયું. વળી એક કુંભાર આવ્યો. તેણે શેરડીનો સાંઠો સાહેબજીને ભેટ ઘરી કહ્યું કે હું તો તમારી સાથે રહીશ. તેણે સાહેબજીને ખરા મહંત પુરુષ જાણ્યા. ગામડાઓમાં પણ ખબર પડી ગઈ કે કોઈ મહાત્મા પધાર્યા છે. મૂળ પાઠ અઘરા લાગવાથી તેના અર્થ હું વાંચતો હતો
ત્રીજીવાર શ્રી મૂળી સ્ટેશને હું તથા મનસુખભાઈ સાહેબજીને મળ્યા અને દર્શન કર્યા ત્યારે મને પૂછ્યું કે ‘‘સુંદર વિલાસ વાંચ્યો ?’’ ત્યારે મેં કહ્યું કે વાંચ્યો. ત્યારે સાહેબજીએ કહ્યું કે “હવે તું આચારાંગ સૂત્ર વાંચજે.’’ પછી તે આચારાંગ સૂત્ર સાધુ પાસે વંચાવીને સમજવા માંડ્યું. તેના મૂળપાઠ બોલતા મને ઘણા અઘરા લાગતા, અને બીજું તેવું વિદ્વાનપણું નહીં, તેથી મૂળ પછીના અર્થ હું વાંચતો. સાધુને પાસે રાખીને વાંચતો. તે સંબંધી કેશવલાલભાઈ વગેરેએ સાહેબજીને લખી જણાવ્યું હતું.
ચાલો મહાત્મા પુરુષના દર્શન ક૨વા જઈએ
સંવત્ ૧૯૫૧માં હડમતાલા પધાર્યા પછી તો આજુબાજુના ગામડાંમાંથી માણસો ચાલ્યા આવે ને સર્વે એક્બીજાને કહે કે ચાલો, એક મહાત્મા પુરુષ આવ્યા છે તેના દર્શન કરવા જઈએ. એમ ઘણું માણસ ભરાવા માંડ્યું. જે માણસો આવતા તે સંતોષ પામીને જતા હતા.
સામાયિકનો કાળ સમજણપૂર્વક ઘર્મધ્યાનમાં જાય એમ જણાવવું
પૂજ્યશ્રીને મણિલાલ તરફથી બોટાદ તરફનું આમંત્રણ હતું. ત્યાં આઠ દિવસ રહેવાની વિનંતી કરેલી. પણ હડમતાલામાં માણસો ઘણા થતા હોવાથી બાપજીએ (સાહેબજીએ) પાંચમે દિવસે ત્યાં જવાનું કર્યું. ત્યાં રાણપુર શા. મગનલાલના ઘેર રહ્યા હતા. ત્યાં કોઈએ વાત પૂછી કે સામાયિક અને ચોવિહાર કરવો કે નહીં? ત્યારે સાહેબજીએ કહ્યું કે સામાયિક વગેરે જે કરતા હોય તેને અટકાવવા નહીં, પણ તે કાળ સમજણપૂર્વક ધર્મધ્યાનમાં જાય એમ જણાવવું જેથી તે આગળ વધે. પણ તેને તે સંબંધી વિશેષ સમજણ થાય તેમ કરવું અને કરાવવું એવો જવાબ આપ્યો હતો.
સાહેબજીની આજ્ઞાથી ત્રણેય વ્યસન કાઢી નાખ્યા
એક દિવસ મને બીડી પીતા, તમાકુ સૂંઘતો અને દાતણ વેળાએ તમાકુ ઘસતો જોયો. મને તમાકુનું