________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૪૦ TET વગેરે ચાર જણ હતા. બહેન જીજીબાના લગ્નમાં તેડાવ્યાથી ગયા હતા. ત્યાં અમને
કેશવલાલભાઈએ કહ્યું કે તમો અહીં સૂઝે તેવા પ્રશ્ન પૂછો છો પણ ત્યાં તમારાથી બોલી
શકાશે નહીં. તે પુરુષ કેવળી છે. પછી તેમને ઘેર સહુ ગયા. મેં પૂછ્યું સાહેબજી તમોને કેવળજ્ઞાન છે? ત્યારે તેમણે મને કહ્યું કેવળજ્ઞાન નથી. મન:પર્યવજ્ઞાન નથી અને અવધિજ્ઞાન નથી. એક સાથે ત્રણ જવાબ દીઘા. પછી મેં પૂછ્યું ત્યારે તે નથી તો તે વિષે વાત કરવી તે કેમ? તેના જવાબમાં સાહેબજીએ કહ્યું એ ન કરવી, વળી તેમાં લોક વિરોઘ છે.
સંસારની વાતો સાહેબજીને અપ્રિય મને એકવાર કહ્યું કે તું સુંદરવિલાસ વાંચજે. સાહેબજીને ભાઈ અંબાલાલ વગેરે ખંભાતના ભાઈઓ નમસ્કાર કરતા હતા ત્યારે આ જીવને કેવી રીતે નમસ્કાર કરવા તે સમજાણું. નવલચંદભાઈ કે મારા જેવા કોઈ કોઈ પરમાર્થની વાત પૂછે તે સાંભળતા અને એવી ખબર પડે કે આ આવશે ને સંસારની વાત કરશે તો અગાઉથી પોતે સોડ તાણી સૂઈ જાય. પછી આગલો આવે ને સાહેબજી સૂઈ ગયા છે તે એમ જાણી ઝાઝી કે થોડીવાર બેસે તે ગયા પછી કોઈ ઘર્મની વાત કરવાને આવે તો તે વેળાએ આવતાં મોર સોડ કાઢી નાખતા. ત્યાં રહ્યા ત્યાં સુધી તેમની સાથે દરિયાની તરફ જતા. તેમાં થોડે છેટે અમો સર્વે જણાને સાહેબજી બેસાડે ને તેમની સાથે કલશો ઉપાડી ભાઈ કેશવલાલ તથા કોઈ કોઈ વેળાએ બીજા ભાઈઓ પણ જતા. તે ઘણા દૂર જાય ત્યાં સુધી એમની વાટ જોઈને અમો સારી વાતો કરતા. પછી સાહેબજી પઘારે તે વેળાએ ઘર્મનો ઉપદેશ દે તે સહુની મતિ પ્રમાણે ગ્રહણ થતો અને એથી આનંદ વરતાતો. પછી અમોને કહે કે હવે ચાલો, રાત પડી જશે ત્યારે અમે સર્વે ચાલીએ.
સાહેબજીના પ્રતાપે સર્વત્ર શાંતિ રહે બીજું સાહેબજીને માતુશ્રી કહેવા આવે કે ભાઈ, તમો જમી લો તો વળી જમે, અને વળી કોઈ સમયે માથું દુઃખવાના કારણથી ન જમે ત્યારે માતુશ્રી બીજી વખત આવે. પછી માતાનું મન રાખીને જમે. પણ એ પુરુષની તીવ્ર વૈરાગ્યદશા જોવામાં આવતી કે સંસારમાં રહ્યા છતાં ઘર્મને પ્રિય માને. વિવાહના પ્રસંગે કોઈ ઉતાવળથી જણસ (વસ્તુ) પડી જાય, નુકસાની થાય તો તેમને નજરે આવે અને કોઈ બીજો તેને વઢવા જાય, તે વેળા સાહેબજીના કહે. પછી તે કંઈ બોલી શકે નહીં. એક દિવસ જાનૈયા માટે દૂઘપાક કર્યો હતો. તેમાં એક જણ પીરસતાં પીરસતાં દૂઘપાકનું ઠામ પડી ગયું ત્યારે કાકા રવજીભાઈ તેને વઢવા માંડ્યા. ત્યારે સાહેબજીએ તરત કાકાને કહ્યું કે એ પડી ગયો તેનો ભાવ પૂછતા નથી ને કેમ આમ બોલો છો? પછી તેને કોઈ બોલ્યું નહીં. વળી એમના પસાયે એટલા માણસોજાનૈયા કોઈ જાતની ગરબડ કરે નહીં. શાંતભાવથી જમી ચાલ્યા જાય. એવો તેમનો અતિશય મને લાગતો હતો.
- જે પૂછવું હોય તેનું સમાઘાન વગર પૂછ્યું થઈ જાય સંવત્ ૧૯૫૧ની સાલમાં હડમતવાળા ગામમાં સાહેબજી પઘાર્યા હતા. ત્યાં પણ શ્રી મનસુખભાઈ કેશવલાલભાઈ, મગનલાલ, સુખલાલ, માણેકચંદ વગેરે આવ્યા હતા. ત્યાં આજુબાજુના ગામના માણસો આવતા ત્યારે ઉપદેશઘારા ચાલતી. તેમાં જે પૂછવું હોય તેનું સમાધાન થઈ જતું. સહુ કહેતા કે આ મહાત્મા પુરુષના વચન એવા છે કે અમારે જે કાંઈ પૂછવું હતું તેનું સમાઘાન થઈ ગયું. તેથી તેઓ સંતોષ