________________
ચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૪૬
વિચારવું એમ ઠપકો આપ્યો હતો. સત્સંગીને ત્યાં જમવામાં કે જમાડવામાં બન્નેને હિતનું કારણ
સત્સંગીને ત્યાં જમવામાં હિતનું કારણ છે. અને જમાડનારને પણ હિતનું કારણ છે. તે માટે તમારે કેશવલાલને જમવાનું કહેવું જોઈએ. તે બને તો લાભની વાત છે.
દિવાળીના દિવસોમાં સેવા પૂજા અને સ્વાધ્યાય દિવાળીના ચાર દિવસોમાં કૃપાળુદેવની સેવા પૂજા કરતા અને જ્ઞાનાર્ણવ વાંચતા. તેમ ઘનતેરસનો દિવસ જ્ઞાનરૂપ ઘનનો પરમાર્થ પામતો, કાળીચૌદસનો તેને લગતો પરમાર્થ વાંચતા અને અમાવસના દિવાળીના દિવસે તેવો પરમાર્થ વાંચતા અને નવા વરસનો પહેલો દિવસ બેસતું વર્ષ ઘણું મંગળકારી માની તેવો પરમાર્થ પામતો.
જ્ઞાનપંચમી દિવસે જ્ઞાનપૂજન કર્યું જ્ઞાનપાંચમને દિવસે જ્ઞાનપૂજન કર્યું અને જ્ઞાન પાસે ઓછામાં ઓછો રૂા.૧/- બધે મૂક્યો. કૃપાળુદેવનું પૂજન કર્યું અને તેમણે બોથ ઘણો આપ્યો.
કૃપાળુદેવને મળવાથી સંતોષ અને સાથી પ્રતીતિ પામ્યા વળી વણારશીભાઈના ઘરેથી તેમના પિતા વણારશીભાઈ ઉપર દ્વેષ રાખતા હતા. તે બન્ને જણ આવીને સાહેબજીની વાણીથી સંતોષ પામ્યા અને કહ્યું કે આવું નહોતું જાણ્યું. એ તો સાચા પુરુષ છે, એવી બન્નેને પ્રતીતિ થઈ હતી.
શ્રી વિમલનાથ ભગવાનના સ્તવનમાં રાજચંદ્ર નામ બોલવાની ના કહી
શ્રી આનંદઘનજીકૃત વિમલનાથ ભગવાનના સ્તવનમાં રાજચંદ્ર નામ નાખી એકવાર કહ્યું અને પાંચમી દ્રષ્ટિમાં “એ ગુણ રાજ તણો ન વિસારું વાલા સંભારું દિન રાત રે” એમ બોલ્યા. પછી બીજી વાર ફરી વિમલનાથના સ્તવનમાં રાજચંદ્ર નામનું કહેવું અને સ્થિર દ્રષ્ટિમાં પણ રાજચંદ્ર નામનું કહેવું સાંભળી, તે બાબત કૃપાળુદેવે સ્થિર દ્રષ્ટિમાં આપનારનો ઉપકાર છે માટે નામ લેવાની ના ન પાડી પણ વિમલનાથમાં તે નામ લેવાની ના પાડી.
જ્ઞાનબળે જાણી લીધું કે છબી ક્યાં છે? ચિત્ર નંબર ૧-૨ મોરબીથી નવલચંદભાઈ આવેલા. કૃપાળુદેવે મને કહ્યું કે તારી પાસે છબીઓ છે? ત્યારે મેં કહ્યું કે અહીં મારી પાસે નથી. ત્યારે તેમણે કહ્યું કે તેં મનસુખની દુકાને મૂકી છે. ત્યાંથી લાવી આપ. ત્યારે મેં કહ્યું કે બાપજી, એ તો હું નહીં આપું કારણ કે તે છબી તમારા હાથથી મને આપેલ છે, તે હું કોઈ દિવસ ન આપું.
ત્યારે કહ્યું કે ખીમચંદભાઈવાળી પણ તારી પાસે છે તે લાવી આપ. પછી દુકાને જઈ તે છબી મેં તેમને આપી. તે છબી મનસુખભાઈની દુકાને છે અને વળી ખીમચંદભાઈની છબી પણ મારી છે એ વાત મેં કોઈને કરી નહોતી છતાં જ્ઞાનશક્તિ વડે તેમણે જાણી લીધું.
નવતત્ત્વ અને અધ્યાત્મ સંબંઘી વાતો કરી બેસતા વર્ષના દિવસે પૂ.દીપચંદસ્વામી પાસે મને કૃપાળુદેવે મોકલ્યો અને કહ્યું કે તેમને એમ કહેજો .