________________
૩૬૩
શ્રીમદ્ અને ખીમચંદભાઈ
સમયસાર ગ્રંથના કાવ્યો બોલાવ્યા શ્રી વઢવાણ કેમ્પમાં લીંમડી દરબારના ઉતારામાં દર્શનનો લાભ થયો હતો. ત્યાં એક એક વખતે દિગંબરી આચાર્ય કુંદકુંદાચાર્યના સમયસાર ગ્રંથનો હિન્દી ભાષામાં શ્રી બનારસીદાસે પદ્યમાં ભાષાંતર કરેલ છે તેના કેટલાક કાવ્યો મારે કંઠસ્થ હતા તે કાવ્યો બોલી જવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરી હતી, જેથી હું બોલી ગયો હતો. કોઈ કોઈ ઠેકાણે ભૂલ આવતી તો પોતે ખાટ પર સૂતા સૂતા સુઘારતા હતા.
મંગાવ્યા વગર કૃપા કરી ગ્રંથો મોકલાવ્યા પરમકૃપાળુદેવે કૃપા કરીને ભાઈશ્રી મનસુખભાઈ દેવસીભાઈની મારફતે પદ્મનંદી નામનો ગ્રંથ વાંચવા સારું મોકલાવ્યો હતો. અને વલસાડથી ભાઈશ્રી મનસુખભાઈની સાથે શ્રી યોગશાસ્ત્ર, શ્રી હરિભદ્રઅષ્ટક તથા કસ્તૂરી પ્રકરણ તે ત્રણ ગ્રંથો મંગાવ્યા વગર પોતે કૃપા કરી મોકલાવ્યા હતા. તે વખતે આજ્ઞા કરી હતી કે રૂ. ૫/- શ્રી ખંભાત સુબોઘક પુસ્તકાલયમાં મોકલવા અને રૂ. ૨૫/- શ્રી વઢવાણ કેમ્પમાં શ્રી પરમકૃત ખાતામાં મોકલવા. તે પ્રમાણે મોકલાવ્યા હતા.
એક વખતે કૃપા કરીને જણાવ્યું હતું કે જર્દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ જે શ્રી હરિભદ્રસૂરિએ બનાવેલ છે તે વાંચવા લાયક છે.
પરમકૃપાળુદેવના ચિત્રપટો પ્રાપ્ત થયા શ્રી વઢવાણ કેમ્પમાં સંવત્ ૧૯૫૬ની સાલમાં બે ચિત્રપટો પરમકૃપાળુદેવના હસ્તકમળથી પ્રાપ્ત થયા હતા.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચવા યોગ્ય છે એક વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચ્યું છે? ત્યારે મેં જણાવ્યું કે નાજી. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે તે ગ્રંથ વાંચવા યોગ્ય છે.
પૂર્વભવમાં દિગંબર સંપ્રદાય શ્રી હડમતાથી વળતા શ્રી રાણપુર સાંજના પઘારેલ, તે વખતે પૂજ્યશ્રી સૌભાગ્યભાઈએ મને કહ્યું કે શ્રી પરમકૃપાળુદેવ પૂર્વભવમાં શ્રી દિગંબર સંપ્રદાયમાં હતા; એમ પરમકૃપાળુદેવે મને જણાવેલ, તે પૂ.શ્રી સૌભાગ્યભાઈએ મને જણાવ્યું હતું.
પરમકૃપાળુ દેવના અક્ષરે અક્ષરે આત્મબોઘા “શ્રીમદ્ રાજચંદ્ર નામના પુસ્તકજીનું એક કરતા અધિક વખતે અવલોકન કરવાથી સંપૂર્ણપણે પરમકૃપાળુદેવશ્રીના અપૂર્વજ્ઞાનનું, તેઓશ્રીની વિરક્તદશાનું સ્વરૂપ ભાસ્યમાન થઈ શકે છે. મારા પૂર્વપુણ્યયોગે આ દુષમકાળે આ મહાન પુરુષના પ્રત્યક્ષ સમાગમનો લાભ મને મળી શક્યો છે. તેઓશ્રીના વચનામૃતો માંહેના દરેક શબ્દ શબ્દ, દરેક વાક્ય વાક્ય, અક્ષરે અક્ષરે આત્મબોઘ છે. તેનું માહાભ્ય, તેની ચમત્કૃતિ વિષે વર્ણન કરવાને હું પામર અશક્ત છું.
પત્રોની નકલ કરી પાછા મોકલવા ભલામણ શ્રી પરમકૃપાળુદેવના હસ્તલિખિત પત્રો મારા પર આવેલા તે આ સાથે મોકલી વિનંતી કરું છું કે