________________
૧૫૫
શ્રીમદ્ અને પદમશીભાઈ
જે જે એનાથી સુકૃત્ય થાય છે તે કરી લેવું જોઈએ.
જગતનું હિત કરનાર પુરુષના વચનામૃત છે ઘણા મુમુક્ષુઓ અને જિજ્ઞાસુ જીવોને સલ્ફાસ્ત્ર ખરીદવાનું શિવમાં જણાવ્યું. અમે સાહેબજીની આજ્ઞા પ્રમાણે પુસ્તકો ખરીદ્યાં.
વ્યાપારીને વ્યવહારિક શિક્ષા આપી પૂજ્યશ્રી–મનસુખ, રૂપિયા ૫,૦૦૦/-વાળા ચેકના રૂપિયા હજુ સુધી કેમ મંગાવ્યા નથી?
મનસુખભાઈ—આ ચેકમાં ભૂલ છે, માટે તે સુઘરીને આવે ત્યારે રૂપિયા મળે. માટે આજે બેંક રૂપિયા આપે નહીં. કેમ મોતીચંદભાઈ? મોતીચંદભાઈ—હા, આજે નહીં મળે.
પૂજ્યશ્રી મનસુખભાઈ પ્રત્યે) ડાહ્યો થા નહીં. આ ચેકના રૂપિયા આજે મળશે. જા, લઈ આવ. મનસુખભાઈ–ભાઈ, આજે નહીં મળે.
પૂજ્યશ્રી તુરત ઊઠ્યા અને ચેક લઈ નીચે ગયા અને શેઠ પારસી પાસેથી રૂા.૫,૦૦૦/- લાવી બતાવ્યા, અને મનસુખભાઈને કહ્યું કે ડહાપણ કરી ચેક બીડ્યો ન હોત તો બે દિવસ વ્યાજની નુકસાની કરત.
દીક્ષા લઈ સાચી આરાધના કરે તો બંઘનકર્તા નથી,
નહીં તો આપવાની ભાવના રાખવી. લખનાર–સાહેબજી, મારા ઉપર કરજ છે, માટે દીક્ષા લઈ શકાય કે નહીં? અને દીક્ષા લેતાં કરજ રહી જાય તો આગલે ભવે આપવું પડે કે કેમ?
પૂજ્યશ્રી–જો સર્વસંગપરિત્યાગ થાય તો કંઈ બંધનકર્તા નથી, પણ તેમ ન થાય ત્યાં સુધી ન્યાયની રીતિએ વર્તણુંક રાખી કરજને આપવાની દરકાર રાખવી.
બીજી ન પરણો તો બે શક્તિઓ પ્રાપ્ત થાય લખનાર–સાહેબજી, એક વખત મને એવું જણાયું કે મને બે સ્ત્રીઓ થશે. પણ મને બીજી સ્ત્રી પરણવાની ઇચ્છા નહોતી, છતાં પિતાશ્રીએ એકદમ સગપણ કરી નાખ્યું, માટે એમ જ બનવાનું હશે.
પૂજ્યશ્રી–જો તમે બીજી સ્ત્રી નહીં કરત તો તમને બે શક્તિઓ પ્રાપ્ત થાત. શ્રીકૃષ્ણને સોળ હજાર સ્ત્રીઓ (ગોપીઓ) કહેવામાં આવે છે તે બધી શક્તિઓ હતી. હજુ પણ તમારી ઇચ્છા ન હોય તો સગપણ છૂટી જાય. લખનાર–માતા-પિતાના દબાણથી પરણ્યો.
ઘર્મ કરવાથી કર્મમાં ફેરફાર કરી શકાય લખનાર–જ્યોતિષ વિદ્યા ઉપર કેટલો આધાર રાખવો? પૂજ્યશ્રી–તે અચોક્કસ છે. કોઈ વાર ફળે છે ને કોઈ વાર નથી ફળતી.
કોઈનું મરણ સાંભળી વૈરાગ્ય આવવો જોઈએ લખનાર–કોઈ ઘરડો માણસ ગુજરી જાય ત્યારે ગામના લોકો મનમાં કાંઈ પણ ન હોય છતાં દેખાડવાની બુદ્ધિએ રડે છે અને ગામ બહાર ગયા પછીથી બિલકુલ રડતાં બંધ થાય છે, વળી રડતા હોય