________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૬૨
વિવેચન સાંભળવા આશરે ૫૦ માણસો બેઠેલા હતા. સાંભળનાર લોકોને એવું આશ્ચર્ય થયું કે શ્રીમદ્ આઠ વાગ્યાથી વધારે વાર કદી બેસે નહીં અને આજે ભાઇને એવી લય લાગી છે કે એક વાગતા સુધી પણ કંઈ કંટાળો નહીં આણતા બેસી રહ્યા તે તમારી પૂર્વ
પુણ્યાઈનું કામ છે.
અમે આશરે ૫૦ જણ બેઠેલા તેમણે સાત વાગ્યે ભાષણ શરૂ કર્યું. તે છ કલાક ચાલ્યું. તેટલા સુધી સર્વ લોકો તેમના મોઢાં સામું એકદમ જોઈ રહ્યાં. કોઈને ડોક પણ ફેરવવાનો વખત આપ્યો નહીં.
તેમના ઉપદેશથી જીવનમાં તેમની સેવામાં રહેવાનો ભાવ ઊપજ્યો
છેવટમાં ઊઠતી વખતે મારા મનમાં જે અભિમાન હતું તે નષ્ટ થઈને મને એવો પ્રેમ ઉત્પન્ન થયો કે શ્રીમદ્ધે હું મારા શરીરમાં ગોઠવી લઉં કે સદા સર્વકાળ તેમની સેવામાં રહ્યું. એવો ભાવ આવવાથી એકદમ ઊઠીને હું ઊભો થયો અને ભાઈને (શ્રીમદ્ન) બે હાથે છાતીએ દાબ્યા અને કકડીને ભેટ્યો (બાધે બાથ ભરીને) અને એકદમ પાઘડી ઉતારી શ્રીમના બે પગ ઉપર મૂકી તેમના બે પગ પકડીને બે પગનું ચુંબન કર્યું અને વિનંતી કરી કે હવે તમે કૃપા કરીને મને કોઈ પ્રકારે ઉપદેશ કરીને આ ભવભ્રમણમાંથી મુક્ત કરો. તેનો તેમણે કંઈ ઉત્તર આપ્યો નહીં. પણ મને કહ્યું કે તમને સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે આવીને બેસવાની પરવાનગી છે. એવા ઉદ્ગાર સાંભળતાની સાથે મારા મનમાં જે પુત્ર મોઠની ઉદાસીનતા હતી તે એકદમ નષ્ટ થઈ ગઈ. મારી છાતીમાં કાળા ભેદ હતા તે નષ્ટ થઈને એકદમ સૂર્યના તેજ જેવા પ્રકાશ કરવા લાગ્યા. પછી બે-અઢી મહિના સુધી સરખી સંગત રહી. તેમને કાઠિયાવાડ જવાનો પત્ર આવ્યો. તે જે ગાડીમાં બેઠા તે જોઈ મારી આંખોમાં ચોધારાં આંસુ આવ્યાં ત્યારે મને તેમણે કહ્યું કે તમો આટલો બધો શા માટે મોક વધારો છો ? હવે તો તમારી સ્થિતિ મોઢ ઘટાડવાની છે માટે તે ઉદ્યમ કરો.
હમેશાં જ્ઞાનમય પુસ્તકો વાંચવાની ભલામણ
તેઓ મને હમેશાં જ્ઞાનમય પુસ્તકો વાંચવા માટે કહેતા. તેમાંના મણિરત્નમાળા, ભાગવત, દાસબોધ, મોહમુદ્ગર, સુંદરવિલાસ વગેરે હતાં. તે પુસ્તકો ‘નારાયણ હીરાચંદ કાનૂની’ને પણ મેં વાંચવા આપ્યા. તે વાંચીને તેને મા સમાઘાન થયું અને પોતાનો કદાવ્રત છોડી દીો. તે પુરુષ મઠા હોશિયાર વક્તા અને તે મા પંડિત જેવો હતો. તે પોતે પણ પોતાના વિચારનાં પુસ્તકો છપાવતાં હતાં. કાનૂનીને હું બે-ચાર વખત મારી સાથે શ્રીમદ્ પાસે લઈ ગયો હતો. એમની સાથે સંવાદ કરતાં કાનૂનીને એકદમ ધમકાવી નાખ્યા.. તમે આવી વાતો કરવાને યોગ્ય નથી. પછી મને બતાવેલા પુસ્તકો કાનૂનીએ વાંચ્યા બાદ મદ ઓછો થઈ ગયો. અને શ્રીમદ્ પાસે તે હરહમેશાં જતો આવતો થયો. શ્રીમદ્ના મત બાબત મારી પાસે કાનૂનીએ ઘણી વખત પ્રશંસા કરી હતી. તેણે એવું ઠરાવ્યું કે સર્વદર્શનના પુસ્તકો તપાસ્યા વગર ઠાલું અભિમાન કરવું અને આવા પુરુષ સાથે વાદવિવાદ કરવો એ ઘણું અયોગ્ય છે.
આપ વીતરાગ દશા ભોગવો અને વહેવાર કેમ ચલાવી શકો?
એક દિવસ મેં પૂજ્યશ્રીને (પરમકૃપાળુદેવને) પૂછ્યું કે આપ વીતરાગદશા ભોગવો છો અને વહેવાર કેમ ચલાવી શકો છો? ત્યારે તેના ઉત્તરમાં જણાવ્યું કે એમાં શું છે? એ તો સહજ છે. તમો જાજરૂમાં ઝાડે જાઓ છો તેટલા પૂરતી જરૂર રાખી છે. જાજરૂમાં ઝાડે જઈએ છીએ, પણ જાજરૂમાં પ્રેમ રાખી કોઈ બેસવા ઇચ્છતું નથી એવી રીતે જાણવું; તેથી વળગે નહીં.