________________
૧૬૩
શ્રીમદ્ અને મણિલાલ સૌભાગ્યભાઈ
બે ટકા નફો રાખી કિંમત કરવી એક પ્રસંગે કોઈએ શ્રીમદ્ એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, આ તમે લાખો રૂપિયાનો ઘંઘો કરો છો, તે ઘંઘાની અંદર કેટલા વ્યાપારી તમારી પાસે આવે છે તે વેચવાની બુદ્ધિથી આવે છે, અને કેટલાક લેવાની બુદ્ધિથી આવે છે. કોઈ વેચનાર ઘણી આપને આવીને કહે કે આ માલ કેટલી કિંમતનો છે? જે યોગ્ય કિંમત હોય તે મને આપો અને તમો આ માલ લઈ લો, તો આપ કેમ કરો? ત્યારે શ્રીમદે કહ્યું કે આ માલની કિંમત આંકેલી કે બાંધેલી નથી. માટે એ માલની આપણી નજરથી જે યોગ્ય કિંમત લાગે તેમાં આશરે બે ટકા આપણને છૂટે એવું જાણીને આપણે માલની કિંમત કરવી. તે વ્યાજબી કિંમત કરી કહેવાય. તેમાં દોષ લાગે નહીં. લીઘા પછી બજારભાવે તેજી મંદી થાય તો તે કર્મની વાત છેપણ આપણે તેવું ઘારીને લેવું જેથી વધારે નુકસાન થાય નહીં.
તા.પ-ર-૧૯૧૯ વડવા, સંવત્ ૧૯૭૫ના મહા સુદ-૫
શ્રી મણિલાલ સૌભાગ્યભાઈ
સાયલા શ્રી સાયલા નિવાસી ભાઈશ્રી મણિલાલભાઈ સૌભાગ્યભાઈને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે.
શાસ્ત્રમાં કાંઈ ભૂલ હોય તે અમારા આત્મામાં તરી આવે છે સંવત્ ૧૯૪૬માં મોરબી મધ્યે પરમકૃપાળુદેવ અને મારા પિતા શ્રી સૌભાગ્યભાઈ એકવાર વાતચીત કરવા બેઠા. ત્યારે શ્રી સૌભાગ્યભાઈએ જણાવ્યું કે આટલી નાની ઉંમરમાં આટલા બધા શાસ્ત્રો
જ્યોતિષ વગેરેનું જાણપણું તે ક્યાંથી પ્રાપ્ત થયું? કોઈ પૂર્વભવનું હોય છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમો કોઈ વિદ્વાન પાસે ભણ્યા નથી, બાળવયથી નિશાળે બેઠા ત્યારથી જે જે વાંચ્યું હોય તે ધ્યાનમાં રહી જાય છે અને તેનો મર્મ-રહસ્ય સમજવામાં આવે છે. કોઈએ કાંઈ લખાણ કે કવિતા વગેરે કરેલ હોય તે અમારા વાંચવામાં આવે ત્યારે બરાબર ન હોય તો પણ યથાર્થ સમજવામાં આવે છે; જે કાંઈ ભૂલ હોય તે તરી આવે છે.
જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે શાસ્ત્રો વગેરે વાંચતા વિચાર થાય છે કે લખાણ કંઈ છે અને માણસની સમજમાં કંઈ આવે છે. પણ આથી કંઈક અલગ વાત છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું. ત્યારે શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે શું અલગ છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કંઈક ગુરુગમ. તે એ કે જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે; અને તે જાણવા, યોગ્યતા થયે સત્સમાગમથી તથા પૂર્વકર્મ પાતળા પચ્ચે સમજાય છે.
લોકોની વાત પ્રમાણભૂત કરી બતાવી પછી શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે લોકો વાત કરે છે કે આપ જ્યોતિષ વિદ્યામાં બહુ કુશળ છો, માણસોને નજરે જોઈ તેની જન્મતિથિ કહી શકો છો. આગળ પાછળની ભવિષ્યની વાત પણ જણાવી શકો છો; અને તે જણાવેલ હકીકતો બરાબર હોય છે. તો આપશ્રીને એટલું પૂછું છું કે મારી સાયલાની જગ્યા