________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૬૪
કેવી અને કેટલા ઓરડાની છે તે યોગ્ય લાગે તો મને જણાવો. પછી પરમકૃપાળુદેવે બેત્રણ મિનિટ વિચાર કરી જણાવ્યું કે તેમાં કંઈ નવાઈ જેવું નથી. છતાં જાણવા માગતા હો
તો લ્યો આ તમારી જગ્યાનો નકશો.ઉતારી લ્યો તેમ કહી બોલ્યા કે–ચાર ઓરડા, દક્ષિણના બારણા બે, ઉગમણાના બારણા બે, આથમણા બારણાના મોંઢા આગળ ડહેલી અને તે ઘરની જોડે ડહેલું, તેમાં બે ઓરડા વખારના એ રીતે છે.
આપ મહાજ્ઞાની છો. તે વાત સાંભળતા શ્રી સૌભાગ્યભાઈને આશ્ચર્ય થયું કે અહો! કોઈ વખતે જેણે દેશ જોયો નથી, ત્યાં આવ્યા નથી, તેમ અહીંના નજીકનું નામ નથી, છતાં યથાર્થ હકીક્ત જણાવી. તો આ કંઈ જ્યોતિષ વિદ્યા નથી પણ પૂર્વનું જ્ઞાન છે. તેવું મનમાં થયાથી શ્રી સૌભાગ્યભાઈએ ઊભરતા હૃદયે કહ્યું કે આપ મહાજ્ઞાની છો. હવે હું મારા શુદ્ધ અંતઃકરણપૂર્વક કાંઈપણ આપશ્રીથી ભેદ રાખીશ નહીં.
માણસો લબ્ધિઓ ફોરવે પણ તેમાં કંઈ આત્મસાર્થકપણું નથી - જ્યોતિષનું જાણપણું અને મારા મકાનની જગ્યાનો નકશો આપે કહ્યો તે કંઈ જ્યોતિષ વિદ્યા કે કંઈક લબ્ધિ કે કોઈ બીજાં કહી જાય છે એ શી રીતે થયું? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ગૃહજ્યોતિષો
જ્યોતિષ પરથી જોવાય છે, અને માણસની જન્મતિથિ અમો માણસને નજરે જોઈએ છીએ ત્યારે આભાસ પડી આવે છે. તમારી જગ્યાનો નકશો કર્યો તે અમોએ શાંત ચિત્તથી વિચાર્યું એટલે આભાસ પડી આવ્યો; પણ એમાં કંઈ નથી. માણસો લબ્ધિઓ ઉપજાવી શકે છે પણ તેમાં કંઈ આત્મસાર્થકપણું નથી; માટે એમાં અમારું ચિત્ત નથી. જે ખરી વાત છે તે ઉપર જ અમારો લક્ષ છે.
આપના ઉપકારના કારણે આપશ્રીને હું નમવા યોગ્ય છું શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે આપ મને ન મળ્યા હોત તો અમારી માન્યતા આટલે સુધી જ અટકી રહેત. પણ આપ મળ્યા જેથી મને હવે ઘણો લાભ થશે. અને તે ઉપકારના કારણે હું આપશ્રીને નમવા યોગ્ય છું.
સાયલે પઘારી સર્વને ઘર્મનો રંગ લગાડો શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવને જણાવ્યું કે આપશ્રી સાયલે પધારવા કૃપા કરો અને ગોથળીયાની જે માન્યતા છે તે યથાર્થ નથી તેની ખાતરી કરાવો. અને આજના સમય પ્રમાણે સહુને અષ્ટાવઘાન વગેરે જણાવો તથા જન્મોત્રીઓ વગેરે જોઈ આપો. વળી મારા ભાઈ કાળુભાઈ છે તેઓને સત્યઘર્મ બાબતનું કંઈ લક્ષ નથી તો આપ કંઈક રસ્તે લાવો. વળી મારી કાકી તથા મણિલાલની માતાજીને પણ કંઈક ઘર્મની લેશ્યા આવે અને આપશ્રી પ્રત્યે વિશ્વાસ થાય એટલું થાય તો ઠીક છે. કારણ કે ઘરના વૈદની પ્રતીતિ આવવી બહુ મુશ્કેલ, તેથી આટલું કરવાની જરૂર છે. પછી પોતે સાયલે પધારવાની હા પાડી પણ શ્રી વવાણિયે જઈને આવ્યા પછી શ્રી સાયલે સાથે જઈશું એમ જણાવ્યું.
આ કુંડળી તો લલ્લુભાઈની છે ત્યારપછી સંવત ૧૯૪૬ના આસો માસમાં શ્રી સાયલે પધાર્યા. અને ઉપરની અરજ પ્રમાણે સર્વેને લાભ આપ્યો હતો. ગોશળીયાને પણ થોડા અંશે તે વખતે લાભ થયો હતો. જે ઓરડામાં શ્રી લલ્લુભાઈ