________________
૧૬૫
શ્રીમદ્ અને મણિલાલ સૌભાગ્યભાઈ રહેતા તે ઓરડામાં પરમકૃપાળુદેવને સૂવા-બેસવાનું અનુકૂળ આવતું હતું. શ્રી લલ્લુભાઈને
જ્યોતિષનો તથા જંતર-મંતરનો શોખ વધારે હતો અને તેવા કેટલાક પુસ્તક પાના ભેગા કરેલા હતા, તે પરમકૃપાળુદેવે જોયા. તેમાં શ્રી લલ્લુભાઈની જન્મકુંડળી મથાળા વગરની હતી તે જોવામાં આવી; તે જોતાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે આ કુંડળી તો લલ્લુભાઈની છે. પછી પાના ફેરવતા લલ્લુભાઈના અસલ નામવાળી કુંડળી નીકળી. તે મેળવતા બરાબર છે એમ સર્વેને ખાતરી થઈ હતી.
પરમકૃપાળુ દેવે કહ્યું-અમારે તેવું કંઈ માન જોઈતું નથી મને તે વખતે પરમકૃપાળુદેવ શ્રી ખંભાત સાથે તેડી ગયા. ત્યાં દિન ૬ રહ્યા હતા. ખંભાતમાં પૂ.શ્રી અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ, છોટાભાઈ વગેરે મુમુક્ષુઓ આવતા તથા મુનિશ્રી લલ્લુજી પાસે પધારતા ત્યારે હું સાથે જતો. ઉપાશ્રયે મુમુક્ષુઓ આવતા. તથા મુનિશ્રી લલ્લુજી સ્વામી પાટ ઉપરથી ઊતરી નીચે બેસતા. ત્યારે પરમકૃપાળુદેવ તેઓશ્રીને પાટ પર બેસવાનું જણાવતા અને અમારે કાંઈ તેવું માન જોઈતું નથી એમ કહી અટકાવતા. પણ મુનિશ્રી લલ્લુજી સ્વામી જાણપણાવાળા મુમુક્ષુઓ હાજર હોવા છતાં લજ્જા પરિષહની દરકાર રાખ્યા વિના પ્રેમભાવથી લાભ લેતા હતા. ત્યાંથી પરમકૃપાળુદેવની સાથે હું મુંબઈ ગયો હતો.
આખું જગત નાટકરૂપ જ છે એક વખતે મેં પરમકૃપાળુદેવને જણાવ્યું કે આજે મારે નાટક જોવા જવું છે. ત્યારે પરમકૃપાળુદેવે બારી આગળ લઈ જઈ મને જણાવ્યું કે જુઓ આ કર્મના ફળરૂપ અસલી નાટક. આ ગાડી ઘોડામાં માણસો બેઠેલા છે, ગરીબો માગી ખાનારા દેખાડ્યા. વળી ગરીબ માંદા બેઠેલા તે દેખાડ્યા અને કહ્યું કે જે જે કર્મ કરેલ તે પ્રમાણે જીવો ફળ ભોગવે છે. આ બધું નાટક છે. કોઈ જાનવર વગેરે માંદા, દુઃખી અનેક વ્યાધિથી પીડાતા, માર ખાતા, અસહ્ય વેદના ભોગવતા જોઈએ છીએ. વળી ઉપરથી માણસ સુખી દેખાય, આબરૂદાર હોય પણ તેને દેવાનું દુઃખ હોય, દીકરી દીકરી પરણાવવાનું દુઃખ હોય, આજીવિકાનું દુઃખ, કટુંબાદિકનું દુઃખ, સ્ત્રી પુત્રનું દુઃખ હોય; એ જે દુઃખ પીડા અંતરથી વેદાય, તે કંઈ ઓછી નથી. આ સર્વે નાટક છે.
રોજ વાંચવા વિચારવા માટે વચનાવલી આપી પરમકૃપાળુદેવ સાયલે પઘાર્યા ત્યારે મેં જણાવ્યું કે હું રોજ વાંચી વિચારું તેવું કંઈ કહો. તે ઉપરથી પોતે ખડિયો કલમ મંગાવી એક નાની બુકમાં થોડા વાક્યો લખી આપેલ તે ૧૪ હતા. તે શ્રીમદ્રાજચંદ્ર પત્રાંક ૨૦૦ (વચનાવલી) છે.
આ વચનાવલી છે તે કૃપાળુદેવે સોભાગભાઈને લખી છે. સોભાગભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખી આપવા માગણી કરી હતી ત્યારે કૃપાળુદેવે આ નાનાં નાનાં વાક્યો લખી આપ્યા.”
ઓઘામૃત ભાગ-૨ (પૃ.૪૬) નિશ્ચયને લક્ષમાં રાખી ભક્તિભજન કરવા જોઈએ. શ્રી ગોશળીયાને ઘણી રીતે શ્રી સૌભાગ્યભાઈ સમજાવતા, પણ ગોશળીયા એક નિશ્ચયને જ ગ્રહણ કરતા, વ્યવહારને ગણતા નહીં. તે ઉપરથી સૌભાગ્યભાઈએ શ્રી પરમકૃપાળુદેવને નડિયાદ પત્ર લખ્યો.