________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૬૬
તેમાં જણાવ્યું કે ગોપળીયાને ઘણી રીતે સમજાવતા છતાં એક નિશ્ચયની વાત છોડતા નથી અને વ્યવહારને ઉથાપી નાખે છે; પણ નિશ્ચય લક્ષમાં રાખી વ્યવહારને સાથે
જોડવો જોઈએ તે માટે કોઈ રીતે સમજી શકે તેમ ખુલાસાથી કંઈક લખી મોકલાવો તો વંચાવું, તેવા મતલબનો પત્ર લખેલ. થોડાક વખત પછી શ્રી આત્મસિદ્ધિની એક નકલ પૂજ્ય શ્રી અંબાલાલભાઈના હાથની લખેલી શ્રી સાયલે મોકલાવી આપી હતી. સાથે પત્રમાં જણાવેલ હતું કે આ આત્મસિદ્ધિશાસ્ત્ર બીજાને નહીં વંચાવતા શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીને વિચારવા યોગ્ય છે.
શાસ્ત્રો વાંચવાની આજ્ઞા અત્રે વાળાને પુસ્તકો વાંચવાની નીચે પ્રમાણે આજ્ઞા કરેલ – (૧) શ્રી યોગવાસિષ્ઠ (૨) પદર્શન સમુચ્ચય
શ્રી ગોશળીયાને કર્મગ્રંથ વાંચવા આજ્ઞા કરેલ. મને શ્રી સમયસાર વાંચવાનું શ્રી સોભાગભાઈએ કહ્યું તે વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું કે હાલ યોગવાસિષ્ઠના બે પ્રકરણ અને પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સારી રીતે વિચારવી, પછી શ્રી સમયસાર વાંચવા જણાવ્યું. તે વિષે શ્રી સોભાગભાઈને મેં પૂછ્યું કે આનું શું કારણ? તો શ્રી સોભાગભાઈ કહે કે એકાંત નિશ્ચયમાં ન તણાઈ જવાઈ માટે એમ આજ્ઞા કરેલ છે.
સંવત્ ૧૯૬૯ના માગસર વદ ૦))ના દિવસે ઉતારો કરેલ છે.
શ્રી મોતીચંદ ગિરધરભાઈ કાપડિયા
મુંબઈ એવું બોઘદાયક વિવેચન મેં કોઈની પાસે સાંભળ્યું નથી શ્રીમદ્ સાથેનો પ્રથમ પરિચય મુંબઈ મેટ્રિકની પરીક્ષા આપવા આવેલો, ત્યારે શાંતાક્રુઝમાં શેઠ ત્રિભુવનદાસ ભાણજીને બંગલે થયો હતો. ત્યારે તેઓશ્રીએ મને પૂછ્યું કે ઘાર્મિક શું વાંચો છો? મેં કહ્યું – “જીવવિચાર તથા નવતત્ત્વ.” શ્રીમદ્જીએ કહ્યું કે જીવવિચારની પહેલી ગાથા બોલો. મેં ગાથા કહી. ત્યારે તેના અર્થ કરવા કહ્યું. હું શબ્દાર્થ કરી ગયો. પછી એ ગાથા પર શ્રીમદે અર્થો-પોણો કલાક વિવેચન કર્યું, એવું બોઘદાયક વિવેચન મેં હજુ સુધી કોઈની પાસે સાંભળ્યું નથી. એ રીતે અમારા પરિચયની શરૂઆત થઈ હતી.
એક જૈનનું પ્રામાણિકપણે જજ કરતા ઓછું તો ન જ હોવું જોઈએ એક પ્રસંગે સાંજે વાળુ કરીને શેઠ ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમાન્ રાજચંદ્ર બેન્ડ સ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. ત્યાં કેટલીક ઘર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસભાઈએ પ્રશ્ન કર્યો “એક જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ?”
તેના જવાબમાં શ્રીમદ્ રાજચંદ્ર હાઈકોર્ટનો બુરજ દેખાડી કહ્યું કે “પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને