________________
૧૬૧
શ્રીમદ્ અને નાનચંદભાઈ
મારા માણસોને કહું છું કે મારે બે દિવસ માટે કોઈ શાંતિના સ્થળે જવું છે એટલે કોઈને ખબર પડશે નહીં, અને રાતની ગાડીમાં જવાનું નક્કી કર્યું.
મેં તેમને કહ્યું કે હાલ મુંબઈમાં પ્લેગ જબરો ચાલે છે, માટે મારા વડીલ ભાઈ મોતીચંદભાઈને પૂછીને રજા લઉં. મોટાભાઈને પૂછતાં તેઓએ સાફ ના કહી કે મુંબઈમાં પ્લેગના કેસ રોજના ૩૦૦-૪૦૦ થાય છે માટે બિલકુલ જશો નહીં, અને મહારાજશ્રીને કહેવડાવ્યું કે અમારો નાનચંદ ગાંડીઓ ને ભોળો છે માટે તેમને ભંભેરીને ક્યાંય જવા દેશો નહીં. તે ઉપરથી અમે મુંબઈ જવાનું બંઘ રાખ્યું.
શ્રીમદ્ભી જાણકારી મળી ત્યારપછી પૂનામાં પ્લેગનું જોર શરૂ થયું. અમે અમારા ઘરના સર્વે મુંબઈ રહેવાને ગયા. ત્યાં થોડા દિવસમાં મારો ચિ.રતનચંદ ૨૫ વર્ષની હાર્ટ ડીસીઝના રોગથી ગુજરી જતાં ઉપર લખ્યા પ્રમાણે મારી સ્થિતિ ભ્રમિત હતી. તેથી મારા કુટુંબીઓને ઘાસ્તી બહુ હતી કે નાનચંદ ગાંડો થશે કે નાસી જશે. માટે મારા ઉપર ઘણો જાપતો રાખતા હતા, પણ મારી આત્મિક શી સ્થિતિ હતી તે જાણવાની મારા કુટુંબીઓની શક્તિ ન હતી. હું તો ધ્યાનમાં ને ધ્યાનમાં વિચાર કરતો ગામમાં ફરતો હતો. તે વખતે અમો જે ઘરમાં રહેતા હતા તેના નીચે જ રતનજી વીરજીના નામની દુકાન હતી. ત્યાં મેં શ્રીમદ્ભા નામની તપાસ કરી કે અહીં કોઈ રાયચંદ્રભાઈ કવિ રહે છે? તેમણે કહ્યું કે આ દુકાન તેમની જ છે. અને અહીં તેઓ દિવસમાં એક-બે વખત આવે છે. પછી તેમણે શ્રીમદુને જણાવ્યું કે પૂનાના એક ગૃહસ્થ મળવા ઇચ્છે છે. તે ઉપરથી રાયચંદ્રભાઈને પૂછી તેણે અમને જણાવ્યું કે સાંજના ૬ થી ૮ વાગ્યા સુધીમાં મળવું, પછી મળવાનો ટાઈમ નહીં મળે; કારણ પછી દુકાન બંધ કરીને ગિરગામ રહેવા જાય છે.
તેમના સમાગમથી પૂછવાના પ્રશ્નોનું આપોઆપ સમાધાન તેથી હું સાંજના કાને આશરે તેમને મળવા ગયો. સાથે રતનજી વીરજીના માણસને લઈને ગયો. હું પરગામનો છું જાણી મને આવકાર દઈને જોડે બેસાડ્યો, પણ મારી અજ્ઞાનતાને લીધે, અભિમાન અને અહંકારને લીધે હું માનતો હતો કે મારા આગળ એ ઘર્મ સંબંઘી શું બોલી શકશે? મોટા મોટા મુનિરાજો પણ મારા પ્રશ્નોનું સમાધાન કરી શક્યા નહોતા તો આ તો મારા આગળ એક નાના છોકરા જેવા છે. શ્રીમદે પોતે ઘણી ઘીરજથી અને સરળતાથી પ્રેમાળ ભાષાએ મને પૂછ્યું કે તમે કંઈ વાંચ્યું છે? કંઈ જાણ્યું છે? તો હું એમ કહું છું કે મારા વડીલના પુણ્યથી મેં એમને સરળ જવાબ ન આપ્યો કે મેં વાંચ્યું નથી, તેમ જાયું નથી. તેથી ઠીક થયું, નહીં તો મારી ઉંમર વર્ષ ૫૫ની હતી અને હું ફજેત પામત; કારણ કે હું કંઈ જાણું નહીં અને વાંકાચૂંકા પ્રશ્ન કરીને મૂરખ બનત. પણ તેમણે મારા ઉપર કૃપા કરીને પાસે થોડાં પુસ્તક પડેલા હતાં તેમાં “સુંદર વિલાસ' નામનું એક પુસ્તક હતું તે તેમણે એકદમ હાથમાં લઈને વાંચવું શરૂ કર્યું. બે ત્રણ લીટીઓ વાંચીને તે વાતનું વિવેચન કરવા લાગ્યા. તે વિવેચન કરવામાં મારા મનના જે કંઈ સંદેહ અને પૂછવાના પ્રશ્નો હતા તે તેજ વખતે ખુલાસા થઈને સમાઈ ગયા. તે બાબત મારા મનથી પૂછવાનું કંઈ બાકી રહ્યું નહીં અને જે અભિમાન હતું તે નષ્ટ થઈ ગયું.
સાંજે સાતથી રાત્રે એક વાગ્યા સુધી શ્રીમદનું ભાષણ ૮ વાગે ઊઠવાનો ટાઈમ હતો તે રાતના બારથી એક વાગી ગયો, પણ તેની ખબર પડી નહીં. તે
છે
,
,..