________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
હે જીવ શું અહંકાર કરે, એક પૈસામાં વેચાયો છું
મને વિચાર થયો કે શ્રી પરમકૃપાળુદેવે ડૉક્ટર સાહેબને શા હેતુથી દાતણ બતાવરાવ્યા હશે? વિચાર કરતાં મને એમ લાગ્યું કે જીવને અહંકાર થતો હોય કે હું આવો છું તો હે જીવ, જરા વિચાર કર કે એક પૈસામાં તું વેચાયો છું. માટે અહંકાર કરીશ નહીં. ફરતાં ફરતાં પણ ગાથાઓની ધૂનમાં
આગાખાનના બંગલે સવારમાં રસોડાના ઓટલા ઉપર ફરતા હતા અને ગાથાઓ બોલતા હતા. ઓટલો મોટો હતો.
૩૨૨
આઠમ ચૌદશની તિથિએ એક વખત જમવું
એકવાર મને પરમકૃપાળુદેવે જણાવ્યુ હતું કે આઠમ-ચૌદશની તિથિએ એક વખત જમવું એવી આજ્ઞા ફરમાવી હતી.
એક દિવસ મેડા ઉપર કૃપાળુદેવ એકલા ગાદી ઉપર બિરાજ્યા હતા. હું કંઈ કારણસર ઉપર ગયો. દર્શન કરી પાછો વળ્યો. થોડા વખત પછી કૃપાળુદેવ મુંબઈ ભણી પધાર્યા.
ગાડીમાં છેલ્લો પ્રત્યક્ષ સમાગમ અને છેલ્લા જ દર્શન
થોડા દિવસો પછી તિથલથી વળતાં શ્રી પરમકૃપાળુદેવે શ્રી પોપટભાઈ તથા શ્રી પુંજાભાઈને નડિયાદ તેડાવ્યાં. ત્યાંથી પોતે રાજકોટ ભણી પધારવાના છે એવા સમાચાર મળતાં અમે સ્ટેશન ઉપર ગયા હતા. શ્રી ગંગાબહેન પણ હતા. ગાડી આવી, અમે દર્શન કર્યા. ગાડી ઉપડતાં અમે બન્ને જણ હું તથા નગીનભાઈ સેકન્ડ ક્લાસની ટીકીટ લઈ અંદર જઈ બે હાથ જોડી તેઓશ્રીની સન્મુખ ઊભા રહ્યા. પછીથી નીચે બેઠા. અમે સાણંદ સુઘી જવાનું ઘાર્યું હતું, કેમકે ત્યાં આવતી ગાડીનો ક્રોસ થાય છે એટલે ત્યાંથી પાછા વળીશું. એ રીતે સાથે ગયા હતા. સાણંદ સ્ટેશન આવ્યું. અમે બન્નેએ શ્રી કૃપાળુદેવને નમસ્કાર કર્યા, અને ગાડીમાંથી ઊતરવા જતા હતા ત્યાં પોતે જણાવ્યું કે અહીં સુધી જ? મેં કહ્યું—હા, સાહેબ. ગાડીનો ક્રોસ અહીં થાય છે. નીચે ઊતરતી વખતે નજર કરી તો પરમકૃપાળુદેવની મુખમુદ્રા એટલી બઘી વૈરાગ્યમય જણાતી હતી કે તેવી ઉદાસીનતા મેં કોઈ વખત જોઈ નહોતી. તેમને મન તો સ્પષ્ટ હતું કે આ જીવો હવે આ દેહે દર્શન નહીં પામે. આ મારો છેલ્લો પ્રત્યક્ષ સમાગમ અને છેલ્લા જ પ્રત્યક્ષ દર્શન હતા. ઉતારો કરાવ્યો સંવત્ ૧૯૬૯ના વૈશાખ વદ ૧૩ને રવિવારે.
શ્રી જેસંગભાઈ ઊજમશીભાઈ
અમદાવાદ
શ્રીમાન્ રાજચંદ્ર અપરનામ શતાવધાની કવિશ્રી રાયચંદ્ર ૨વજીભાઈ મહેતાનો સમાગમ મને ક્યારે થયો અને શું સંજોગોમાં થયો, તે મને કેવા લાગ્યા અને તેની મારા ઉપર શી અસર થતી ચાલી ઇત્યાદિ ઘણા પ્રેમી ભાઈઓની જિજ્ઞાસા થતાં તે અંગે મને જે કંઈ સ્મરણો રહ્યા છે તે અત્રે નિવેદન કરું છું :શ્રીમદ્ રાજચંદ્રને મારા ૫૨મ સદ્ગુરુ તરીકે માનું છું
શરૂઆતમાં જ જણાવી દઉં છું કે શ્રીમદ્ રાજચંદ્રની એક મહાન તત્ત્વજ્ઞાની અને પરમ સત્પુરુષ