________________
૩૨૪
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રી જૂઠાભાઈ શ્રીમન્ને યથાવત્ ઓળખી ગયા નાનાભાઈ સ્વ.જૂઠાભાઈને એમની સારસંભાળ લેવાનું મેં સુપરત કરી દીધું. જૂઠાભાઈ
એમને યથાવતુ ઓળખી ગયા. જૂઠાભાઈ પણ નિઃસંશય પૂર્વના સંસ્કારી હતા એ તે વેળાએ ન સમજાયું. જૂઠાભાઈમાં વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન તીવ્રપણે પરિણમ્યાં. અતિ અલ્પ વય, પણ કુટુંબ મોહને લઈને તેમજ લઘુભાઈ એમ માનને લઈ અમે ન જાણી શક્યા. સમ્યક જ્ઞાનની નિકટ થવામાં જીવને નિસંદેહ મોહ જ અટકાવે છે, પછી તે મોહ કુટુંબનો હો, ભાઈનો હો, પિતાનો હો, ગુરુશિષ્યનો હો, પતિપત્નીનો હો, ઘર્મનો હો, ગમે તે હો–પણ તે મોહ જ્ઞાનમાં અંતરાય આણે છે. પણ સત્ પ્રતિનો, પ્રભુ પ્રતિનો, સાચા ઘર્મ પ્રતિનો મોહ એકપક્ષી હોવાથી શ્રી ગૌતમસ્વામીને શ્રી મહાવીર પ્રભુપ્રતિ જેમ, શ્રી રાજીમતીને શ્રી નેમિનાથજી પ્રતિ જેમ, કોસા વેશ્યાને શ્રી સ્થૂલિભદ્રજી પ્રતિ જેમ જીવને નિર્મોહી કરવામાં કારગત (કાર્યકૃત) થાય છે, પણ તે “સત્ય” પ્રતિનો જ હોય તો. “અસ” હોય તો મોહવૃદ્ધિનું જ અને બેવડાં બંઘનનું કારણ થાય છે. એઓ (શ્રીમ) તો જાણે જૂઠાભાઈને પમાડવા' નિસ્તારવા પઘાર્યા હોય એમ થયું. આ વાત સં.૧૯૪૪ની સાલની છે.
શ્રીમદ્ભા પવિત્ર સમાગમે જીવન સફળ કરી ગયા જૂઠાભાઈના પત્ની પણ સંસ્કારી હતા. સ્વાર્થી કુટુંબબંઘન અને માનાદિ યોગે તેને પણ શરૂઆતમાં ઓળખી ન શક્યાં. જૂઠાભાઈ ૨૩ વર્ષની અલ્પ વયમાં, ઊગતી જુવાનીમાં જૂઠા દેહને છોડી ચાલી નીકળ્યાં (સં.૧૯૪૬). પણ એ અલ્પ વયમાં પરમ સત્યુરુષ શ્રીમદ્ભા પવિત્ર સમાગમે જીવન સફળતા પામી ગયા.
શ્રીમદ્ભી કરુણાભરી જ્ઞાનામૃત વાણીથી અવ્યક્ત બીજારોપણ થયું - શ્રીમનું વઢવાણ કેમ્પમાં કદાચ એકાદ દિવસ ભક્તિશાળી ભાઈઓની વિનંતીથી તેમના પ્રતિ અનુગ્રહ અર્થે રોકાવાનું થતું તો તેઓ ઘણું કરી લીંબડીના ઉતારામાં ઊતરતા. ત્યાં મને તેમના સમાગમનો લાભ શરૂ થયો. તેમની નિષ્કારણ કરુણાભરી જ્ઞાનામૃત વાણીથી મારા ઉપર અવ્યક્ત અસર થતી ચાલી, બીજારોપણ થયું. સાથે જમવા-જમાડવાનો સંબંઘ તો ચાલુ હતો. આ પ્રસંગોપાત્ત સં.૧૯૫૧-૫૫૩માં ચાલ્યું.
શ્રીમદે કહ્યું-આ કાળે અમે પરમશાંતિ અનુભવીએ છીએ સંવત્ ૧૯૫૫માં શ્રીમદ્ અમદાવાદ પઘારેલ ત્યારે સમાગમ લાભ થયેલ, પણ યથાવત્ પિછાણેલ નહીં, એટલે પૂર્ણ લાભ નહીં પામેલ. તે વખતે એક પ્રશ્ન એવો કરેલ કે સાહેબ, આ કાળે કેવળજ્ઞાન આ ક્ષેત્રે હોય? ઉત્તરમાં તેઓએ પ્રકાશેલ કે પરમશાંતિ અનુભવીએ છીએ.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચનથી શ્રીમદ્ભી સાચી ઓળખાણ થઈ ત્યાર પછી ત્રણ-ચાર વર્ષે તેમના વચનામૃતો આદિ પવિત્ર ઉપદેશ સંબંધી અને સિદ્ધાંતિક કૃતિઓ “શ્રીમદ્ રાજચંદ્ર'નામના ગ્રંથરૂપે પ્રસિદ્ધિ પામી. આવરણયોગે શરૂઆતમાં તો તે વચનોના વાંચનમનનથી હું વંચિત રહ્યો. સં.૧૯૬૧-૬૨માં એ વચનોની ઝાંખી થઈ ત્યારે પડલ ઊઘડ્યા. વાંચતા પ્રેમભક્તિએ ઉછાળો માર્યો. હયાતીમાં યથાવત્ ઓળખી-કળી ન શક્યો એ ખેદ થયો જે હજી પણ વર્તે છે.