________________
૩૨૩
શ્રીમદ્ અને જેસંગભાઈ
તરીકેની છાપ મારા ચિત્તપટ પર પડી છે, એનું પરમ સત્પરુષપણું ઉત્તરોત્તર વિશેષ / દૃઢ થતું જાય છે. અને એને હું મારા પરમ સદ્ગુરુ તરીકે માનું છું. શ્રી જિનનો મૂળ માર્ગ ) એણે પ્રકાશ્યો છે અને એ પ્રાપ્ત કરવા વીતરાગતાનો એણે જે બોઘ કર્યો છે તે જેમ જેમ ફરી ફરી વાંચીએ, વિચારીએ છીએ, તેમ તેમ તેમના પર પૂજ્યભાવ અને પ્રેમભક્તિ વિશેષ વિશેષ સુરે છે. એ પ્રેમભક્તિનો પ્રેર્યો હું ઘણાઓને એકાંત હિતબુદ્ધિથી તેમના પ્રતિ જિજ્ઞાસા કરાવું છું; એવા જિજ્ઞાસુઓને તેમના તત્ત્વજ્ઞાનના વચનામૃતોનું પાન કરવા સપ્રેમ પ્રેરતો રહ્યો છું. અરે! કોઈ અમૃત પીઓ, રે! કોઈ અમૃત પીઓ! એ પરમપુરુષે અમૃતનો પ્રવાહ વહેવડાવ્યો છે. તથાસ્તુ!
શ્રીમન્ની ઘર્મ તત્ત્વજ્ઞાન ભરી વાણીથી ઘણા આકર્ષાયા શ્રીમદ્ મૂળ વવાણિયાના વતની, જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક અને કુલઘર્મ સ્થાનકવાસી જૈન, તેમની વય આ વખતે ૧-૧૭ વરસની, વવાણિયા, મોરબી પાસેનું મોરબી તાબાનું એક બંદર એટલે શ્રીમદ્ગ મોરબી આવવું થતું. મૂળથી સંસ્કારી, પૂર્વના પ્રબળ આરાઘક શ્રીમન્ના જ્ઞાનના આવરણો ઘણા ઓછા થયેલા. હૃદય સરળ અને સારગ્રાહી બુદ્ધિ એટલે અલ્પ સમયમાં ઘણું સારભૂત ગ્રહણ કરી લેતા. સ્કૃતિ અને ક્ષયોપશમ તીવ્ર એટલે ઘણા સૂત્રો, જુદાં જુદાં દર્શનો, તત્ત્વજ્ઞાનનો બોઘ અલ્પ સમયમાં ગ્રહણ કરી લીધો. આ વયમાં મોક્ષમાળા રચી, મોરબી અને અન્ય સ્થળે અનેક અવઘાનો કરી જ્ઞાન ઉપરનાં આવરણો ઓછા થઈ શકે છે એ બતાવ્યું. મોરબી સ્થાનકના ઉપાશ્રયમાં અવઘાન કર્યા, ઘર્મ તત્ત્વજ્ઞાનભરી તેમની વાણીથી ઘણા આકર્ષાયા, ઘણાને હેરત (આશ્ચર્ય) ઊપજ્યુ. કુળ-સંપ્રદાય સાઘર્મીઓને મોહ થયો કે આ તો અમારો એક અવતારી. શ્રીમદ્ તો મોહમમત્વ ન હતાં, એ તો સત્ય તત્ત્વ-ગવેષક, તત્ત્વનિષ્ઠ હતા. આત્માર્થ, સત્યાર્થ તે પોતાનું, એવી ભાવનાવાળા હતાં, એટલે વિશાળહૃદયી, મધ્યસ્થભાવી, સરળ સ્વભાવી, સમ્યક મનોયોગવાળાં હતા. બઘા ઘર્મવાળાઓને થતું કે આ તો અમારા છે; અમારા હોય તો સારું. કુળ ઘર્મસંપ્રદાયવાળાઓએ તો પોતાના જ માની લીધેલા. ઉપર જણાવેલ ભાઈ વનેચંદ દફતરી, શિવલાલ સંઘવી વગેરેએ શ્રીમન્ને પોતાના ગણ્યા, પણ તે ઘર્મમોહને લઈને, અને એમ શ્રીમદ્ પ્રતિ ઘણી લાગણી દાખવી શ્રીમદ્ સ્નેહી કર્યા. પોતાના ઘર્મના અવતારી તરીકે “સાક્ષાત્ સરસ્વતી નામની ચોપડી પણ રચાવી.
આપણા ઘર્મમાં આ અવતારી પુરુષ છે મોક્ષમાળા' છપાવવા શ્રીમદ્ અમદાવાદ આવવું હતું. અમદાવાદથી એ અપરિચિત હતા. વનેચંદભાઈએ મારા પર ભલામણ પત્ર લખી આપેલ, તે લઈ શ્રીમદ્ અમારી પાસે આવેલ. તેમાં શ્રીમદ્ભી શક્તિના ઘણા ગુણાનુવાદ કરેલ, તેમ આપણા ઘર્મમાં (કુળ સંપ્રદાય સ્થાનકવાસી જૈનઘર્મમાં) આ અવતારી પુરુષ છે, એની ચાકરી બરદાસ (તજવીજ) કરવા જણાવેલ. શ્રીમદ્ અમારે ત્યાં તો ન ઊતર્યા, જમવા પઘારેલ. દુકાન આગળ કેટલીક ઘર્મચર્ચા, કાવ્યશક્તિ બતાવેલ, પણ એમને ઓળખવાનું, એમની શક્તિનો તોળ કરી તેનો લાભ લેવાનું સામર્થ્ય મારામાં નહોતું. હું વ્યવસાયમાં ગૂંથાયેલો હતો. તેમજ મને જે કાંઈ ઘર્મપ્રેમ હતો તેમાં કુળ સંપ્રદાયગત ઘર્મમોહનું મિશ્રણ વઘારે હતું એટલે એમને તે વખતે ન ઓળખી શક્યો.