________________
૨૮૪
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો 6ી શોથી
શોઘી હું સાહેબજી પાસે ગયો અને જણાવ્યું કે નડિયાદ અને ઉત્તરસંડાની વચ્ચે સીમાડામાં એક બંગલો છે તે એકાંત સ્થાનમાં છે; તેની ગોઠવણ કરી છે.
સાહેબજી સાથે વસોથી ભાઈશ્રી અંબાલાલભાઈ, ભાઈશ્રી લહેરાભાઈ અને હું તે બંગલે પધાર્યા. બીજા પણ કેટલાંક ભાઈઓ સાથે આવતા હતા પણ પરમકૃપાળુદેવે ના જણાવી હતી.
ફરી દર્શનલાભ ન થાય ત્યાં સુધી બ્રહાચર્યવ્રતા ભાઈશ્રી અંબાલાલભાઈ આ સ્થળે એક પખવાડિયું રોકાયા હતા અને ભાઈશ્રી લહેરાભાઈ લગભગ દસેક દિવસ રોકાયા હતા.
સાહેબજીની તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી શ્રી અંબાલાલભાઈ જે રસોઈનો સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા તે બધું પાછું લઈ જવાની આજ્ઞા કરી હતી. જેથી હું એક ગાડું જોડાવી લાવ્યો. તેમાં તમામ સરસામાન ભરી, ભાઈશ્રી અંબાલાલભાઈ, સાહેબજીના દર્શન કરી રવાના થયા. દર્શન કરી જતી વખતે તેઓશ્રીએ પોતાના મન વિષે એવો નિયમ ઘારણ કર્યો કે ફરીથી દર્શનનો લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યવ્રત પાળીશ.
સાહેબજીએ પોતા માટે કોઈ રખાવ્યું નહીં સાહેબજીની પાસે હવે હું એકલો જ રહ્યો. સાહેબજીએ પોતાને સૂવા માટે પાથરવાનું બિલકુલ રખાવ્યું નહોતું. મેં મારા માટે સૂવાનું એક ગાદલું તથા ઓઢવાનું સાધન અને એક લોટો રાખ્યો હતો. તે સિવાય બીજું કાંઈ રાખ્યું નહોતું.
આગ્રહથી ગાદલું મૂક્યું પણ રાત્રે ભોંય ઉપર જણાયું સાહેબજીને સૂવા માટે હીંચકા પર મેં મારા માટે રાખેલું ગાદલું બિછાવ્યું હતું. સાયંકાળે સાહેબજી એકલા ફરવા માટે પઘાર્યા હતા. ત્યાંથી આશરે સાડા દશ વાગે પાછા ફર્યા ત્યારે મને જણાવ્યું કે આ ગાદલું ક્યાંથી લાવ્યા? મેં કહ્યું કે મારા માટે રખાવ્યું હતું તે પાથર્યું છે. સાહેબજીએ જણાવ્યું કે “તમે ગાદલું લઈ લો.” મેં ઘણા જ આગ્રહપૂર્વક તે ગાદલું રાખવા વિનંતી કરી. જેથી સાહેબજીએ તે ગાદલું રહેવા દીધું; તેથી મારા મનને ઘણો જ સંતોષ થયો, આનંદ થયો.
થોડીવાર પછી હું તપાસ કરવા આવ્યો ત્યારે ગાદલું હીંચકા પરથી નીચે ભોંય પર પડી ગયેલું જણાયું, પરંતુ ફરીથી પાથરવા માટે કહી શક્યો નહોતો.
સાહેબજીને રાત્રે ઘોતિયું ઓઢાડ્યું હું પ્રથમ સાહેબજી પાસે સૂતો હતો, પરંતુ ત્યાં મચ્છરાદિ જીવો ઘણા જ કરડવાથી હું અંદર સૂવા માટે ગયો હતો. સાહેબજીને મચ્છરો કરડતા હશે તેવા વિચારથી અંદરથી ઘોતિયું કાઢી લાવ્યો અને તે ઘોતિયું સાહેબજીને ઓઢાડી પાછો હું અંદર જઈ સૂઈ ગયો.
રાત્રે પણ સાહેબજી ગાથાઓની ધૂનમાં ભાઈશ્રી અંબાલાલભાઈએ અત્રેથી જતી વખતે મને ભલામણ કરી કે રાત્રિએ બે ત્રણ વખત ઊઠીને સાહેબજીની સંભાળ રાખજો. તેથી હું સૂતા બાદ આશરે દોઢ કલાક પછી ઊઠીને સાહેબજી પાસે ખબર લેવા માટે આવ્યો. ત્યારે સાહેબજી ગાથાઓની ધૂનમાં હતા અને ઘોતિયું ભોંય પર પડી ગયેલું હતું.