________________
૨૮૩
શ્રીમદ્ અને મોતીલાલ
કહ્યું હાજી આવ્યો છે. પત્રમાં ગાથા સિવાય લખનારનું કંઈ નામ ઠામ છે નહીં એમ કહી તે પત્ર મેં મહારાજ સાહેબને આપ્યો અને પૂછ્યું કે આ પત્ર લખનાર કોણ હશે? ત્યારે મહારાજ સાહેબે કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં. બે ત્રણ વાર ફરી પૂછવાથી તેમણે કહ્યું કે આગળ ઉપર જણાવીશું.
ગ્રંથ વાંચનથી વૃત્તિઓમાં ફેરફાર એકવાર મુનિશ્રીને મેં કહ્યું કે મારે વાંચવા વિચારવા યોગ્ય ગ્રંથને માટે આપશ્રી આજ્ઞા આપો. ત્યારે મુનિશ્રીએ યોગવાસિષ્ઠ ગ્રંથ વાંચવા જણાવ્યું. ગ્રંથનો કેટલોક ભાગ વાંચ્યા બાદ મારી વૃત્તિઓમાં ફેરફાર થતો જણાયો અને શુભ વિચારો ઉદ્ભવવા લાગ્યા.
આ પત્ર લખનાર પુરુષ પરમકૃપાળુ દેવા ફરીથી સાહેબજીના પત્રો આવ્યા. ત્યારે ફરી મેં મુનિશ્રીને જણાવ્યું કે આ પત્ર લખનાર કોણ પુરુષ હશે? તે જાણવાની તીવ્ર ઇચ્છા રહે છે. ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે આ પત્ર લખનાર પુરુષ પરમકૃપાળુદેવ છે.
જ્ઞાની પુરુષની આજ્ઞામાં સાચી વિશ્રાંતિ પછીથી જેમ જેમ વિશેષ સમજાતું ગયું તેમ તેમ મુનિશ્રીના સમાગમમાં જવાનો વિશેષ રસ લાગ્યો. તેઓશ્રીના સમાગમ-લાભે પૂર્વે સેવાયેલ દોષો તાદ્રશ્યપણે સમજમાં આવવા લાગ્યા, અને દોષો માટે ઘણો જ પશ્ચત્તાપ થવા લાગ્યો. હવે પછીથી કેવા વર્તને વર્તવું કે જેથી તેવા દોષો ફરીથી સેવાય નહીં એ વિચારોની મૂંઝવણમાં મેં સાહેબજીને એક પત્ર લખ્યો. તેના પ્રત્યુત્તરમાં પરમકૃપાળુદેવે લખી જણાવ્યું કે સત્સંગ અતિ દુર્લભ છે. ગ્રીષ્મ ઋતુના વખતમાં તાપથી પીડાતા પ્રાણીને છાયા હિતકારી છે તેમ સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા પ્રાણીને સત્સંગ હિતકારી છે. વળી પરમકૃપાળુદેવે પત્રમાં મને આજ્ઞાનું ફરમાન કર્યું કે સમુચ્ચય પ્રકરણ રત્નાકર પુસ્તકમાં યોગદ્રષ્ટિ છે તે મનન કરજો. તે પ્રમાણે મેં તે પુસ્તકજીનો ઉપયોગ કર્યો તો મને ખરેખર એમ જ લાગ્યું કે સુખ તો સઘળું આ સ્થળે જ છે. જ્ઞાની પુરુષોની છાયા નીચે રહેવું એ જ વિશ્રાંતિનું સ્થાન છે. જ્ઞાની પુરુષોની આજ્ઞામાં જ કલ્યાણની પ્રાપ્તિ છે વગેરે વિચારો થવા લાગ્યા તથા પરમકૃપાળુદેવ પ્રત્યે ઘણો ઉત્સાહ અને પ્રેમ ઊલસી આવ્યો.
પરમકૃપાળુ દેવની યોગ્ય સગવડ સાચવશો? મુનિશ્રી અત્રે થોડા દિવસ સ્થિરતા કરી શ્રી વસો મુકામે પઘાર્યા. ત્યાં ચાતુર્માસ થયું. મને મુનિશ્રીએ જણાવ્યું કે પરમકૃપાળુદેવ નડિયાદ પઘારે તો તમો તેઓશ્રીની યોગ્ય સગવડ સાચવી શકશો? ત્યારે મેં જણાવ્યું કે હાજી, સઘળી સગવડો સાચવી શકીશ.
થોડા દિવસ બાદ પરમકૃપાળુદેવ શ્રી કાવિઠા મુકામે પઘાર્યા. કાવિઠામાં એક માસ અને નવ દિવસ રહી સં.૧૯૫૪માં વસો પઘાર્યા હતા. તે સમાચાર જાણવામાં આવવાથી હું તરત જ શ્રી વસો ગયો.
સીમાડામાં બંગલો તે એકાંત સ્થાના વસોમાં તેઓશ્રીનો ઉતારો નવલખાના ડહેલામાં રાખ્યો હતો. અત્રે એક માસ સ્થિરતા કરી હતી. એકવાર મને બોલાવરાવ્યો. જેથી હું તરત જ સાહેબજી પાસે ગયો. સાહેબજીએ મને જણાવ્યું કે નડિયાદની આજાબાજુમાં કોઈ એક નિવૃત્તિનું સ્થાન શોઘ કરી રાખજો. આ પ્રમાણેનું ફરમાન થવાથી તે સ્થાન