________________
૨૮૨
/
\
આ
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો આત્મજ્ઞાની પધાર્યા છે.
આત્મજ્ઞાનીમાં સમભાવ છે કે નહીં તે પરીક્ષા કરો
માટે તેઓશ્રી પાસે જજો અને તેઓશ્રીનું ઘોતીયું એકદમ ખેંચી કાઢજો. તેઓશ્રી નિશ્ચયવાદી છે માટે તેમ કરશો એટલે તેઓશ્રીની સમભાવદશા જણાઈ જશે. તેને માટે તેઓ તમને ઠપકો દેવા કાંઈ પણ ઉચ્ચાર કરે તો તમારે તેમને ચોખ્ખું જણાવવું કે તમારી સમભાવદશા ક્યાં ગઈ? આ પ્રમાણે મુનિશ્રી અમુલખજીએ મને ભલામણ કરી હતી.
એક કાઠિયાવાડના વાણિયા પણ આત્મજ્ઞાની. જેથી હું ખેડેથી નડિયાદ આવ્યો. ત્યાં મારા મકાનની પાસે રહેનાર પાડોશીઓએ મને વાત કરી કે કાઠિયાવાડના એક વાણિયા આ ગામમાં આવ્યા છે. તેમની પાસે આત્માનું જ્ઞાન છે. જે કોઈ તેમની પાસે જાય છે, આવે છે, તેઓનો કંઈ પણ તે આદર સત્કાર કરતા નથી. આ વાત સાંભળતા મને વિચાર થયો કે કોઈ તેમની પાસે જતું હોય તો આપણે પણ સંગાથે જઈએ. પરંતુ તેવો જોગ મળી શક્યો નહીં, જેથી હું એકલો જ તેમની પાસે ગયો.
સાહેબજી તો કાયોત્સર્ગ ધ્યાને સમાધિમાં પરમકૃપાળુદેવ જે મુકામે બિરાજમાન હતા ત્યાં ગયો. નજીકમાં પહોંચતા આપણે શું પૂછવું અથવા કંઈ પૂછે તો શું જવાબ દેવો વગેરે વિચારો થવા લાગ્યા. તેથી તેમની પ્રથમ ચેષ્ટા જોઈ પરીક્ષા કરવા અર્થે મકાનની જાળીમાંથી અંદર દ્રષ્ટિ કરી જોવા માંડ્યું. જોવાથી જણાયું કે સાહેબજી તો કાયોત્સર્ગ ધ્યાને સમાધિમાં બેઠા છે. આ પ્રમાણે જોતાં જ મારા મનમાં ઘારીને આવેલ ખોટા વિચારો તે તદ્દન પલટાઈ ગયા, અને શુભ વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં કે અહો!એમની શી અદ્ભુત દશા અને સ્વરૂપ. સાહેબજીની અદ્ભુત દશાનું સ્વરૂપ નવાઈ જેવું ભાસ્યમાન થયું. થોડીવાર એ નિહાળી હું મારા ઘરે ગયો. (પાછળથી એમ સમજાયું કે આ પ્રમાણેના વિચારોથી સાહેબજી પાસે જવાનું થયું તે પૂર્વના સંસ્કારો હોવા જોઈએ.)
ત્યારપછી હું મુનિશ્રી અમુલખજી પાસે ગયો. ઉપર જણાવ્યા પ્રમાણેનો સઘળો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. જેથી તેઓને પણ સાહેબજીના સમાગમમાં આવવા ઇચ્છા ઉત્પન્ન થઈ. અને મને જણાવ્યું કે હું તેઓના સમાગમમાં આવીશ.
મુનિશ્રી લલ્લુજી સ્વામી પણ કાયોત્સર્ગ ધ્યાનમાં થોડા દિવસ બાદ મુનિશ્રી લલ્લુજીસ્વામી શ્રી નડિયાદ મુકામે પઘાર્યા. આ સમાચાર મળતાં જ હું તેઓશ્રીની પાસે ગયો. મુનિશ્રી લલ્લુજી સ્વામી કાયોત્સર્ગ ધ્યાનમાં બેઠા હતા. જેથી હું ત્યાં એક બાજા પર બેઠો. તે વખતે મુનિશ્રીની દશા મને ઓર જ ભાસ્યમાન થઈ. મેં મુનિશ્રી પ્રત્યે વિનંતિ કરી કે આપ સાહેબ ગામમાં પઘારશો; પણ મહારાજ સાહેબ કાયોત્સર્ગ ધ્યાનમાં હોવાથી મને કાંઈ પણ પ્રત્યુત્તર મળી શક્યો નહીં, જેથી હું થોડો વખત બેસી મારા મુકામે પાછો ફર્યો.
આ પત્ર લખનાર કોણ હશે? પરમકૃપાળુદેવ તરફથી મુનિશ્રી ઉપરના પત્રો મારા સરનામે આવતા હતા. તે પૂછવા અર્થે થોડા દિવસ બાદ મુનિશ્રી મારા મકાને પઘાર્યા અને કહ્યું કે કેમ, મોતીલાલ? સાહેબજીનો પત્ર આવ્યો છે? મેં