________________
૨૮૧
શ્રીમદ્ અને મોતીલાલ
પછી મહારાજ સાહેબે મને પૂછ્યું કે ક્યાં ગયા હતા? ત્યારે મેં જણાવ્યું કે અમદાવાદ, સાણંદ અને ત્યાંથી ખંભાત ગયો હતો. ત્યાં મને ભાઈશ્રી અંબાલાલભાઈનો સમાગમ થયો હતો. ત્યારે મુનિશ્રીએ પૂછ્યું કે ત્યાં શું બોઘ ચાલતો હતો? ત્યારે મેં જવાબમાં ઉપર પ્રમાણેનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે ઉપરથી મુનિશ્રીએ સારી રીતે મને પરમકૃપાળુદેવનું માહાસ્ય સમજાવ્યું હતું. જેથી મારા આનંદમાં ઘણો વધારો થયો હતો.
પરમકૃપાળુદેવને લેવા મુમુક્ષુઓ સામે ગયા થોડોક વખત ગયા પછી મહારાજ સાહેબ તરફથી મેં સાંભળ્યું કે આજ રોજે પરમકૃપાળુદેવ અત્રે પઘારવાના છે. ત્યારે મેં પૂછ્યું કે ક્યાંથી પઘારવાના છે? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે નડિયાદ સ્ટેશને પઘારશે. આ વાત સાંભળવાથી હું પણ ગાડી લઈ સામો ગયો. અત્રેથી લગભગ વીસ-પચીસ ભાઈઓ સામે ગયા હતા. તેમાં નાથાભાઈજેઠાલાલ-મોતીલાલ-નારણભાઈ વગેરે તો ગાડી લઈને ગયેલા. તે તો લગભગ એક ગાઉ ઉપર ભેગા થયા હતા. દર્શનનો લાભ થયો. ગાડીમાં બેસવા આમંત્રણ કરવાથી ગાડીમાં પઘાર્યા.
અમોએ નિદ્રાને પરિહરી છે પહોંચ્યા પછી અમોએ પરમકૃપાળુદેવને આરામ કરવા જણાવ્યું. સૂઈ રહેવા વિનંતી કરી ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમોએ નિદ્રાને પરિહરી છે. બીજા સર્વે ભાઈઓને સૂવાનો વખત થયો હોય તો તેઓની મરજી. પછી સર્વે ભાઈઓ સૂઈ ગયા હતા.
ઉપદેશમાં સર્વ ભાઈઓના પ્રશ્નોના ખુલાસા સવાર થતાં કેટલાંક ભાઈઓ પ્રશ્ન લઈ આવ્યા હતા. સર્વે ભાઈઓ પરમકૃપાળુદેવનો બોઘ સાંભળવા ઉત્સુક બની રહ્યા હતા. પછી પરમકૃપાળુદેવનો બોઘ ચાલ્યો હતો. જેમાં સર્વ ભાઈઓના પ્રશ્નોના ખુલાસા થઈ ગયા હતા, અને કાંઈપણ પૂછવા બાકી રહ્યું નહોતું. સર્વે ભાઈઓની શંકાઓ દૂર થઈ જવાથી ઘણો જ સંતોષ પામ્યા હતા એજ.
શ્રી મોતીલાલ ભાવસાર
નડિયાદ શ્રી નડિયાદ નિવાસી ભાઈશ્રી મોતીલાલભાઈ ભાવસાર જ્ઞાતિના તેઓશ્રી પરમકૃપાળુદેવ “શ્રીમાન રાજચંદ્ર દેવ”ના સમાગમમાં આવેલાં. તે પ્રસંગે જે કાંઈ શ્રવણ કરેલું યા વાતચીત ખુલાસા થયેલા તે સંબંઘી વૃત્તાંત પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે :
પરમકૃપાળુદેવના પ્રથમ દર્શન અને સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રી નડિયાદ મુકામે સુતારવાળાના મકાનમાં થયા હતા. ત્યાં કેવા કારણોથી તેઓશ્રી પાસે જવું થયું હતું અને પરમકૃપાળુદેવનું ઓળખાણ કેવા પ્રકારે થયું તે હકીકત નીચે દર્શાવું છું -
શ્રી ખેડામાં સાઘુ રતનચંદજી મહારાજના શિષ્ય અમુલખજી મહારાજ હતા. તેઓની પાસે હું ઘણી વખત જતો. એક દિવસે હું તેઓની પાસે ગયેલો ત્યારે તેઓએ મને જણાવ્યું કે તમારા ગામ નડિયાદમાં