________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૮૦
ત્યારે જનકે જણાવ્યું કે “મહારાજ! આ હાથ હવે મારા નથી, આ પગ મારા નથી, આ જીભ મારી નથી, આંખ, કાન, નાક, મોટું વગેરે ઇન્દ્રિયો કાંઈપણ મારી નથી. આ
રાજ્ય પણ મારું નથી. આ તન મન ઘન બધું આપને અર્પણ છે. મારું નથી, આપનું જ છે. આપની આજ્ઞા વગર હું જરાપણ ચેષ્ટા કે વ્યવહાર કરવાને પાત્ર નથી.”
હવે મમત્વભાવ રહિત રાજા જનકવિદેહી કહેવાયા ત્યારે અષ્ટાવક્ર ગુરુએ કહ્યું કે “હે જનકરાજા!આ રાજ્ય તમારું નથી પણ અમારું છે, પણ અમારી આજ્ઞાથી આ રાજ્યનું તમે પાલન કરો.”
ગુરુના આદેશથી રાજા જનકે રાજ્ય કર્યું. પણ તે મારું નથી એવા મમત્વભાવ રહિતપણાથી તે રાજા જનકવિદેહી કહેવાયા.
જ્ઞાની ગમે તે વેશમાં હોય પણ દેહ અને આત્માનું ભાન કરાવી શકે
આ વાત સાંભળતા મને પણ એમ થયું કે આજે મેં જે જે બોઘ સાંભળ્યો, તે આજ દિવસ સુધી ઘણા વ્યાખ્યાન સાંભળ્યા, પણ મારો આત્મા આજે કબુલ કરે છે તેવું કદી થયું નહોતું. ઓઘસંજ્ઞાએ દરેક વાક્યોમાં તો હા, હા કહેતો હતો, પણ આજે તો મારો આત્મા પોતે કબુલ કરે છે. જેથી મારા મનમાં એમ નક્કી થયું કે મુનિઓ વેશ વગર સંસારીને જ્ઞાની હોય તો માને, તેમાં કંઈ વેશની જરૂર નથી. ગમે તે વેશે હોય પણ જ્ઞાની, દેહ અને આત્માનું પ્રત્યક્ષ ભાન કરાવી શકે છે. તેને મારા અહોનિશ ત્રિકાળ નમસ્કાર હો! આમ વિચાર ઊગવાથી પ્રથમની મારી તમામ શંકાઓ દૂર થઈ અને મુનિઓ પ્રત્યે જે અભાવ થયો હતો તે સર્વે નિર્મૂળ થયો. આજથી મને પૂજ્યશ્રી અંબાલાલભાઈથી નવી જિંદગી પ્રાપ્ત થઈ.
સપુરુષોના સમાગમથી મારી ગતિ સુઘરી ગઈ જેથી લોકો જે વાતો કરતા હતા કે પચીસમા તીર્થંકર નવા ઘર્મવાળા માને છે તે વાતની હવે મને શંકા રહી નહીં. મારા મનમાં મારા આત્માએ કબૂલ કર્યું કે ભાઈશ્રી અંબાલાલભાઈ પ્રત્યેથી મને આત્માની પ્રાપ્તિ થઈ, તેથી ગુરુપણે તે, ભગવાન પણ છે, જેથી ઘણો જ આનંદ થયો.
ત્યાંથી લગભગ રાતના બાર વાગતાં બઘા ગામમાં આવી સુઈ ગયા હતા. પણ આખી રાત મને ઊંઘ આવી નહીં અને ઘણો જ આનંદ થયો કે ભાવનિદ્રા ટળી. હજુ સુધી તે જ બોઘ મારા આત્મામાં રમ્યા કરે છે. મને માઠી ગતિનો ભય રહેતો નથી, કારણ કે સત્પરુષોના વચનોથી અને સમાગમથી મારી ગતિ સુઘરી ગઈ. જે જે ભવ કર્યા તે સત્સમાગમ મળ્યા વિના જ. આવો સત્સંગ એકે ભવે મળેલો નહીં, અને મળેલો હશે તો આ આત્માને આ વખતે પ્રમાણે પ્રતીતિ થયેલી નહીં, જેથી આજ સુથી રખડવાનું થયું. હવે તે કારણથી નિડર થયો છું.
સવારમાં ઊઠી હું મારા સ્નેહીની સાથે સ્ટેશને ગયો. ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓ એ જ ટ્રેનમાં ખંભાત જવાના હતા. જેથી હું પણ ખંભાત ગયો. ત્યાં બે દિવસ રહ્યો. ત્યાં ફરીથી ભાઈશ્રી અંબાલાલભાઈનો સમાગમ મળ્યો હતો.
| મુનિશ્રીએ સારી રીતે પરમકૃપાળુદેવનું મહાભ્ય સમજાવ્યું ખંભાતથી હું વસો મારા મુકામે આવ્યો અને મહારાજ સાહેબ પાસે ગયો. ત્યાં દર્શન કરીને બેઠો.