________________
૨૭૯
શ્રીમદ્ અને ભાઈલાલ થઈ ગયો. જ્યારે ભિક્ષા લેવા ગયો ત્યાં ભિખારીઓની લાઈન લાગેલી હતી. જ્યારે એનો વારો આવ્યો ત્યારે ખાવાનું બધું ખલાસ થઈ ગયું. તે જોઈને બીજા ભિખારીને દયા આવવાથી પોતાનામાંથી થોડું આપ્યું. તે ખાવા બેઠો ત્યાં બે સાંઢ લડતા લડતા આવ્યા અને હાથમાંથી તે ખાવાનું ઠીબડું પાડી નાખ્યું. તેટલામાં આંખ ઉઘડી ગઈ. - હવે જનકરાજા વિચારમાં પડ્યા કે આ જે રાજ્ય દેખાય છે તે સાચું કે સ્વપ્નામાં હું ભિખારી થઈ ગયો તે સાચું?
પોતાના રાજ્યમાં ૫૦૦ પંડિતો હતા તેમને બોલાવ્યા અને કહ્યું કે “આ સાચું કે તે સાચું?” બધા પંડિતો વિચાર કરવા લાગ્યા પણ કંઈ જવાબ મળ્યો નહીં. તેથી રાજાએ કહ્યું કે “છ મહિના સુધી પણ વિચાર કરીને જવાબ આપજો, નહિં તો બઘાને કેદ કરવામાં આવશે.”
બઘા પંડિતો ઘેર ગયા. વિચાર કરતાં કરતાં છ મહિના વીતી ગયા પણ કોઈને જવાબ મળ્યો નહીં. છેલ્લે દિવસે રાજા જનક પાસે જવાનું હતું તેથી પંડિત ચિંતામાં હતા. ત્યારે તેના પુત્ર અષ્ટાવક્રે પિતાને કહ્યું કે “પિતાશ્રી આજે આપ ચિંતાતુર કેમ છો?” પંડિતે કહ્યું કે તું શું સમજે? રાજાનું કહેવું એમ છે કે આ સાચું છે કે તે સાચું?” એનો જવાબ આપવાનો છે પણ કંઈ જવાબ જડતો નથી તેથી રાજા આજે કેદ કરશે. જેના આઠે અંગ વાંકા છે એવા અષ્ટાવક્રે કહ્યું કે આપ ચિંતા કરો નહીં, એનો જવાબ હું આપીશ.
આ ચમારોની સભામાં હું ક્યાં આવ્યો? બઘા પંડિતો રાજસભામાં બેઠેલા છે. ત્યાં અષ્ટાવક્ર આવ્યા. અષ્ટાવક્રને જોઈને આખી સભા ખડખડાટ હસી પડી. તે જોઈ અષ્ટાવક્ર પાછા વળ્યા. તેમને પાછા વળતા જોઈ જનકરાજાએ કહ્યું કે કેમ પાછા વળી જાઓ છો?
અષ્ટાવક્રે કહ્યું કે “હું ચમારોની સભામાં ક્યાં આવ્યો? એ બઘા પંડિતો તો મારું શરીર જુએ છે.” ત્યારે જનકરાજાએ કહ્યું “મહાત્મા જરૂર પધારો.” એમ કહી આસન આપ્યું.
જનકે બઘા પંડિતો પાસે “આ સાચું કે તે સાચું” એનો જવાબ માગ્યો. પણ કોઈ જવાબ આપી શક્યું નહીં. પછી અષ્ટાવક્રે જવાબમાં કહ્યું કે–
રાજ્ય સાથું તો સ્વપ્ન સાચું, સ્વપ્ન ખોટું તો રાજ્ય પણ ખોટું આ સાચું તો તે પણ સાચું અને તે ખોટું તો આ પણ ખોટું.
આ સાંભળતા જ જનકરાજાને વાત બેસી ગઈ, કે ખરેખર રાજ્યલક્ષ્મી છે તે સ્વપ્ના જેવી જ છે. જેમ સ્વપ્ન થોડા સમયનું છે તેમ આ રાજ્ય વગેરે પણ એક લાંબા સ્વપ્ન સમાન જ છે. એમ વિચારીને રાજાએ અષ્ટાવક્રને કહ્યું–આ રાજ વગેરે બધું આપને અર્પણ છે. હું તો જંગલમાં જાઉં છું એમ કહી ઘોડા ઉપર બેસી જંગલમાં જવા લાગ્યા ત્યારે અષ્ટાવક્ર ગુરુએ કહ્યું: “આ ઘોડો કોનો? આ શરીર કોનું?”
ગુરુએ આત્મજ્ઞાન કરાવવાથી બધું તેમને અર્પણ જનકરાજાએ કહ્યું કે “તન મન ઘન એ ત્રણે આપને અર્પણ છે. હે ભગવંત! અનુગ્રહ કરીને મને બ્રહ્મનો ઉપદેશ કરો.” રાજાનો એક પગ ઘોડાના એક પાગડામાં હતો. તે વખતે અષ્ટાવક્રે બ્રહ્મનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું.