________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
પરમકૃપાળુદેવ વિષે લોકોએ કરેલી કલ્પના
પ્રથમ લોકોમાં એવી વાત ચર્ચાતી હતી કે કોઈ એક નવો ધર્મ નીકળ્યો છે અને તે ધર્મ કાઢનાર પુરુષને માનનારાઓ પચીસમાં તીર્થંકર તરીકે માને છે. આ વાત સાંભળેલી પરંતુ આવું તો હોય નહીં, જેથી હું તે વાત માનતો નહોતો.
મહારાજ સાહેબ ચિત્રપટ આગળ ઘ્યાનમાં બિરાજમાન
૨૭૮
ત્યારબાદ સંવત્ ૧૯૫૪ની સાલમાં મુનિશ્રી લલ્લુજી સ્વામી, મુનિશ્રી મોહનલાલજી તથા મુનિશ્રી ચતુરલાલજી મહારાજ વસો મુકામે બિરાજતા હતા. હું મહારાજ સાહેબ પાસે આહાર લેવા માટે પધારવા વિનંતી કરવા ગયો હતો. તે વખતે મુનિશ્રી ઉપાશ્રયના મેડા પર હતા. જેથી હું પણ મેડા પર ગયો હતો. મહારાજ સાહેબ કોઈ એક ચિત્રપટ આગળ ધ્યાનમાં બેઠા હતા. ત્યાં મેં મુનિશ્રીના દર્શન કર્યા અને આહારપાણી લેવા માટે પઘારવા વિનંતી કરી. પરંતુ તે વખતે તેઓશ્રી ધ્યાનમાં હોવાથી કાંઈપણ જવાબ આપ્યો નહીં. ફરી ફરીને વિનંતિ કરી પરંતુ કાંઈ પણ જવાબ નહીં મળવાથી હું દિલગીર થઈ ગયો અને લોકોમાં જે અફવા ચાલતી હતી કે મુનિશ્રી સંસારી પુરુષને ધર્મગુરુ તરીકે માને છે; તે આજ રોજે પ્રત્યક્ષપણે જોવામાં આવ્યું જેથી મારા મનમાં પાકી શંકા ઊભી થઈ કે ખરેખર મુનિઓ સંસારીને માને છે અને તેથી મુનિઓ બગડી ગયા છે એમ લોકો કહે છે તે ખરું છે. જેથી મને પણ મુનિઓ પ્રત્યે અભાવ થયો હતો. ભાઈશ્રી અંબાલાલભાઈના સમાગમથી આવેલ જાગૃતિ
ત્યારબાદ આઠ કે દસ દિવસ પછી મારા સ્નેહી સાથે અમદાવાદ જવું થયું. ત્યાં પણ ઢુંઢીયાના મુનિઓથી ઉપર મુજબની વાત સાંભળવામાં આવી જેથી તે શંકા દૃઢ થતી ગઈ. ત્યાંથી હું અને મારા સ્નેહી સાણંદ ગયા હતા. ત્યાં સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ઉતારો કર્યો હતો. ત્યાંના શ્રાવકો આવી અમોને જમવા માટે લઈ ગયા. જમીને પાંચ વાગતાના સુમારે અમો બજારમાં ગયા ત્યાં ખંભાતવાળા ભાઈશ્રી અંબાલાલભાઈ લાલચંદ વગેરે ભાઈઓ મળ્યા હતા. જે અમોને ઓળખતા હતા. તેઓ એકાંત સ્થળે જંગલોમાં જતા હતા. જેથી અમો બન્ને પણ તેઓની પછવાડે પછવાડે ગયા. રસ્તો ઘણો જ વિકટ હતો. ત્યાં સર્પાદિક ઝેરી જનાવરોની વસ્તી ઘણી જ હોય છે એમ લોકો વાત કરતા હતા; તોપણ અમો તેઓની પછવાડે પછવાડે ગયા. ત્યાં રસ્તામાં ચાલતાં અમોએ બે-ત્રણ સર્પો પણ નજરે જોયા હતા. પરંતુ ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓ તો તદ્દન નિર્ભયપણે, નિડરપણે ચાલ્યા કરતા હતા. જેથી અમો પણ તેઓશ્રીને પછવાડે પછવાડે ચાલ્યા કરતા હતા. ભય નહીં લાગવાનું કારણ એ હતું કે આખા રસ્તે ચાલતા પરમકૃપાળુદેવના બોઘનું સ્મરણ કરતા કરતા ચાલતા હતા, જેથી અમો ઘણો જ આનંદ પામતા હતા. તે જ્ઞાનવાર્તાઓથી અમારું હૃદય ઘણું જ પ્રફુલ્લિત થયું હતું. આગળ ચાલતાં એક તળાવ આવ્યું, તે જગ્યા ઘણી જ સારી અને નિવૃત્તિવાળી હતી. જેથી ત્યાં સર્વે બેઠા હતા. તે વખતે લગભગ પચીસ ભાઈઓ હતા. તે સાણંદ તથા ખંભાત વગેરે ગામોના હતા. ત્યાં જે બોધ આપ્યો હતો તે ટૂંકમાં સ્મૃતિમાં રહેલ છે તે અત્રે જણાવું છું
:
આ સાચું કે તે સાચું
એકવાર જનકરાજાને સ્વપ્ન આવ્યું કે પોતાનું રાજ્ય બીજા રાજાએ લઈ લીધું. અને પોતે ભિખારી