________________
૨૮૫
શ્રીમદ્ અને મોતીલાલ જેથી મેં ફરીથી ઘોતિયું ઓઢાડ્યું અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે મચ્છરાદિ જીવાતોથી / આપશ્રીને ઉપદ્રવ ઘણો જ થતો હશે. પણ સાહેબજી તો ગાથાઓની ધૂનમાં હતા જેથી આ કાંઈપણ જવાબ આપ્યો નહીં. તે વખતે મારા મનમાં એવા વિચારો થયા કે અહો! સાહેબજીને આટલા બઘા મચ્છરાદિ જીવો કરડે છે તો પણ સાહેબજી તે તરફ બિલકુલ લક્ષ દેતા નથી અને સ્થિરપણે કાંઈપણ હાલવું-ચાલવું આદિ ક્રિયા થતી નથી, જેથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું હતું. હું જે જે વખતે સાહેબજી પાસે આવેલ તે તે વખતે સાહેબજી ગાથાઓની ધૂનમાં જ હોય એમ મારા જોવામાં આવ્યું હતું.
દિશાએથી આશરે બે કલાકે પધાર્યા. સવાર પડી એટલે મેં પાણી ગાળ્યું અને લોટામાં ભરી સાહેબજી સાથે ગયો. કેટલેક દૂર ગયા બાદ સાહેબજીએ મને જણાવ્યું કે તમો અત્રે રોકાઓ. જેથી હું રોકાઈ ગયો અને લોટો સાહેબજીને આપ્યો. સાહેબજી ત્યાંથી દિશાએ જવા માટે પઘાર્યા. ત્યાંથી આશરે બે કલાકે પઘાર્યા. પછી અમો મુકામે આવ્યા. ત્યાં થોડો વખત સુઘી હીંચકા પર બિરાજ્યા. પછી મેડા પર પઘાર્યા. ત્યાં એક શેત્રુંજી હતી તે પર બિરાજમાન થયા. સાહેબજીને વાંચવા માટે પુસ્તકજી ઉપર મૂકવા ગયો. તે મૂકી નીચે આવીને બેઠો પછી હું નિશ્ચિત થયો.
પટેલને કહો કે ખાવાપીવાની કંઈ અડચણ નથી બપોરે એક ભાઈ ગામમાંથી આવ્યા અને મને કીધું કે અંબાલાલ શેઠ ક્યાં ગયા? મેં કીધું કે શેઠ તો ગયા. ત્યારે તે ભાઈએ કીધું કે જમવાને માટે શી રીતે છે? મેં કહ્યું સાહેબજીની આજ્ઞા સિવાય મારાથી કહી શકાય નહીં. તેથી હું સાહેબજી પાસે ગયો અને જણાવ્યું કે એક ભાઈ રસોઈને માટે પૂછવા આવ્યા છે, તેઓને મારે શું જણાવવું? ત્યારે સાહેબજીએ કહ્યું પટેલને એમ કહો કે ખાવાપીવાની કંઈ અડચણ નથી.. મેં આવીને પટેલને તે પ્રમાણે કહ્યું એટલે પટેલ ચાલ્યા ગયા.
વાણિયાભાઈ ત્યાં છે કે? પછી સાહેબજી પાસે જઈ મેં કહ્યું: રસોઈને માટે મારે શી રીતે ગોઠવણ કરવી? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજો. રસોઈ બનાવવામાં લોખંડનું વાસણ વાપરે નહીં, અને શાક તથા રોટલીમાં પાણી તથા તેલ વાપરે નહીં તેમ જણાવજો.” પછી હું નડિયાદ ગયો. ત્યાં ભાઈશ્રી અંબાલાલભાઈ તુરત જ મને મળ્યા અને જણાવ્યું કે ચૂરમું વગેરે રસોઈ તૈયાર કરાવી છે પણ તમોને સાહેબજીએ શું ભલામણ કરી છે? ત્યારે મેં ઉપર પ્રમાણેની સઘળી હકીક્ત વિદિત કરી. ત્યારબાદ હું બજારમાં ગયો અને ભીંડાનું શાક લાવ્યો તથા રોટલી માટે દૂઘ લાવ્યો. તે લઈને હું મારા મુકામે જઈ સાહેબજીની આજ્ઞા પ્રમાણે રોટલી તથા શાક તૈયાર કરાવી બંગલે લઈ ગયો. સાહેબજીએ તે વાપર્યા પછી પૂછ્યું: વાણિયાભાઈ (શ્રી અંબાલાલ) ત્યાં છે કે? મેં જણાવ્યું કે હાજી, ત્યાં જ છે.
હમેશાં એક વખત આહાર ગ્રહણનો ક્રમ રાખજો સાંજના સાહેબજી બહાર પઘાર્યા હતા. લગભગ દશ વાગતાના સુમારે પાછા ફરી હીંચકા પર