________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૮૬ બિરાજમાન થયા હતા. તે વખતે મને સાહેબજીએ ફરમાવ્યું કે “હમેશાં એક વખત આહાર ગ્રહણનો ક્રમ રાખજો. ત્યારે મેં સાહેબજીને જણાવ્યું કે હવેથી તેમ જ વર્તીશ.
ત્યારથી આજદિન પર્યંતમાં તે ક્રમ પ્રમાણે વર્તન રાખ્યું છે, જેથી સહેજે નિદ્રાનું ઘટવાપણું થયેલ છે.
સાહેબજીએ એક રોટલી તથા સહજ ચોખા વાપર્યા બીજે દિવસે હું નડિયાદ ગયો. સાહેબજીને માટે રસોઈ તૈયાર કરાવી અને હું જમીને સાહેબજી માટે રસોઈ લઈને સુમારે બે વાગતાં બંગલે આવ્યો. રસોઈમાં દૂઘ વડે ચોખા તથા ત્રણ રોટલી બનાવરાવી હતી. સાહેબજીએ એક રોટલી તથા સહજ ચોખા વાપર્યા હતા.
સાહેબજીની આત્માકાર સ્થિતિ ત્યારપછી સાંજના ત્રણ-ચાર વાગતાંના સુમારે સાહેબજી ફરવા માટે પઘાર્યા. ત્યાં સાહેબજીએ મને જણાવ્યું કે “અમો ક્યાં બેઠા છીએ તેની અમોને કાંઈ ખબર નથી. આ બંગલો છે કે શું છે તેની કાંઈ પણ ખબર નથી.” આ પ્રમાણે જણાવેલ દશાનો અનુભવ સાહેબજીની આત્મચેષ્ટા ઉપરથી સ્પષ્ટ દેખાવ આપતો હતો.
ભયરૂપ જે વસ્તુ થાય તે શા માટે રાખવી બીજે દિવસે નડિયાદ જતાં સાહેબજીએ જણાવ્યું કે “તમો અહીંથી જાઓ આવો છો, ત્યારે હાથે પહેરેલ કડું તથા વીંટી ભય ઉપજાવે છે?” મેં કહ્યું કે હાજી, ભય વેદાય છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે
જ્યારે તમોને તે દુઃખરૂપ, ભયરૂપ થઈ પડતું હોય તો શા માટે રાખવું જોઈએ?” મારા વગર કીધે મારા મન વિષેનો ભય જણાવ્યો તેથી મેં તે વખતથી જ વીંટી તથા કડું કાઢી નાખ્યા હતા.
સાહેબજીના આશ્રયે આ દેહ છૂટે તો કેવું સારું સાહેબજીના સમાગમ લાભે તે વખતની મારી આત્મદશા ઘણી જ વૈરાગ્યવાળી થઈ હતી; પ્રથમ પ્રમાદ ઘણો જ વર્તતો હતો તે દૂર કરાવ્યો હતો. મને સાહેબજીના સમાગમથી નિર્ભયપણું એટલા સુઘી રહેતું હતું કે સાહેબજીના આશ્રયે એમની છત્રછાયા નીચે આ ક્ષણિક જીવનનો ત્યાગ થાય તો કેટલું કલ્યાણ થાય એવા વિચારોથી ઘણો જ આનંદ વર્તાયા કરતો હતો.
સાહેબજીને ઘડિયાળની જરૂર નથી. એક વખતે સાહેબજીએ મને જણાવ્યું કે તમોએ અત્રે જે ઘડિયાળ ભેરવેલું છે તે અમોને વિકલ્પ કરાવે છે, માટે તમો અત્રેથી નડિયાદ જાઓ ત્યારે લેતા જજો.
ગઈ કાલે આ જગ્યા ઉપર સર્પ હતો. પછી સાહેબજી નડિયાદના જાના રસ્તા પર થઈ ફરવા માટે પઘાર્યા. સાથે હું ગયો હતો. રસ્તે ચાલતાં થોડે દૂર ગયા બાદ એક તળાવની કિનાર ઉપર થઈને જતાં રસ્તામાં ચાલતાં ચાલતાં સાહેબજીએ જણાવ્યું કે મોતીલાલ, ગઈકાલે આ જગ્યા પર એક સર્પ હતો. એમ જણાવ્યા બાદ કહ્યું કે જેવો સમય તે પ્રમાણે વર્તવું.