________________
૨૮૭
શ્રીમદ્ અને મોતીલાલ
મોતીલાલ શેકાવ; પેલા સર્પને જવા દો. બીજે દિવસે સાંજના સીઘા રસ્તા પર થઈ ફરવા માટે પઘાર્યા. હું પાછળ ચાલતો હતો. સાહેબજીએ જણાવ્યું કે “મોતીલાલ, ચાલ્યા આવજો.” ગઈ કાલે સાહેબજીએ જણાવેલ હકીકત સ્મૃતિમાં આવતાં તુરત જ મેં આગળ ચાલવા માંડ્યું. થોડે દૂર ગયા બાદ સાહેબજીએ મને જણાવ્યું કે “મોતીલાલ, રોકાવ; પેલા સર્પને જવા દો.” જેથી હું તુરત જ થંભી ગયો અને સર્પના ગયા બાદ આગળ ચાલવાનું શરૂ કર્યું.
તે સમયે રાત્રિનો હતો. અંધારી રાત હતી. સાહેબજી મારાથી પાછળ ચાલતા હતા. જે સ્થાને સર્પ જતો હતો તે સ્થાને ઘાસનો ઢગલો હતો. તેની વચ્ચે પગદંડીનો રસ્તો હતો. તે સર્પ પ્રથમ તો મારી દ્રષ્ટિએ પડ્યો નહોતો, પણ સાહેબજીના જણાવ્યા બાદ ઘારીને જોતાં મારી દ્રષ્ટિએ પડ્યો હતો. આથી મને ઘણું જ આશ્ચર્ય ઊપજ્યું હતું.
અમે વીરપ્રભુના છેલ્લા શિષ્ય, અલ્પ પ્રમાદથી ભવભ્રમણ એક દિવસે રસ્તે ચાલતા ચાલતા સાહેબજીએ બોઘ દેવો શરૂ કર્યો હતો. તેમની સ્મૃતિમાં રહેલ બોઘનો ટૂંકામાં ભાવાર્થ અત્રે જણાવું છું –
સાહેબજી કહે: “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં "લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.”
હીંચકા પર ગાથાઓની ધૂન આ પ્રમાણે સાહેબજીએ ઘણો બોઘ કર્યો હતો. જતાં આવતાં કુલ ત્રણ ગાઉ આશરે ચાલવામાં આવ્યું હતું. બંગલે આવ્યા બાદ સાહેબજી હીંચકા પર ગાથાઓની ધૂનમાં બિરાજ્યા હતા. અને હું દશ વાગતાના સુમારે અંદર જઈ સૂઈ ગયો હતો.
નવલબાઈને આપેલ ઠપકો એક દિવસ ઘેર મારા પત્ની નવલબાઈને મેં જણાવ્યું હતું કે નડિયાદથી મેલ ટ્રેન ઊપડ્યા પછી તમો રસોઈ લઈને અત્રે આવજો અને ચાર ખેતરવા દૂર બેસી રહેજો. ત્યાં આવી હું રસોઈ લઈ જઈશ. જેથી હું રસોઈ લેવાને માટે વિચાર કરી જવાનું કરું છું તેટલામાં તો તે રસોઈ લઈને નજીક આવી પહોંચ્યા. જેથી મેં ઠપકો આપ્યો. અહીં સુધી રસોઈ આપવા માટે આવે છે તેવું સાહેબજીના જાણવામાં આવે નહીં તેથી ચાર ખેતરવા દૂર રોકાવા માટે ભલામણ કરી હતી, છતાં નજીકમાં આવી પહોંચ્યા તેથી મને ખેદ થઈ જવાથી ઠપકો આપ્યો હતો. મેં જે વખતે ઠપકો આપ્યો હતો તે વખતે સાહેબજી મેડા પર હતા, અને હું બંગલેથી થોડે દૂર ગયો હતો ત્યાં ઘીમે સ્વરેથી ઠપકો દીઘો હતો.
૧ પ્રજ્ઞાવબોઘ પુષ્યાંક ૯૫ “અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ”