________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૮૮
એ બાઈ તો આઠમે ભવે મોક્ષ પામવાના છે પછી રસોઈ લઈ હું સાહેબજી પાસે મેડા પર ગયો. ત્યારે સાહેબજીએ મને જણાવ્યું
કે “કેમ મોતીલાલ, તમોએ રસોઈ લઈ આવવા માટે અને તે અમારા જાણવામાં ન આવી શકે તેવા હેતુથી થોડે દૂર તેમને બેસવા માટે અને ત્યાંથી તમો રસોઈ લઈ જવા માટે ભલામણ કરી હતી?” ત્યારે મેં જણાવ્યું કે હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો લેવા માટે જવાનો વિચાર કરી જતા હતા તેટલામાં તેઓ નજીકમાં આવી પહોંચવાથી તમોને ખેદ થયો હતો?” કીધું હાજી. સાહેબજીએ જણાવ્યું કે “તમો ખેદ થઈ જવાથી બાઈને ઠપકો આપ્યો?” મેં કીધું હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો શા માટે ખીજ્યા? તમે ઘણીપણું બજાવો છો? નહીં નહીં એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાના છે. તે બાઈને અહીં આવવા દો.”
બાઈની દર્શનની ઇચ્છા અને સાહેબજીની આજ્ઞા પછી તુરત નીચે જઈને નવલબાઈને કહ્યું કે તમારે દર્શન કરવા માટે આવવાની ઇચ્છા હોય તો સાહેબજીની આજ્ઞા છે. ત્યારે બાઈએ મને કીધું કે સાહેબજીના દર્શન કરવા માટે મારી ઇચ્છા હતી જેથી તમો નીચે આવશો એટલે હું તમોને જણાવીશ. એમ કહી દર્શન કરવા માટે ગયા હતા.
અમારું જે કહેવું થાય તે માત્ર જાગૃત થવા માટે તે વખતે સાહેબજીએ પ્રમાદ તજવા ઉપદેશ દીઘો હતો. “પ્રમાદથી જાગ્રત થાઓ; કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તો છો? આવો જોગ મળવો મહાવિકટ છે. મહાપુણ્ય કરીને આવો જોગ મળ્યો છે તો વ્યર્થ કાં ગુમાવો છો? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.”
ઘોતિયાના છેડા બેય ખભા ઉપર આ વનક્ષેત્રે સાહેબજી હમેશાં ફક્ત એક પંચિયું વચમાંથી પહેરતા હતા. તેના બન્ને છેડા સામસામા ખભા ઉપર નાખતા હતા. સમયસર આહારપાણી ઘરીએ તો વાપરતા હતા, પણ તે બાબત કંઈપણ જણાવતા નહોતા. આહારમાં બે રૂપિયાભાર રોટલી અને થોડું દૂધ વાપરતા હતા. બીજી વખત દૂઘ પણ લેતા નહોતા. સાહેબજી હમેશાં એક જ વખત આહાર કરતા હતા. તે સિવાય બીજું કાંઈ પણ વાપરતા નહોતા.
શરીર કજીઓ કરે છે પણ પાર પાડતા નથી સાહેબજી આ પ્રમાણે ખોરાક વાપરે છે તેમાં શરીરને અને અનાજને કેટલો સંબંઘ હશે? આ પ્રમાણે મારા મનમાં વિચાર થયો. તે વખતે સાહેબજીએ જણાવ્યું કે આ શરીર અમારી સાથે કજીઓ કરે છે, પણ અમે પાર પાડવા દેતાં નથી.
સાહેબજીના વચનાતિશયથી દૂર પણ સંભળાય સાહેબજીનું શરીર બહુ નાજુક હતું પરંતુ આત્મબળનું સામર્થ્ય અત્યંત હતું. હું નડિયાદથી સાહેબજી પાસે આવતો ત્યારે લગભગ પાંચ ખેતરવા દૂર હોઉં ત્યાંથી પણ સાહેબજીની ગાથાઓનો સ્વર સાંભળી શકતો હતો. જ્યારે હું સાહેબજીની પાસે જઈ પહોંચે તે વખતે પણ સાહેબજી ગાથાઓની ધૂન બોલતાં જ