________________
શ્રીમદ્ અને મોતીલાલ
હોય, પણ તે સ્વર કંઈ મોટા ઘાંટાથી કે વધુ અવાજથી બોલતા હોય તેમ જણાતું નહોતું. પણ સાહેબજીના વચન અતિશયયોગે દૂરથી પણ તે ચોક્કસ સાંભળી શકાતું હતું. સાહેબજી જે ગાથાઓ બોલતા હતા તે ગાથાઓ શ્રીમાન આનંદઘનજી મહારાજ વગેરેની હતી. ખેડા લાવવા માટે તમોને મુનિઓ તરફથી ભલામણ છે
૨૮૯
એક દિવસ સાહેબજીએ મને જણાવ્યું કે કેમ, મોતીલાલ, અત્રેથી હવે ચાલીશું? મેં જણાવ્યું કે હાજી, ખેડા તરફ પધારશો? ત્યારે સાહેબજીએ તુરત જણાવ્યું કે “તમોએ જે કારણથી ખેડા તરફ જવા માટે કહ્યું તે અમારા જાણવામાં છે. તમોને મુનિઓ તરફથી ભલામણ છે તેથી કહો છો.’’ મેં કીધું કે હાજી. હજામે દાઢી, શિર, મૂછ બધું મુંડી દીધું
પછી સાહેબજીએ જણાવ્યું કે હજામને મોકલો. સાહેબજીની હજામત એક મહિનાની થઈ હતી. મેં હજામને મોકલ્યો. અને તેને કહ્યું કે કાંઈપણ બોલીશ નહીં, તાકીદે હજામત કરી લેજે; કારણ કે બહુ સમય થાય તે સાહેબજીને ઠીક લાગતું નથી. વગેરે ભલામણ કરી મોકલ્યો હતો. હજામે જઈ સાહેબજીની દાઢી, શિર અને મૂછ બધું મૂંડી નાખ્યું.
હજામત વખતે તેમણે મને કાંઈ હા કે ના કહ્યું નહીં
હું સાહેબજીને નાહવા માટે પાણીની ગોઠવણ કરવા માટે ગયો હતો. ત્યાંથી પાછા આવી જોયું તો સાહેબજીની મૂછો વગેરે તમામ સાફ કરી નાખેલું. જેથી મેં હજામને ઠપકા સાથે જણાવ્યું કે આમ કેમ કર્યું? ત્યારે હજામે કીધું કે આ મહાત્મા પુરુષ છે, તેથી તમામ સાફ કરી નાખવાનું હશે એવું ઘારી મેં તમામ સાફ કરી નાખ્યું. જ્યારે હું હજામત કરતો હતો ત્યારે પણ તેમણે મને કાંઈ હા કે ના કીધું નહીં, જેથી એમ જ કરવાનું હશે એમ ઘારી મેં તો કર્યું છે.
ઘોડાને બિલકુલ માર મારવો નહીં એવી શરત
સાહેબજી તે દિવસે રોકાયા હતા અને બીજે દિવસે મને કીધું કે કેમ, કંઈ તરફ ચાલીશું? સાહેબજીને જણાવ્યું કે ખેડા તરફ પધારવાનું કરશો. સાહેબજીએ કીધું કે ઠીક. હું ગાડી કરી લાવ્યો. ગાડીભાડાના રૂપિયા ચાર કર્યા હતા. તે ગાડીવાળા સાથે એવી શરત કરી હતી કે ઘોડાને બિલકુલ માર મારવો નહીં તેવો ઠરાવ કરી ગાડી લાવ્યો હતો.
કોટ અને ફેંટો આપ્યો તો પહેરી લીધો
પછી સાહેબજીએ કહ્યું કે કેમ, મોતીલાલ, ચાલીશું? મેં કીધું કે હાજી, પધારો. આ વખતે બપો૨ના બે વાગ્યા હતા. સાહેબજીને માટે હું કોટ કાઢી લાવ્યો અને તે પહેરવા માટે આગ્રહપૂર્વક જણાવ્યું. જેથી તે પહેરી લીધો. પછી સાહેબજીને ફેંટો કાઢી લાવું કહી તે લાવ્યો અને સાહેબજીએ વીંટીને પહેરી લીધો. બાદ સાહેબજી તથા હું ગાડીમાં બેઠા અને સાંજના પોણા પાંચ વાગતાના સુમારે ખેડા પહોંચ્યા હતા. સાહેબજી બિલકુલ નિદ્રા લેતા નહોતા
ખેડામાં ગામ બહાર નરસિંહરામના બંગલામાં મુકામ કર્યો હતો. રાત્રિએ ત્રણ-ચાર વખત ખબર લેવા જતો ત્યારે સાહેબજી પોતે ગાથાઓની ધૂનમાં હોય અથવા બેઠેલા હોય. સાહેબજીને બિલકુલ નિદ્રા નહોતી આવતી તેનો મને અનુભવ છે.