________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૯૦ ભાઈશ્રી અંબાલાલભાઈ બે દિવસથી ખેડે આવી ગામમાં બીજે સ્થળે રહ્યા હતા અને સાહેબજીના દર્શન કરવાની આજ્ઞા મેળવવાર્થે પ્રયત્ન કરતા હતા.
તેમની ઇચ્છા હોય તો ભલે આવે સાહેબજીએ મને જણાવ્યું કે “વાણિયાભાઈ અત્રે આવ્યા છે કે?” મેં કીધું હાજી. સાહેબજીએ મને જણાવ્યું કે “તેમની અત્રે આવવાની ઇચ્છા છે તો ભલે આવે.” પછી મેં ભાઈશ્રી અંબાલાલભાઈ પાસે જઈ જણાવ્યું કે તમારા સંબંધી સાહેબજીને મેં કાંઈપણ કહ્યું નહોતું, પણ સાહેબજીએ પોતે જ તમને આવવાની આજ્ઞા આપી છે. જેથી ભાઈશ્રી અંબાલાલભાઈ આવ્યા હતા.
આવી રીતે છંદોમાં ભૂલ કેમ પડે છે? સાહેબજીએ મને આજ્ઞા કરી જણાવ્યું કે આ છંદો તમે મોઢે કરજો, જેથી મેં મોઢે કર્યા હતા. તે પાછા સાહેબજીએ બોલાવરાવ્યા હતા. તે છંદો બોલવામાં મારી ભૂલ પડી હતી. જેથી સાહેબજીએ જણાવ્યું કે આવી રીતે ભૂલ કેમ પડી? તે ભૂલ ટાળવા માટે જણાવ્યું. જેથી મેં તુરત જ તે બરાબર મોઢે કરી લીઘા હતાં.
એક દિવસે ફરવા જતાં મેં મારા નવા પગરખાં સાહેબજી આગળ મૂક્યાં, તે તેમણે પહેરી લીધાં. ગાઉ દોઢ ગાઉ ચાલ્યા પછી એક જગાએ બેઠા ત્યાં મેં પગ તરફ નજર કરી તો પગરખાં ડંખેલા અને ચામડી ઉખડી હતી ત્યાંથી ઘણું જ લોહી નીકળતું હતું. છતાં ચાલવામાં કિંચિત્માત્ર ફેર નહીં. સાહેબજીનું તે તરફ લક્ષ નહોતું. પણ મને બહુ ખેદ થયો. પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી, ધૂળ ચોંટેલી દૂર કરી. મેં પછીથી મારા જૂનાં પગરખાં સાહેબજીને પહેરાવ્યા અને નવા પગરખાં ઊંચકી લીઘા. અને સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, આપશ્રીના પગે પગરખાં ડંખવાથી તીવ્ર વેદના થતી હશે અને તેથી કરી ઉપયોગમાં પણ ફેરફાર થતો હશે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે સત્યરુષોનો ઉપયોગ દેહના ભાવમાં હોય જ નહીં, પણ તમો તેની સ્મૃતિ કરાવો છો.
બાહ્ય પરિગ્રહ રહિત પણ અંતરંગ પરિગ્રહ છે માટે મોક્ષ નથી આગળ ચાલતાં લીમડા ઉપર એક વાંદરો હતો તેના તરફ જોઈને સાહેબજી હસમુખે બોલ્યા કે મહાત્મા, પરિગ્રહ રહિત છો અને અપ્રતિબંઘ સ્થળ ભોગવો છો પણ યાદ રાખજો કે હમણાં મોક્ષ નથી.”
ઝડપથી ચાલો બીજે દિવસે નદી કિનારે ચાલતા સાહેબજીએ મને કીધું કે મોતીલાલ, જુઓ પેલી મગરી છે, એમ કહી જણાવ્યું કે ઝડપથી ચાલો.
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ સાહેબજીએ એક વખત ઉપદેશ કર્યો કે “પુરુષાર્થ કર્તવ્ય છે.” તે વિષે વિસ્તારપૂર્વક બોઘ કર્યો. તે મને રોમેરોમ અસર કરી ગયો હતો.
અમે સપુરુષ છીએ તેમ તમોએ શાથી જાણું? એક દિવસ ફરવા જતાં મને સાથે આવવાની આજ્ઞા થઈ. રસ્તે ચાલતાં સાહેબજીએ મને જણાવ્યું કે “તમો અમારી પાછળ શા માટે ફરો છો?” મેં કીધું કે કલ્યાણની ઇચ્છાએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમે કેમ જાણ્યું કે અમો તમારુ કલ્યાણ કરીશું?” મેં કીધું કે મને અનુભવ થયો છે કે આપ સયુરુષ