________________
૨૯૧
શ્રીમદ્ અને મંગુબેન છો. જેથી મારું કલ્યાણ થશે એમ મને ચોક્કસ ખાતરી છે. સાહેબજીએ જણાવ્યું કે હું “અમો સત્પરુષ છીએ તેમ તમોએ શાથી જાણ્યું?” મેં કીધું કે તેનો અનુભવ મને સારી રીતે થયો છે તેથી જાણું છું. સાહેબજીએ જણાવ્યું કે “શા અનુભવથી જાણો છો?” મેં કીધું આપશ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતાં, હાલતાં ચાલતાં, બેસતા-ઊઠતાં વિરક્તપણે થાય છે તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવ્યું છે; તેથી ઓળખાણ થયું છે. સાહેબજીએ જણાવ્યું કે “બીજો તેમ કરશે તો?” ત્યારે મેં કહ્યું કે બીજાથી તેમ કૃત્રિમ થઈ શકે નહીં. સાહેબજીએ ફરીથી જણાવ્યું કે “એવી તમોને ક્યાંથી ખાતરી થઈ કે તમો સન્દુરુષને બરોબર ઓળખો છો?” ત્યારે મેં જણાવ્યું કે સાહેબજી, આપશ્રીના સમાગમમાં આવીને મારા મનને એવી ઇચ્છા કે લાલચ નથી થઈ કે હું ખાવાપીવાના સુખની સામગ્રી કે પૈસા વગેરે મેળવી સંસાર-વ્યવહારમાં સુખી થાઉં, તો પછી આપશ્રીની પૂંઠે અમો ચાલતા હોઈશું તે શાને માટે? તેથી મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપશ્રી સત્પરુષ છો અને આપશ્રીના આશ્રયે આવ્યાથી જરૂર કલ્યાણ થશે જ, એવું મારું દ્રઢપણે માનવું છે.
ચરણામૃતનું આચમન કર્યું બીજે દિવસે સાહેબજી ખેડેથી મુંબઈ તરફ પઘારવાના હતા. હું મહેમદાબાદ સ્ટેશને સાહેબજીને વળાવવા માટે ગયો હતો. રસ્તામાં એક કૂવો આવ્યો ત્યાં સાહેબજીને બેસવા માટે વિનંતી કરી, જેથી તે કૂવાની પાળ પર બિરાજમાન થયા. મેં તે કૂવામાંથી પાણી કાઢ્યું અને પ્રદક્ષિણા ફરી સાહેબજીના જમણા પગના અંગૂઠા પર ઊંચેથી પાણીની ધારા વહેવડાવી. અને નીચે હાથ રાખી તેમાં ચરણામૃત ઝીલ્યું હતું.
ત્યારપછી સ્ટેશન પર આવ્યા. મેલ ટ્રેન આવી તેમાં સાહેબજી બિરાજમાન થયા અને મુંબઈ તરફ પઘાર્યા. ત્યારબાદ ફરી સમાગમ વઢવાણ કેમ્પમાં થયો હતો.
આ મોતીલાલ ભવહાર નથી પણ ભવસાર છે શ્રી વઢવાણ મુકામે સાહેબજીની સેવાનો લાભ સારી રીતે મળી શક્યો હતો. એક વખતે હું સાહેબજીની સેવા કરવા માટે સાહેબજીની પાસે તેમના પલંગ ઉપર બેઠો હતો. ત્યારે સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે આ મોતીલાલ ભવહાર ન હોય, એ તો ભવસાર છે.
ત્યારપછી ફરી સમાગમ થયો નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે સઘળી હકીકતો સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે યાદ કરી લખાવેલ છે, તેમાં જે કંઈ મારી વિસ્મૃતિના કારણથી કાંઈપણ ભૂલચૂક થઈ હોય તેને માટે ક્ષમા ચાહું છું.
શ્રી મંગુબેન
નડિયાદ શ્રી નડિયાદવાળા બેન મંગુબેન–તે ભાઈ લીલાભાઈ અમરચંદના દીકરી. તેઓને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે –
એક વખત આહાર કરવાથી નિદ્રા ઓછી આવે શ્રી પરમકૃપાળુદેવ સંવત્ ૧૯૫૪ની સાલમાં ચોમાસામાં શ્રી વસો મુકામે પઘાર્યા હતા. તે વખતે