________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૯૨
મને તેમના પ્રથમ દર્શન ઉપાશ્રયમાં થયા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામીનું ચોમાસું ત્યાં જ હતું. ત્યાં પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા કે પાંચ ઇન્દ્રિયો માંહે જિલ્લા ઇન્દ્રિય જિતાય
તો બધી ઇન્દ્રિયો જીતી શકાય છે. ખારું, ખાટું સ્વાદ વગેરે જિલ્લા ઇન્દ્રિય માંગે છે. ખારું ખાટું વધારે ખાવું નહીં અને એક વખત આહાર કરવાથી નિદ્રા ઓછી આવે છે, અને નિદ્રા ઓછી આવવાથી પ્રમાદ ઓછો થાય છે, એટલું જણાવ્યું હતું. તેથી એમ થયું કે આ મહાત્મા પુરુષ છે. તેઓની પાસે ક્યારે સેવા-ભક્તિનો લાભ મળે એમ રહ્યા કરતું.
પરમકૃપાળુદેવ આપણા ગુરુ છે પછી મને એમ થયું કે આ સંસારમાંથી ક્યારે છૂટું? એવા વિચારથી મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે જઈ હું ઘણું જ રોવા લાગી. ત્યારે મહારાજ સાહેબે જણાવ્યું કે શ્રી પરમકૃપાળુદેવ તે આપણા ગુરુ છે.
પરમકૃપાળુદેવે કહ્યું-વાંચજો, આવડશે એકવાર હું પરમકૃપાળુદેવના દર્શન કરી હાથ જોડી ઊભી રહી ત્યારે પરમકૃપાળુદેવે સ્વહસ્તે મોક્ષમાળા તથા ભાવનાબોઘ મને આપ્યા. મેં કહ્યું કે હું ભણેલી નથી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે આવડશે, વાંચજો, શીખજો. ત્યાર પછી શ્રી વસોથી આવ્યા બાદ ભણવા માટે કક્કાની ચોપડી મંગાવી અને ભણવા વાંચવાનું શીખી અને હાલ ઠીક વાંચી શકાય છે.
માળા વેઠની જેમ ફેરવો છો? આત્માર્થે ફેરવાતી નથી પછી પરમકૃપાળુદેવ ઉત્તરસંડામાં એક માસ રહેલા, ત્યારે મારા મનમાં એમ થાય કે હું ક્યારે તેઓશ્રીના દર્શન કરવા જઈ શકું? પછી પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ પઘારેલા ત્યારે ભાઈશ્રી મોતીલાલની વહુ નવલબાઈની સાથે જણાવ્યું કે મંગુબેનને કહેજો કે આવવાની મરજી હોય તો આવે. તેથી બાઈ નવલબાઈએ મને જણાવ્યું. જેથી હું દર્શન કરવા ગઈ હતી. દર્શન કરવા બેઠી ત્યાં એક ડોશીમા બેઠેલ હતા. તેઓને પરમકૃપાળુદેવે જણાવ્યું કે માજી, તમો માળા ફેરવો છો? ત્યારે ડોશીમાએ કીધું કે હા, મહારાજ. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેવી રીતે ફેરવો છો? વેઠની જેમ? જેમ ઘઉં બાજરી દળવા લાવેલા હોય અને તે પૈસા લઈને વેઠની માફક દળી આપીએ છીએ તેમ? આત્માના કલ્યાણ માટે ફેરવાતી નથી, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. ત્યારબાદ પરમકૃપાળુદેવ શ્રી ખેડે પધાર્યા હતા.
આપ જે કહો તે સત્ય છે પછી સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ આગાખાનના બંગલામાં પધાર્યા હતા. તે વખતે દર્શનનો લાભ થયો હતો. ત્યાં બહેન નાથીબહેન સોનીને પૂછ્યું કે તમારે શ્રી પરમકૃત ખાતામાં રૂા. ૫૦૦/- લખાવાના છે? ત્યારે નાથીબહેને કહ્યું કે મારું ગજું નથી. પછી નાથીબહેને કહ્યું કે આપ જે કહેશો તે સત્ય છે. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે રૂ.૧૦૧/- પરમકૃત ખાતામાં લખાવો. પછી નાથીબહેને તે પ્રમાણે માંડ્યા હતા.
કલ્યાણ માટે મુનિશ્રીને પૂછી જોજો. એક વખત પરમકૃપાળુદેવને મેં કહ્યું કે મારું કલ્યાણ કેમ થશે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે મુનિશ્રીને પૂછી જોજો.