________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
ગચ્છમત સંબંઘી શબ્દથી રહિત નામ રાખવું
..
“શ્રી સુબોધક પુસ્તકાલય’' એ નામ સાહેબજીએ આપેલ છે. જ્યારે સ્થાપન કરવાનો
વિચાર ધાર્યો ત્યારે સાહેબજીએ સર્વે ભાઈઓને જણાવ્યું કે શું નામ આપવું? તે પોતાના વિચારમાં આવે તેમ જણાવો. ત્યારે સર્વે ભાઈઓએ પોતપોતાના વિચારો પ્રમાણે જણાવ્યું હતું. ત્યારપછી સાહેબજીએ જણાવ્યું કે જે નામ આપવામાં કોઈપણ પ્રકારના ગચ્છમત સંબંઘી શબ્દ ન આવે તેવું નામ આપવું જોઈએ એમ જણાવી સાહેબજીએ શ્રીમુખે પ્રકાશ્યું કે આ પ્રમાણે નામ રાખવું.
૨૨૬
શ્રી સુબોધક પુસ્તકાલય
એમ ધવલપત્ર પર સ્વહસ્તાક્ષરે લખી આપ્યું હતું. જેથી તે પવિત્ર નામ રાખવામાં આવેલ છે. સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું હતું કે સુબોધક પુસ્તકાલયની સ્થાપન ક્રિયા ગાંડાભાઈના હાથે કરાવજો. જેથી સાહેબજીના વિદ્યમાનપણામાં ખંભાતમાં શ્રી કુમારવાડાના નાકા પર વકીલ મગનલાલ દુલ્લભદાસનું મકાન છે તે મકાનના મેડા પર સંવત્ ૧૯૫૭ના માહ સુદ પના દિને મારા હાથે સ્થાપન ક્રિયા થયેલ છે. સાહેબજીના ચિત્રપટની પઘરામણી ત્રીજે માળે કરવામાં આવી હતી અને શ્રી પુસ્તકોજીની પઘરામણી બીજા માળે થઈ હતી અને વાંચન વિચારવાની બેઠક ત્યાં જ રાખવામાં આવી હતી. તે મકાનનું વાર્ષિક ભાડું અમુક રૂપિયા નક્કી કરી રાખેલ હતું. ત્યારબાદ કેટલાક વર્ષ વીત્યા પછી સર્વે ભાઈઓને વિચાર થયો કે એક મકાન બંધાવવું. તેવા વિચારથી તેના ખર્ચ માટે સાધનો મેળવી શ્રી લીંકાપુરીની ખડકી મધ્યે મકાન બંધાવ્યું. તે મકાનનું કામ સંપૂર્ણ થયા બાદ ખંભાત સ્વસ્થાનના ૨૫.૨ા.દીવાન સાહેબ માધવરામભાઈ હરીનારાયણભાઈના મુબારક હાથે સંવત્ ૧૯૬૮ના આસો વદ ૫ બુધવારના દિને સુબોથક પુસ્તકાલયની સ્થાપન ક્રિયા કરવામાં આવેલ છે. તે સુબોધક પુસ્તકાલય આજે મુમુક્ષુઓને વિશ્રાંતિનું સ્થાન બનેલ છે. તે થવામાં પરમકૃપાળુદેવનો આપણા ઉપર પરમ ઉપકાર છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સઘળો વૃત્તાંત મેં મારી સ્મૃતિ મુજબ ઉતારો કરાવેલ છે, તેમાં મારી સરતદોષના કારણથી ભૂલચૂક થઈ હોય તેને માટે ક્ષમા ચાહું છું.
શ્રી ગાંડાભાઈ ભાઈચંદ
ખંભાત
શ્રી ખંભાત નિવાસી શા ગાંડાભાઈ ભાઈચંદ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં આવેલા અને તે પ્રસંગે જે વાતચીત બીના બનેલી તે હાલ સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં જણાવું છું :
પૂર્વ સંસ્કારથી સાહેબજીના સમાગમમાં રહેવાની ઇચ્છા
ખંભાત નિવાસી ભાઈ શ્રી નગીનદાસ ગુલાબચંદ તથા તારાપુરવાળા ભાઈશ્રી મૂલચંદ ફૂલચંદ સાથે મારે સ્નેહભાવ હતો. તેથી તેઓએ મને જણાવ્યું કે પરમકૃપાળુ મહાત્મા ગામ કાવિઠા પધાર્યા છે, તો ત્યાં આવવા ઇચ્છા છે? તે સાંભળી મને કૃપાનાથના દર્શન કરવાની ઇચ્છા થઈ. સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રાવણ વદ ૧૧ના રોજ ભાઈશ્રી નગીનદાસ સાથે હું લગભગ પાસણ બેસતાં રાળજ ગયો. ત્યાં જઈ કૃપાનાથના દર્શન કર્યા ત્યારથી મનમાં ઘણો જ પ્રેમ આવ્યો અને એવી ઇચ્છા થઈ કે હમેશાં સાહેબજીના