________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૯૬
જીવનકળા પૃષ્ઠ ૧૩૭ ઉપરથી ઉદ્ધત :
શ્રીમદ્ કહે ઃ તું આત્મા છે
ખંભાતવાળા ભાઈ ત્રિભોવનદાસ મુંબઈ જતા ત્યારે શ્રીમદ્ભા સમાગમ કરવા તેમને ઘેર જતા. એક વખત શ્રીમદ્ પોતાની પુત્રી કાશીબહેને ત્રણેક વર્ષની હતી, તેની સાથે ગમ્મત કરતાં પૂછે છે : “તું કોણ છે?” કાશીબહેન બોલી “હું કાશી છું.” શ્રીમદે કહ્યું: “ના, તું આત્મા છે.”
ના, હું તો કાશી છું. આવી જીવની બાળદશા છે. કાશીબહેને કહ્યું: “ના, હું તો કાશી છું. એવામાં ત્રિભોવનદાસ આવ્યા. તેમને શ્રીમદે કહ્યું કે “આને હજી ત્રણ વર્ષ પૂરાં થયા નથી. પોતાનું નામ “કાશી' પાડ્યું છે. એવી સમજણના સંસ્કારો તો થોડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે એ કહે છે કે ના, હું તો કાશી છું. આવી બાળદશા છે.” બોધામૃત ભાગ-૧ પૃષ્ઠ ૧૮૭ ઉપરથી ઉદ્ભત :
સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં જ અંત સુઘી વૃત્તિ રહી ખંભાતમાં ત્રિભુવનભાઈનું શરીર બરાબર નહોતું, ત્યારે મનમાં તેઓને થવા લાગ્યું કે આ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું (પૂ.શ્રી બ્રહ્મચારીજી) ત્યાં ગયો. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમગુરુ નિગ્રંથ” જપું કે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” જપું? છેવટે મારે શું કરવું? તેમણે કૃપાળુદેવ પાસેથી મંત્ર નહીં મળેલો.
પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે “આ તો કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે! મરતાં સુધી તેઓની વૃત્તિ તેમાં જ રહી હતી.”
શ્રી છોટાલાલ માણેકચંદ
ખંભાત 3ૐ શ્રી સદ્ગુરુદેવ સહજાત્મસ્વરૂપ શુદ્ધચૈતન્ય સ્વામીજીના સમાગમમાં ખંભાતવાસી શાહ છોટાલાલ માણેકચંદ આવેલા. તે પ્રસંગે પરમકૃપાળુદેવના સમીપમાં જે જે સાંભળેલું અને જે જે પ્રશ્નો પૂછેલા તે તે તેમની સ્મૃતિમાં રહેલ તે નીચે મુજબ લખી જણાવેલ છે.
શ્રી જૂઠાભાઈથી શ્રી અંબાલાલભાઈ તેથી શ્રી છોટાભાઈ ભક્તિરંગથી રંગાયા
ખંભાતવાળા ભાઈ અંબાલાલ વિગેરે સં.૧૯૪૬માં અમદાવાદ શ્રી જૂઠાભાઈના પ્રસંગમાં આવેલા ત્યારે કૃપાળુદેવના સંબંઘમાં કેટલીક વાતચીત થયેલી તે અંબાલાલભાઈની સાથે વાતચીતના પ્રસંગે મેં પરમકૃપાળુદેવની સ્તુતિ સાંભળેલી જેથી મને ભક્તિનો આવિર્ભાવ થયેલો. તે પછી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ બિરાજમાન હતા ત્યાં મુંબઈ પત્ર લખેલ.
સંવત્ ૧૯૪૬માં પરમકૃપાળુદેવ ખંભાત પઘાર્યા પરમકૃપાળુદેવે પ્રસંગે લખી જણાવેલ કે ખંભાત તરફ આવવાનું થશે, તે પછી થોડા વખતમાં