________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
શ્રીમદ્દ્ની આગાહી
શ્રી પાનાચંદભાઈની પત્ની ગુજરી જવાથી ફરી લગ્ન કરવાનો તેમનો વિચાર હતો. તેથી સાહેબજીને પૂછવા માટે અવારનવાર આવતા. એક્વાર તેઓના વગર પૂછ્ય સાહેબજીએ જણાવ્યું કે તમે જે હકીકત પૂછવા ઘારો છો, તે સંબંધી હવે અમો તેવા કામ કરતા નથી. પછી પાનાચંદભાઈ શ્રી રવજીભાઈના મિત્ર હોવાથી પિતાશ્રીના આગ્રહથી સાòબજીએ પાનાચંદભાઈને જણાવ્યું કે હાલ તમો બે મહિના સુધી લગ્ન કરશો નહીં અને તમારા છોકરા સંબંઘી જે પૂછવાનું ઘારો છો તે બઘી વાર્ત પુરો થશે. બે મહિના બાદ શ્રી પાનાચંદભાઈ ગુજરી ગયા હતા અને તેમનો છોકરો બધી વાતે પૂરો નીવડ્યો હતો.
૧૨
શ્રીમદે કરેલ માતુશ્રીની સેવા
એક વખત પરમપુજ્ય માતુશ્રી દેવબાઈને ઘણો જ સખત મંદવાડ હતો, અને આખર સ્થિતિ જેવું હતું. બધાએ આશા મૂકી દીધી હતી. તે વખતે રાત્રિના અગિયાર વાગતાના સુમારે મને હાક પાડી બોલાવરાવ્યો. સાહેબજી પોતે ઓશીકે ખાટલા પર માતુશ્રીની પાસે બેઠા હતા. અને મને પાંગોઠીએ બેસવાનું કહ્યું હતું. સાહેબજી ગાથાઓ બોલતા જાય અને માતુશ્રીના ડીલ પર હાથ ફેરવતા જાય. લગભગ બે કલાક પછી માતુશ્રીને ભાન આવ્યું અને બોલ્યા કે કોણ ભાઈ? ત્યારે સાહેબજીએ કીધું કે હાજી, મા કેમ છે? ઠીક છે ને ? ત્યાર પછી લગભગ બે કલાક સુધી ફરી તેમ કર્યું અને સાહેબજીએ જણાવ્યું કે, મા સારું થઈ જશે. પછીથી સવારે સારી પેઠે આરામ થઈ ગયો હતો.
પરમકૃપાળુદેવના પ્રતાપે કાર્ય સિદ્ધિ
સાહેબજી એકવાર મોરબીમાં રેવાશંકરભાઈને ત્યાં ઊતર્યા હતા. ત્યાં રાત્રે દશ-અગિયાર વાગે મુંબઈથી તાર આવ્યો કે સાઠ હજાર રૂપિયા બેંકમાં આવતી કાલે ચાર વાગતા દરમીયાન ભરવા જોઈએ, પણ ઠુકાનની સિલકમાં તેટલા રૂપિયા ન હોવાથી ભાઈ શ્રી રેવાશંકરભાઈ મુંઝાયા. તે સમયે સાહેબજીએ તુરત જ ભાઈશ્રી રેવાશંકરભાઈને જણાવ્યું કે લો, આ તારનું ફોર્મ અને અમુક ઠેકાણે તાર કરો. ત્યારે ભાઈશ્રી દેવારાંકરભાઈ છે કે આમ તે કંઈ ઘણી આપતા હશે? પણ બીજે જ દિવસે જવાબ આવ્યો કે રૂપિયા ભરાઈ ગયા છે.
પરમકૃપાળુદેવની કૃપાએ વ્યાધિનો વિનાશ
...
એક વખત મને મહિનાથી લાગુ પડેલ તાવ ૧૦૨-૧૦૩ ડીગ્રી રહેતો હતો. તેવામાં સાહેબજી મુંબઈથી પધાર્યા અને તુરત જ મને જોવા માટે આવ્યા. સાહેબજી ખાટલા પર બેઠા અને મારા શરીર પર હાથ ફેરવ્યો અને પૂછ્યું કે કેમ છે? મેં કીધું કે તાવ વિશેષ રહ્યા કરે છે. સાહેબજીએ જણાવ્યું કે, કેમ, કંઈ ખાવું છે? ત્યારે મેં કહ્યું કે જો આપ દાડમ લાવ્યા હો તો તે ખાવા ઇચ્છા છે. ત્યારે સાહેબજીએ દાડમ મંગાવ્યું અને ભાંગીને દાણા કાઢી મને આપ્યા તે મેં ખાધા. સાહેબજી મારા શરીર પર ફરી હાથ ફેરવતા જાય અને મને પૂછ્યું કે કેમ છે? મેં કીધું કે સારું છે, તે વખતે સાહેબજીએ જણાવ્યું કે ફરવા ચાલો. મેં કહ્યું હજી બરાબર શિક્ત નથી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ચાલો, આવી શકાશે. પછી હું સાહેબજી સાથે ફરવા માટે ગયો હતો. ત્યાં મને કાંઈપણ વ્યાધિ કે દુઃખ થયું નહોતું, પણ ઘણો જ આનંદ થયો હતો.