________________
૬૫
શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ
શ્રીમદે તે આપ્યું અને વાંચવા જણાવ્યું. પછી પ્રસંગોપાત એવી વાતો કહી કે જે કાંઈ પૂછવાનું મનમાં હતું, તેનું વગર પૂછ્યું જ સમાધાન થઈ ગયું. આગલા દિવસે જે સંકોચ વર્તતો હતો તે બધો દૂર થયો. લગભગ દશ વાગ્યે હું ઊઠ્યો.
બપોરના નિવૃત્તિ હતી. શ્રીમદ્ પાસે જવા ઇચ્છા હતી, પણ બપોરે તો ઘારશીભાઈ, નવલચંદભાઈ જેવા મોટા માણસો જ્ઞાનવાર્તા કરતા હોય ત્યાં મારાથી કેમ જવાય? એમ વિચારી જતો નહીં.
શ્રીમદ્ભો પુનઃ મેળાપ તે દિવસે પુનઃ સાંજે જિનમંદિરે થઈ શ્રીમદ્ સમીપે ગયો. આગલા દિવસની માફક જ પર્ષદા વઘારે હતી. શ્રીમદે સતુદેવનું સ્વરૂપ પ્રકાશ્ય અને તેના અનુસંધાનમાં આનંદઘનજીનું ઓગણીશમું મલ્લીનાથજીનું સ્તવન સમજપૂર્વક સંભળાવ્યું. મારા પર કૃપાની રાહે શ્રીમદ્ તાણીને વચન ઉચ્ચારતા. પછી પ્રસંગોપાત ઘારશીભાઈ વગેરેએ કાંઈ પ્રશ્નો કરવા માંડ્યા. હું સાંભળી શકતો નહોતો. વૃત્તિ ચંચળ થઈ અને નવ વાગ્યાના સુમારે રજા લઈ હું ઊઠ્યો. ઘારશીભાઈ વગેરે તો એકેક-બબ્બે વાગતા સુધી બેસતા. ઘેર ગયા પછી શયન વખતે ખેદ થયો કે અહો! ઉત્તમજ્ઞાની પુરુષોનો સમાગમ છતાં પ્રમાદવશે આ જીવ વિષયકષાય સેવ્યા કરે છે. હું ક્યાં, કોની સમીપે ગયો હતો અને ત્યાં શું વાતો થતી? એ વગેરે જાણવા જણાવવા યોગ્ય વાતો મારા ઘરમાં કરું ખરો, આથી મારા ઘરમાં પણ શ્રીમદુના દર્શન કરવાની વૃત્તિ થયેલ, પણ અમારો લોકવ્યવહાર એ વૃત્તિના પોષણને આડે આવતો. ક્વચિત્ જણાવવા યોગ્ય વાતો મારા પિતાશ્રીને પણ જણાવતો.
સદાચાર જ્ઞાનીને પ્રિય છે. બીજા દિવસે સવારે પણ આગલા દિવસની માફક ગયો. જતાં જ કોઈ પણ પ્રકારના પ્રસંગ વિના પ્રથમ વચન શ્રીમદે એ ઉચ્ચાર્યું કે, મનસુખ, વિશેષ થઈ શકે તે તો બહુ જ સારું છે, છતાં સદાચરણ પણ જ્ઞાનીઓને બહુ પ્રિય છે. એ સ્વાભાવિક વચનોથી રાત્રે મને જે ખેદ વર્તતો હતો તેનું સમાધાન થઈ ગયું. તાત્પર્ય કે સ્વદારાથી પણ વિરક્ત થઈ શકાય તો બહું જ સારું. સ્વદારા સંતોષરૂપ સદાચરણ હોય તો તે પણ જ્ઞાનીઓને બહુ પ્રિય છે. આવા આશયનું કોઈ પણ પ્રકારના પ્રસંગ વિના શ્રીમદે વચન ઉચ્ચાર્યું. તેથી શ્રીમદ્ભા અપૂર્વજ્ઞાન માટે સાનંદાશ્ચર્ય સાથે ખાતરી થઈ. આમ લગભગ પખવાડિયું ચાલ્યું.
જ્ઞાનવાર્તાથી માથાનો બોજો ઓછો થાય શ્રીમન્ને તે અરસામાં માથાની વેદના બહુ રહેતી. કોઈને મળવા ન દેતા, પણ શ્રીમદ્ભા અંગિત આકારથી મને લાગેલ કે માથું દુ:ખે છે. એક સવારે મેં પૂછ્યું–સાહેબ, આપ કાંઈ તપશ્ચર્યા કરો છો? માથાની વેદનાનું શું કારણ?
શ્રીમ–હાલ તો કોઈ તપશ્ચર્યા નથી કરતા, અગાઉ કરતા, તેની અસરથી શિરોવ્યાધિ છે.
મેં પૂછ્યું–રાત્રે એક-બે વાગ્યા સુધી જ્ઞાનવાર્તા ચાલે છે, દિવસના પણ ચાલે છે તો આપના મગજને શ્રમ નથી પહોંચતો? તેથી પણ શિરોવ્યાધિ ન થાય? નિદ્રા ક્યારે લો છો?
શ્રીમદ્ કહે–અમને જ્ઞાનવાર્તામાં એટલો આનંદ આવે છે કે સવાર પણ પડી જાય. નિદ્રા સ્વાભાવિક બહુ અલ્પ થઈ ગઈ છે. જ્ઞાનવાર્તાથી અમારા મગજ પર બોજો નથી જણાતો, બોજો ઓછો થાય છે. પાત્ર