________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
ર૯૮ પરમકૃપાળુદેવનું ખુલ્લી રીતે નામ નહીં જણાવતા મોઘમમાં પરમકૃપાળુદેવની જ્ઞાનશક્તિનું અદ્ભુત વર્ણન કરતા હતા.
મુનિશ્રી લલ્લુજી સ્વામી પરમકૃપાળુદેવની ઘણી પ્રશંસા કરતા હતા તે વખતે મેં મુનિશ્રી પ્રત્યે પૂછ્યું કે આપશ્રી જે જ્ઞાની પુરુષની જ્ઞાનશક્તિનું વર્ણન પ્રકાશો છો તે જ્ઞાની પુરુષ હાલમાં ક્યાં છે? અને તેઓશ્રીનું શું નામ છે? મને તે જાણવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ છે. ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે યથાવસરે અને પ્રસંગોપાત્ત તમો તેઓશ્રીના નામને જાણી શકશો. ત્યાર પછી મારું મન મુનિશ્રી તરફ ઘણું જ આકર્ષાયું. જેથી હું હમેશાં મુનિશ્રી પાસે જતો હતો. મુનિશ્રી લલ્લુજી સ્વામી પરમકૃપાળુદેવ સંબંધી ઘણી જ વ્યાખ્યા કરતા હતા અને ઘણી જ સ્તવના કરતા હતા, પરંતુ પરમકૃપાળુદેવનું નામ ગૌણતામાં રાખી સ્તવના કરતા હતા. મને તેઓશ્રીનું નામ જાણવાની તીવ્રપણે ઇચ્છા થઈ અને મેં મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે આપશ્રી જે જ્ઞાની પુરુષની સ્તવના કરો છો તેઓશ્રીનું નામ શ્રીમદ્ રાજચંદ્ર દેવ છે. ત્યારે મુનિશ્રી સહજ હસમુખે ડોકું ધુણાવી બોલ્યા કે હા, એ જ નામ છે. પછી મુનિશ્રીએ મને પૂછ્યું કે આ પુરુષનું નામ તારા જાણવામાં ક્યાંથી આવ્યું? ત્યારે મેં જણાવ્યું કે પ્રથમ મને એક ભાઈએ વાત કરી હતી કે હાલમાં એક મહાજ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવ નામના છે. તેઓશ્રી મહાજ્ઞાની પુરુષ છે. આ પ્રમાણેની વાત થયેલી. ત્યારબાદ આપશ્રીના મુખેથી સ્તવના સાંભળી મને પ્રથમ જે ભાઈએ જણાવેલું તે નામ સ્મૃતિમાં આવી જવાથી આપશ્રી પાસે મેં જણાવ્યું છે. પછી મેં મુનિશ્રીને જણાવ્યું કે હવે તો મને તેઓશ્રીના દર્શન કરવાની ઘણી જ ઇચ્છા થઈ છે.
દર્શનની તીવ્ર ઇચ્છા થવાથી અંતે સ્ટેશને ગયો ત્યારબાદ પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ સંવત્ ૧૯૫૫ના વૈશાખ સુદ ૧ની મિતિએ પરમકૃપાળુદેવ શ્રી અમદાવાદમાં શેઠ હઠીભાઈની વાડીમાં પઘાર્યા હતા. ત્યારે તે વખતે થયો હતો. તે સમયે પરમકૃપાળુદેવની બે-ત્રણ દિવસની સ્થિતિ થઈ હતી. અને તેવા સમયમાં મારી માતુશ્રીની તબિયત ઘણી જ નરમ રહેતી હતી તેથી પરમકૃપાળુદેવના દર્શનાર્થે જઈ શક્યો નહોતો. છેવટમાં પરમકૃપાળુદેવ જે દિવસે આ ક્ષેત્ર છોડી બીજા સ્થળે પઘારવાના હતા તે દિવસે મારી માતુશ્રીનો દેહોત્સર્ગ થયો હતો તે કારણથી જઈ શક્યો નહોતો. પરંતુ દર્શન કરવા માટે તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ હતી જેથી તે છેવટમાં પરમકૃપાળુદેવના દર્શનાર્થે સ્ટેશન પર ગયો હતો. ત્યાં બીજા ઘણા ભાઈઓ પરમકૃપાળુદેવને વળાવવા અર્થે આવ્યા હતા.
તમો મોક્ષમાળા પુસ્તક વાંચજો. ત્યાં મેં પરમકૃપાળુદેવને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા હતા. ત્યારપછી મેં બે હસ્ત જોડી પરમકૃપાળુદેવ પ્રત્યે વિનંતી કરી કે સાહેબજી, મારે વાંચવા વિચારવા યોગ્ય પુસ્તકની આજ્ઞા આપો. ત્યારે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે તમો મોક્ષમાળાનું પુસ્તક વાંચજો. આ પ્રમાણે આજ્ઞા થવાથી તે પુસ્તકજી હમેશાં વાંચતો હતો અને તેથી મને ઘણો જ આનંદ થતો હતો.
પરમકૃપાળુ દેવની અદ્ભુત દશા ભાસ્યમાન થઈ પરમકૃપાળુદેવના દર્શનનો લાભ આ પ્રથમ જ વખતે મળી શક્યો હતો. પરમકૃપાળુદેવની મુખમુદ્રા