________________
૨૯૯
શ્રીમદ્ અને હીરાલાલ
જોતાં જ મને અભુત દશા ભાસ્યમાન થઈ હતી, જે અત્રે ઘવલપત્ર પર મૂકવા અશક્ત / છું અર્થાત્ લખવામાં આવી શકે તેમ નથી. જેઓ તેઓશ્રીના સમાગમનો લાભ મેળવી શક્યા હતા તેઓશ્રીને પરમકૃપાળુદેવની અદ્ભુત દશાનો તાદ્રુશ્ય ભાસ થયો હશે. કેટલીક વસ્તુઓ એવા પ્રકારની હોય છે કે તે વસ્તુઓ વાપરવામાં આવ્યા છતાં, અનુભવમાં આવ્યા છતાં પણ જો કદાચ કોઈ પૂછવા ઘારે કે આ વસ્તુનો તમોએ ઉપયોગ કર્યો છે, તો કહો કે આ વસ્તુમાં કેવા પ્રકારનો સ્વાદ રહેલ છે? તો તેનો જવાબમાં ફક્ત એટલું જ કહી શકીશું કે આ વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે અને તેનો સ્વાદ સ્વાદિષ્ટપણે લાગે છે છતાં પણ કેવા પ્રકારનો સ્વાદ છે તે વાણી દ્વારા એ કહેવાને અશક્ત છું. તે દ્રષ્ટાંતે પરમકૃપાળુદેવની વીતરાગ દશાનો અનુભવ પ્રત્યક્ષપણે કરેલ છે છતાં તેનું સ્વરૂપ વાણી દ્વારા એ અત્રે ઘવલપત્ર પર મૂકવા અશક્ત છું.
આ ટીપ ભાઈ હીરાભાઈને વાંચવા આપો ત્યારપછી ફરી સમાગમ પરમકૃપાળુદેવ શ્રી વઢવાણ કેમ્પમાં પઘાર્યા હતા તે વખતે અમદાવાદથી કેટલાંક ભાઈઓ પરમકૃપાળુદેવના દર્શનાર્થે જતા હતા, તેઓશ્રીની સાથે હું ગયો હતો. ત્યાં મને પરમકૃપાળુદેવના દર્શનનો લાભ મળી શક્યો હતો. તે વખતે પરમકૃપાળુદેવની શરીર સ્થિતિ ઘણી જ નરમ રહેતી હતી. ભાઈશ્રી પ્રાણજીવનદાસ ડૉક્ટર પરમકૃપાળુદેવની સેવામાં રહ્યા હતા (દવા વગેરે ઉપચારાર્થે). પરમકૃપાળુદેવનો ઉતારો લીંબડી દરબારના ઉતારે હતો. હું તે સમયે પરમકૃપાળુદેવના સમાગમમાં આશરે ત્રણ-ચાર દિવસ રોકાયો હતો, તે સમયે પરમકૃપાળુદેવના સ્વહસ્તે શ્રી પરમશ્રુત ખાતાની ટીપ થતી હતી. કેટલાક ભાઈઓ તરફથી શ્રી પરમકૃત ખાતામાં મોટી રકમો ભરાઈ હતી. ત્યારપછી પરમકૃપાળુદેવે બેઠેલા ભાઈઓ માંહેથી જે ભાઈના હાથમાં ટીપ હતી તે ભાઈને આજ્ઞા કરી કે આ ટીપ ભાઈ હીરાભાઈને વાંચવા આપો.
. મોટી રકમ આગળ આપણી જૂજ ૨કમ શા હિસાબમાં પરમકૃપાળુદેવે મને વંચાવવા માટે જે વખતે આજ્ઞા કરી તે પહેલાં મારા મનમાં એવો વિચાર થયો કે શ્રીમુખે આપણને આજ્ઞા કરે કે તમારે ભરવા ઇચ્છા હોય તો ભરો, તો આપણે ખાનગીમાં એકઠા કરેલા તમામ મળી આશરે પચીસથી ત્રીસ રૂપિયા છે તે તમામ ભરી કૃતાર્થ થઈએ. આ પ્રમાણેના મનમાં વિચારો કરતો હતો તેટલામાં તો પરમકૃપાળુદેવ તરફથી આજ્ઞા થઈ જેથી હું ઘણો જ આશ્ચર્ય પામ્યો અને મનમાં વિચારો થયા કે અહો! પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિ. મારા મનમાં વિચારો થતા હતા ત્યાં તો પરમકૃપાળુદેવ તરફથી જ આજ્ઞા થઈ. આ આજ્ઞા થવાથી હું ઘણા જ ઉત્સાહમાં આવી તે ટીપ મારા હાથમાં લીધી. હાથમાં ટીપ લઈ વાંચ્યા બાદ મારા મનમાં વિચારો થવા લાગ્યા કે આ ટીપમાં તો મોટી રકમાં ભરાયેલી છે, ત્યાં આગળ આપણી જૂજ રકમ શું હિસાબમાં? આપણી પાસે ખાનગીમાં આશરે પચીસ-ત્રીસ રૂપિયા છે તેમાં તે શું ભરવું? આવા વિચારોથી ટીપમાં ભરવાને સંકોચાઈ ગયો અને મૌનપણે બેસી રહ્યો.
તમોએ તમામ રકમ અર્પણ કરવા વિચાર કર્યો માટે તમારી રકમ મોટી પરમકૃપાળુદેવ સહજ હસમુખે બોલ્યા કે કેમ હીરાભાઈ, કયા વિચારોએ તમોને મુંઝવણમાં નાખ્યા?