________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૦૦
તમારે સંકોચાવા જેવું કાંઈ પણ છે નહીં. તમારી જે ઘારણા છે તે તમારી વિસ્મૃતિને લઈને ભૂલ ભરેલી છે, માટે અમને જણાવીએ છીએ કે તમારી પેટીમાં તમારા ખાનગી
રૂ.૫૧/- છે તે આ ખાતાની ટીપમાં ભરો. પ્રથમ તમારા મનને જે વિચારો ઉદ્દભવેલા કે અમારું કહેવું થયેથી તમારી પાસે ખાનગીમાં એકઠી થયેલ તમામ રકમ આ ખાતામાં અર્પણ કરવા વિચારો ઉદ્ભવેલા, તે તમારા વિચારો ઘણા ઉત્તમ થયેલ છે. બીજા ભાઈઓ તરફથી લખાવેલ રકમ તમારી ગણતરીના આઘારે ગણીએ તો વધુ રકમ ગણાય, પરંતુ તેઓએ પોતાની રકમ માંહેથી અમુક જ ભાગ અર્પણ કરેલ છે અને તમોએ તો તમારી ખાનગી તમામ રકમ અર્પણ કરવાનો વિચાર ઘાર્યો, જેથી તમારી મોટી રકમ ગણી શકાય, માટે તમારે સંકોચાવાનું કાંઈ પણ કારણ નથી. માટે અમારા જણાવ્યા પ્રમાણે આ ટીપમાં ભરો.
તમારી પાસે ખાનગીમાં રૂપિયા એકાવન છે તેટલા ભરો સાહેબજીએ આજ્ઞા કરી કે તમારી પાસે ખાનગીમાં રૂ.૫૧/- છે તેટલા ભરો. તે વખતે મને વિચાર થયો કે આપણી પાસે તેટલા તો છે નહીં અને સાહેબજીએ આટલા રૂપિયા કેમ જણાવ્યાં હશે? વળી કદાચિત્ હોય તો પણ મેં બીજા કોઈને આ સંબંઘમાં કિંચિત્માત્ર પણ અત્યાર સુધીમાં જણાવેલ નથી, તેમજ સાહેબજી પોતે પણ આપણે ત્યાં કોઈ પણ વખતે પઘારેલા નથી, તો પછી ઘેર પેટીમાં રહેલા રૂપિયા શી રીતે કહી બતાવ્યા? વળી પછી વિચારો પલટાયા કે પરમકૃપાળુદેવ તો મહાજ્ઞાની પુરુષ છે, માટે તેઓશ્રી જે કાંઈ કહે તે યથાતથ્ય જ હોય. તે સાથે પ્રથમ જણાવ્યા પ્રમાણેના મનોગત ભાવ જાણ્યાની
સ્મૃતિ થવાથી મારા મનમાં દ્રઢ વિશ્વાસ આવ્યો કે પરમકૃપાળુદેવથી કાંઈપણ અજાણ્યું નથી. જે કાંઈ કહેવું થાય તે યથાતથ્ય જ હોય. આ વિચારોથી મેં રૂા.૫૧/- પરમકૃત ખાતાની ટીપમાં ભર્યા.
પૂરા એકાવન રૂપિયા થયા. એક પાઈ પણ વઘી કે ઘટી નહીં. હું જ્યારે અમદાવાદ આવ્યો અને મારી પેટી ખોલી મેં રૂપિયાની ગણતરી કરી, ત્યારે રૂપિયા, પરચુરણ પૈસા તથા પાઈ અઘેલા સર્વ ગણી તેનો કુલ સરવાળો કર્યો તો પરમકૃપાળુદેવના કહેવા પ્રમાણે જ પૂરા એકાવન રૂપિયા થઈ રહ્યા, એક પાઈ સરખી પણ વઘઘટપણે થઈ નહોતી.
તમારે અમારી પાસે સૂવાની ઇચ્છા છે તો ભલે તેમ કરજો એક વખતે મારા મનમાં એવો વિચાર થયો કે આપણને પરમકૃપાળુદેવની સાથે સૂવાનું થાય તો ઘણો જ આનંદ થાય. આ વિચારથી હું પરમકૃપાળુદેવ પાસે વિનંતીપૂર્વક કહેવા માટે ગયો. હું પરમકૃપાળુદેવની પાસે જઈને ઊભો રહ્યો અને કહેવાનો વિચાર કરું છું તે પહેલાં તો મારા વગર કીધે, વગર જણાવ્યું સાહેબજીએ જણાવ્યું કે તમારે અમારી પાસે સૂવાની ઇચ્છા છે તો ભલે તેમ રાખજો.
જેને બધું સમ છે તે મહાપુરુષ છે. એક વખતે પરમકૃપાળુદેવ હીંચકા પર બિરાજમાન થયા હતા, ગાથાઓની ઘુનમાં બેઠા હતા. તે ગાથાઓ નીચે પ્રમાણે વારંવાર બોલતા હતા
“માન અપમાન ચિત્ત સમંગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈશ્યો હોય તે જાણ રે'શાંતિ જિનો