________________
૨૯૭
શ્રીમદ્ અને હીરાલાલ
ભાવસારાએ જવા માંડ્યું. થોડા બાકી રહ્યા. મેં ફરી કહ્યું. આ વખતે પણ ઊતર્યા નહીં. પછી ચાર સિવાય બાકી બઘા ગયા એટલે સાહેબજીએ મને કહ્યું, “જાઓ, જુઓ ચાર છે બાકી રહ્યા છે? તે અહીં સૂવાના છે. તેમના માટે બિછાનાં કરાવો.” મેં હેઠે જઈને જોયું તો ચાર જ બાકી રહ્યા હતા. પછી નરોડામાં સમાગમ દર્શન થયેલા.
અજાયબી ભરેલી વાતોથી જ્ઞાનશક્તિની ખાતરી મને કંઈ શાસ્ત્રજ્ઞાન કે તત્ત્વજ્ઞાન નથી, એટલે બીજાં મને શું ખબર પડે? પણ ઉપરની બધી અજાયબી ભરેલી વાતોથી મને સાહેબજીની જ્ઞાનશક્તિની ખાતરી થઈ હતી.
સાણંદ બાજુએથી સાહેબજી પઘારવાના હોય તે ખબર મને મળે એટલે સ્ટેશને દુઘ લઈને જઉં. એક વખત છારોડી સુધી હું ગયો હતો.
શ્રી હીરાલાલ નરોત્તમદાસ
અમદાવાદ શ્રી અમદાવાદ નિવાસી પૂજ્ય ભાઈશ્રી હીરાલાલ નરોત્તરદાસ શ્રી સ્તંભતીર્થ પાસે શ્રી વડવા મુકામે સંવત્ ૧૯૭૩ના બીજા ભાદરવામાં પઘારેલા ત્યારે કેટલાંક મુમુક્ષુભાઈઓએ વિનંતિપૂર્વક જણાવ્યું કે આપશ્રીને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે વખતે જે કાંઈ તમોએ શ્રવણ કર્યું હોય તે તથા પરમકૃપાળુદેવ સાથે જે કાંઈ વાતચીત ખુલાસા થયા હોય તે હાલમાં જે કાંઈ સ્મૃતિમાં હોય તે પ્રમાણે અત્રે ઉતારો કરાવવા કૃપા કરશો. જેથી તેઓશ્રીએ નીચે જણાવ્યા પ્રમાણેનો ટૂંક વૃત્તાંત સ્મૃતિ પ્રમાણે લખાવેલ છે.
| મુનિશ્રી લલ્લુજી પાસે ઉત્તમ જ્ઞાન છે એક વખત હું રમતો હતો ત્યારે તે વખતે ભાઈ શ્રી નગીનદાસ ઘરમચંદે મને વાત કરી કે અત્રે દિલ્લી દરવાજાની બહાર હઠીભાઈ શેઠની વાડીમાં મુનિશ્રી લલ્લુજી સ્વામી પઘારેલા છે. તેઓશ્રી પાસે ઉત્તમ જ્ઞાન છે અને ત્યાગ-વૈરાગ્યની ઘણી જ સારી વાતો કરે છે. આ વાત સાંભળી કે તુરત જ મુનિશ્રીના દર્શનાર્થે જવાની ઇચ્છા ઉત્પન્ન થઈ અને ભાઈશ્રી નગીનભાઈની સાથે મુનિશ્રી પાસે ગયો હતો. ત્યાં મુનિશ્રીને ત્રિકરણયોગે નમસ્કાર કરી એકાગ્રચિત્તે મુનિશ્રીના સમીપે બે હસ્ત જોડી બેઠો. તે વખતે મુનિશ્રીના મુખથી ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. પ્રસંગોપાત્ત મુનિશ્રીએ મને જણાવ્યું કે ઘર્મ શા માટે કરો છો? કરવાનો મૂળ હેતુ શું હશે? ત્યારે મેં પ્રત્યુત્તરમાં જણાવ્યું કે કલ્યાણ થાય તે હેતુએ. આ સંબંઘમાં મુનિશ્રીએ વિસ્તારપૂર્વક બોઘ કર્યો હતો જે હાલમાં મને વિસ્તૃત થયેલ છે જેથી અત્રે જણાવી શકતો નથી.
વિશેષ ન બને તો પાંચ માળા ફેરવવાનો ક્રમ ચાલુ રાખવો ત્યારપછી મુનિશ્રીએ નવકારમંત્ર કહી સંભળાવ્યો અને મને જણાવ્યું કે આ નવકારમંત્રનું વારંવાર સ્મરણ કરજે. છેવટે તેમ બની શકે નહીં તો હમેશાં પાંચ માળા ફેરવવાનો ક્રમ ચાલુ રાખજે. મુનિશ્રીએ આજ્ઞા ફરમાવી તે જ પ્રમાણે હમેશાં પાંચ માળા ફેરવવાનો ક્રમ ચાલુ રાખ્યો. મેં મુનિશ્રીને તે વખતે જણાવ્યું કે આપશ્રીની આજ્ઞા પ્રમાણે હું હમેશાં વર્તીશ. ત્યારપછી મુનિશ્રીએ ઉપદેશ ચલાવ્યો હતો તેમાં