________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૯૬ અને કિંમત ચૂકવી દીધી. સાંજે વનમાળીએ સાહેબજીને કહ્યું કે ભાઈ, પેલા મોતી લાવો તો રંગૂનનું પાર્સલ કરીએ છીએ તેમાં મોકલીએ.
સાહેબજીએ કહ્યું: “આજે નહીં.” વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને તેણે કહ્યું-બાપજી! પેલા મોતી ગીરો મુકનાર છોડાવવા આવ્યો છે. અને મેં તો આપને વેચ્યા. હવે મારે શું કરવું? મારા પર દયા કરી મને તે આપો.
અમારે કોઈને દુભવવા નથી. સાહેબજીએ કહ્યું કે–“અમે તમને ગઈકાલે કહ્યું હતું. ત્યારે તમે કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયા હવે શું છોડાવશે? તમે તો અમોને વેચેલ છે. અમને ઠીક હાંસલ (ફાયદો) મળે એમ છે. પણ હવે તમે લેવા આવ્યા છો તો ખુશીથી લઈ જાઓ. અમારે કોઈને દુભવવા નથી. આમ કહી વનમાળીને તે પાછા આપી દેવા અને આપેલ કિંમત પાછી લેવા કહી દયાભાવે હાંસલ જતું કર્યું હતું.
સાહેબજીની વ્યવહારકુશળતા સાહેબજી અને હું મોડી રાત સુધી જાગતા. મને ઊંઘ આવતી તો સાહેબજીને પાંગતે (ખાટલાના પગ તરફના ભાગમાં) હું સૂઈ રહેતો. થોડા દિવસ રોકાઈ સાણંદ જવાનો હતો. તે દિવસે સાહેબજીએ પૂછ્યું કે: “કેમ, તારે ક્રૂટ મેવો લઈ જવાં છે?”
મારા મનમાં એ ઇચ્છા હતી અને સાહેબજીએ પૂછ્યું તેથી મેં હા પાડી. સાહેબજીએ બે કરંડીયા મંગાવ્યા. એક મારા માટે અને એક ભાઈ પોપટલાલભાઈ માટે.
સાહેબજી સ્ટેશને મૂકવા આવ્યા. ટિકિટ પોતે લાવ્યા. મારી પાસે સામાન વઘારે હતો. સાહેબજીએ “મજૂર કરવા કહેલ” પણ મેં શરમમાં ના પાડી. એટલે બધા પોટકા મને ન લેવા દેતાં બે સાહેબજીએ લીઘા. ગાડીમાં બેસાડી સાહેબજી વિદાય થતાં મને પૂછવા લાગ્યા કે “કેમ, તારે કંઈ પૂછવું છે? કહેવું હોય તો કહી દે.”
મારે કહેવાનું હતું. પણ મેં કહ્યું–ના કંઈ કહેવું નથી. સાહેબજી થોડે છેટે જઈ પાછા આવ્યા અને ફરી પૂછ્યું: “કહેવાનું હોય તે કહી દે.” મેં કહેવાનું હતું તે કીધું.
સાહેબજીએ તેનો ઉત્તર આપ્યો કે “એવો પ્રસંગ આવે ત્યારે બધું મૂકી ચાલ્યા જવું.” તાત્પર્ય કે તેનો ત્યાગ કરવો. પછી હું સાણંદ ગયો. સંવત્ ૧૯૫૭માં અમદાવાદમાં આગાખાનના બંગલે ફરી સાહેબજીનો મેળાપ થયો હતો.
યોગ્ય ન લાગવાથી નીચે ઊતર્યા નહીં એક વખત ભાવસારની જ્ઞાતિનું જમણ હતું. તેમાંથી જમીને બાઈઓ, ભાઈઓ જતાં હતા. તેમને સાહેબજી આગાખાનને બંગલે છે, એ ખબર હોવાથી દર્શન માટે મોટું ટોળું ત્યાં આવેલ. બંગલામાં હેઠે ઘણા ભેગા મળેલ. સાહેબજી ઉપર હતા. મેં કહ્યું-ઘણા ભાવસારા દર્શન માટે આવેલ છે. સાહેબજીએ કહ્યું, “ભલે,” પણ પોતે નીચે ઊતર્યા નહીં.
ચાર બાકી રહ્યા એમની સગવડ કરો ઘણો વખત થયો. ફરી મેં કહ્યું. તો પણ પ્રથમ માફક ઊતર્યા નહીં. છેવટે ઘણો વખત થયો એટલે