________________
.
૨૯૫
શ્રીમદ્ અને સુખલાલભાઈ જયમલ કરાવી દીધી હતી તેથી તેમાં બેસી હું ગોદીમાં ગયો. મરનારની બધી ક્રિયા કરી ૧૧ વાગ્યા પછી અમો મકાને આવ્યા. સાહેબજી સાથે અમે હંમેશ વહેલા જમતા હતા પણ આજે તેમ નહીં કરતા મારી રાહ જોઈ સાહેબજી બેસી રહેલ હતા.
સાચું શીખશો ત્યારે નોકરીને લાયક થશો એક વનમાળીભાઈ નામના વ્યક્તિ કૃપાળુદેવની દુકાનમાં નોકરી કરતા હતા. તેના સંબંધીઓ નોકરી માટે કે મુંબઈ જોવા માટે આવેલા. તે દુકાને ઊતરેલા. રાત્રે અમે ગિરગામ મકાને આવેલ. દુકાનમાં આ ભાઈઓએ મોડી રાત સુધી ગંજીપો ખેલેલ, અને રંગુનથી રેવાશંકરભાઈએ ઝવેરાત માટે એક સુંદર પેટી મોકલાવેલી. તે ઉપર મીણબત્તી રાખેલ અને સ્ટવ ઉપર ચા પાણી વગેરે કરેલ. વળતે દિવસે દુકાને આવતા સાહેબજીએ વનમાળીને બોલાવી પૂછ્યું, “રાત્રે શું કરતા હતા?”
કંઈ નહીં. વનમાળી નકારી ગયા. સાહેબજીએ કહ્યું, “ગંજીપો કુટતા હતા?” તો પણ નકારી ગયા. સાહેબજીએ કહ્યું, “ફલાણા ઠેકાણે ગંજીપો પડ્યો છે તે લાવો.” “તે વડે રમતા હતા?” તો પણ નકારી ગયા.
આવ ઉપર ચા કરી પીધેલ?” તો પણ નકારી ગયા.
અમુક ઠેકાણે નવી પેટી ઉપર બત્તી રાખેલ તે બતાવીને કહ્યું તો પણ નકારી જતા હતા, પણ છેવટે સાચું કબુલ કરેલ. ત્યારે સાહેબજીએ કહ્યું: “સાચું શીખશો ત્યારે નોકરીને લાયક થશો.” પછી વનમાળીના મહેમાન દેશ ચાલ્યા ગયા હતા.
ચાર પાંચ મિનિટમાં બઘા કાગળો વાંચી જવાબ તૈયાર દુકાનમાં ટપાલના કાગળો હમેશાં ઘણા આવતા. સાહેબજી ચાર પાંચ મિનિટમાં બઘા વાંચી જતા. બપોરે ભાઈ વનમાળી પૂછવા આવતા. ત્યારે મોઢે મોઢે એકદમ બઘાની વિગત અને તેને અંગે લખવાના જવાબ ભાઈ વનમાળીને કહી આપતા. વનમાળીને અને અમને થતું કે આ બધું બરાબર વાંચ્યું ક્યારે અને બરાબર જવાબ આપવાનું વિચાર્યું ક્યારે હશે?
એક વખત કોઈ શખ્સ મોતી લઈ વેચવા આવેલ. મોતી સાચા પણ વળ પાડ્યા વિનાના સેળભેળ હતા. બીજે તેણે કિંમત કરાવી હતી. કેટલાક ઝવેરીઓ પણ ત્યાં બેઠા હતા. સાહેબજીએ કહ્યું: “વળ પડાવીને લાવો તો વઘારે સારો ભાવ ઊપજશે. રંગૂન મોકલશો તો તેથી વઘારે સારો ભાવ ઊપજશે.”
આ મોતી તમારે ત્યાં ગીરો છે આ ભાઈ મોતી લઈ વળ પડાવી આવ્યા અને સાહેબજીએ સારો ભાવ જણાવ્યા મુજબ આપવા કહ્યું. પેલા ભાઈને સાહેબજીનો પાક્કો વિશ્વાસ બેઠો હતો.
સાહેબજીએ કહ્યું કે તમે આજે મોતી વેચવા જાઓ છો પણ તે મોતી તો તમારે ત્યાં ગીરો છે. ગીરો મુકનાર છોડાવવા આવશે તો તમે શું કરશો?
ગીરોની વાત તે માણસે સાહેબજીને કહી નો'તી. પેલો શખ આશ્ચર્ય પામ્યો અને કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયાં ગીરો છે. તે હવે શું છોડાવશે? એમ ઘારી વેચવા આવ્યો છું. એટલે સાહેબજીએ મોતી રાખ્યા.