________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૯૪
મેં કહ્યું—મારાથી બોલાય જ નહીં. કહું તો મને હેરાન કરે. નાત બહાર મૂકી દે. ત્યારે શ્રીમદે કહ્યું : ‘“હરકત નહીં આવે, કહેજો.'’
:
શ્રીમદે બરાબર નાડ પારખી છે
સાણંદ ગયા પછી સાંકલચંદ શેઠને ઉપલી બધી વિગત મેં જણાવી. શ્રીમના કહેવા પ્રમાણે કહ્યું. તેથી હેરાન તો ન કર્યો પણ ઊલટા શ્રીમના વખાણ કરી કહ્યું, ‘શ્રીમદે બરાબર નાડ પારખી છે.’ છપ્પનીઓ દુષ્કાળ
સંવત્ ૧૯૫૬માં મારે મુંબઈ જવાનું થયું હતું. આ સાલનું ચોમાસુ નિષ્ફળ ગયેલ. પરિણામે છપ્પનીયો દુષ્કાળ પડ્યો હતો.
મુંઝાશો નહીં વનમાળીદાસ તમને લેવા આવશે
આ વખતે મારે ચોખા વિગેરેની ખરીદી માટે પનવેલ જવાનું હતું. હું શાહ રેવાશંકર જગજીવનની પેઢીમાં ઊતર્યો. સાહેબજી ફક્ત ત્યાં એકલા હતા. પેઢી ત્રાંબા કાંટા ઉપર ઝવેર ગુમાનના માળામાં સૌથી ઉપર બે દાદરે હતી. પનવેલ મેં જોયેલ ન હતું. ત્યાં મુંબઈથી આગબોટમાં જવાનું હતું. ગોધાવીવાળા વનમાળીદાસ ઉમેદરામ અગાઉથી પનવેલ ગયેલા હતા. મેં તેને લખેલ હતું કે અમુક દિવસે હું આવીશ. આ વાત મેં સાહેબજીને કરી ન હતી. હું અજાણ્યો એટલે સાહેબજી પોતે મને બંદર ઉપર મૂકવા આવ્યા હતા. ટિકિટ તેમણે કઢાવી હતી. હું દરિયાનો અપરિચિત હોવાથી મને આગબોટમાં નીચે બેસવા ભલામણ કરી હતી; જેથી ઉપર પાણી ન દેખાય. તે સ્ટીમર ચાલે અને પાણી પાણી દેખાય એટલે અપરિચિતને ફેર આવે.
વળી કહ્યું : ‘‘મુંઝાશો નહીં, વનમાળીદાસ તમને સામા બરાબર લેવા આવશે.’’
વનમાળીદાસ બરાબર લેવા આવ્યા હતા. ચોખા વિગેરેની ખરીદી કરી થોડા દિવસ પછી વનમાળીદાસ સાથે હું મુંબઈ આવી સાહેબજી પાસે ઊતર્યા હતા.
સાહેબજીના કહ્યા મુજબ સારું હાંસલ મળ્યું હતું
સાહેબજીએ વિગતો પૂછી અને જણાવ્યું કે “ખરીદેલી અમુક ચીજમાંથી તમને સારું હાંસલ (ફાયદો) મળશે.’’ અને તેમ મળ્યું હતું. વનમાળીદાસ એકાદ દિવસ રોકાઈ સાણંદ ગયા. હું મુંબઈમાં થોડા દિવસ વધારે રોકાયો. તે દરમ્યાન સાહેબજી હમેશાં મહેમાનગતિ કરતા. સવારે ફરતું ફરતું ભોજન, એક મિષ્ટાન્ન અને સાંજે ભાખરી કે પૂરી, દૂધ, ભાત વિગેરે બનાવડાવતા હતા.
સાહેબજીને ઘરે બેઠા આ ખબર કેમ પડી?
બંદરની ગોડાઉનમાં ચોખા વિગેરે પડ્યા હતા. તેની સંભાળ રાખવા એક અમારો માણસ રાખેલ. તે કોઈ દૈવી સંજોગે ગાંસડી પડતાં નીચે ચગદાઈ મૃત્યુ પામ્યો હતો. તે વખતે અમે ગિ૨ગામ હતા. સાહેબજીએ મને પૂછ્યું કે ફલાણો તમારો કંઈ સંબંધી થાય? તેનું ગોડાઉનમાં આમ મૃત્યુ થયું છે. દુકાનથી બે માણસ લઈ તેની સ્મશાન ક્રિયા કરો.
સાહેબજીને મકાને બેઠાં આ ખબર કેમ પડી? કોઈ કહેવા પણ નો'તું આવ્યું. હું કપડાં બદલીને જતો હતો તેટલામાં ગોદીમાંથી દુકાને જઈ ખબર કહેવા એક માણસ ઘેર આવ્યો. મને સાહેબજીએ ગાડી